શોધખોળ કરો

Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 

ગુજરાતમાં ચોમાસાની શરુઆત થઈ ગઈ છે.  રાજ્યમાં આજે સાર્વત્રિક મેઘમહેર થઈ છે. આજે પણ વહેલી સવારથી જ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતમાં ચોમાસાની શરૂઆત; આગામી ૩ કલાક સાર્વત્રિક વરસાદની આગાહી.
  • સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાતના ૯ જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર.
  • માંગરોળમાં ૭.૨૮ ઇંચ વરસાદથી જળબંબાકાર, જનજીવન પ્રભાવિત થયું.
  • રાજ્યના ૧૯ જિલ્લામાં ઓરેન્જ અને ૫ જિલ્લામાં યલો એલર્ટ.

Rain Alert: ગુજરાતમાં ચોમાસાની શરુઆત થઈ ગઈ છે.  રાજ્યમાં આજે સાર્વત્રિક મેઘમહેર થઈ છે. આજે પણ વહેલી સવારથી જ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર ગુજરાતમાં 3 કલાક સુધી વરસાદની આગાહી છે. રાજ્યના તમામ જિલ્લાઓ માટે 3 કલાકનું વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. 

હવામાન વિભાગે જણાવ્યું કે,  આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે.  સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના નવ જિલ્લાઓમાં ભારે વરસાદને લઈ વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  રેડ એલર્ટ સમયે પ્રતિ કલાકે 41થી 60ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.       

19 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ

રાજ્યના 19 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.  દીવ, દમણ અને દાદરા-નગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.  રાજ્યના 5 જિલ્લામાં વરસાદનું યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.    

હવામાન વિભાગની આગાહી વચ્ચે સક્રિય થયેલી મજબૂત સિસ્ટમના કારણે સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આકાશી આફત અને મહેરની વચ્ચે સૌથી ગંભીર સ્થિતિ જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં જોવા મળી છે, જ્યાં બપોરે બે વાગ્યા સુધીમાં સૌથી વધુ 7.28 ઈંચ જેટલો ભારે વરસાદ ખાબકતા સમગ્ર પંથક જળમગ્ન બન્યો છે. મુશળધાર વરસાદના કારણે માર્ગો નદીઓમાં ફેરવાઈ ગયા છે અને જનજીવન પ્રભાવિત થયું છે.    

આ પણ વાંચો- Rain: ગુજરાતમાં બપોર સુધી 85 તાલુકામાં વરસાદ, માંગરોળ-સૂત્રાપાડામાં આભ ફાટ્યું, નીચાણવાળા વિસ્તારો પાણી-પાણી

રાજ્યમાં વરસાદના આંકડા

સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. માંગરોળ બાદ સૂત્રાપાડામાં 4.84 ઈંચ, માળિયા હાટિના તેમજ કેશોદમાં 4.37 ઈંચ અને વેરાવળમાં 3.31 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત વંથલીમાં 3.07 ઈંચ અને માણાવદરમાં 2.36 ઈંચ વરસાદ પડતાં ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ ચાલુ રહી છે, જેમાં વડોદરાના શિનોરમાં 2.87 ઈંચ, સુરતના ઓલપાડમાં 2.36 ઈંચ અને ભરૂચના હાંસોટમાં 2.20 ઈંચ તથા વાલિયામાં 1.93 ઈંચ વરસાદ વરસ્યો છે. તાલાલામાં 1.84 ઈંચ જ્યારે લોધિકા, વાગરા, જૂનાગઢ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં પણ 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.   

ટોપ સ્ટોરી

થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, BJP એ 19 બેઠકો જીતી, જાણો કૉંગ્રેસને કેટલી મળી
થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, BJP એ 19 બેઠકો જીતી, જાણો કૉંગ્રેસને કેટલી મળી
ઓખા નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, જાણો કેટલી બેઠકો પર મેળવી જીત
ઓખા નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, જાણો કેટલી બેઠકો પર મેળવી જીત
Chhota Udepur: વોર્ડ નંબર-4ની પેટાચૂંટણીમાં ભાજપના રજનીબેન રાઠવાની જીત 
Chhota Udepur: વોર્ડ નંબર-4ની પેટાચૂંટણીમાં ભાજપના રજનીબેન રાઠવાની જીત 
દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 
દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
Embed widget