શોધખોળ કરો

Rain: ગુજરાતમાં બપોર સુધી 85 તાલુકામાં વરસાદ, માંગરોળ-સૂત્રાપાડામાં આભ ફાટ્યું, નીચાણવાળા વિસ્તારો પાણી-પાણી

Gujarat Rain: વરસાદના સત્તાવાર આંકડાઓ પર નજર કરીએ તો, સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતમાં સવારે આઠ કલાકમાં 85 તાલુકામાં સાર્વત્રિક વરસાદ.
  • જૂનાગઢના માંગરોળમાં 7.28 ઇંચ વરસાદથી જળબંબાકાર બન્યું.
  • સૌરાષ્ટ્ર, દક્ષિણ-મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત.

Gujarat Rain: ગુજરાત રાજ્યમાં આજે સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે, જેમાં સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીના માત્ર 8 કલાકના ટૂંકા સમયગાળામાં જ રાજયના 85 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે સક્રિય થયેલી મજબૂત સિસ્ટમના કારણે સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. 

આ આકાશી આફત અને મહેરની વચ્ચે સૌથી ગંભીર સ્થિતિ જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં જોવા મળી છે, જ્યાં બપોરે બે વાગ્યા સુધીમાં સૌથી વધુ 7.28 ઈંચ જેટલો ભારે વરસાદ ખાબકતા સમગ્ર પંથક જળમગ્ન બન્યો છે. મુશળધાર વરસાદના કારણે માર્ગો નદીઓમાં ફેરવાઈ ગયા છે અને જનજીવન પ્રભાવિત થયું છે.

વરસાદના સત્તાવાર આંકડાઓ પર નજર કરીએ તો, સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. માંગરોળ બાદ સૂત્રાપાડામાં 4.84 ઈંચ, માળિયા હાટિના તેમજ કેશોદમાં 4.37 ઈંચ અને વેરાવળમાં 3.31 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત વંથલીમાં 3.07 ઈંચ અને માણાવદરમાં 2.36 ઈંચ વરસાદ પડતાં ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ ચાલુ રહી છે, જેમાં વડોદરાના શિનોરમાં 2.87 ઈંચ, સુરતના ઓલપાડમાં 2.36 ઈંચ અને ભરૂચના હાંસોટમાં 2.20 ઈંચ તથા વાલિયામાં 1.93 ઈંચ વરસાદ વરસ્યો છે. તાલાલામાં 1.84 ઈંચ જ્યારે લોધિકા, વાગરા, જૂનાગઢ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં પણ 1 ઈંચથી વધુ પાણી પડ્યું છે.

Gujarat Rain: આકાશી આફતની આશંકા, એકસાથે 4 સિસ્ટમ સક્રિય થતાં 6 દિવસ ભારે વરસાદની આગાહી, 4 જિલ્લામાં રેડ એલર્ટ

રાજ્યના બોટાદ, ડેડિયાપાડા, ઉમરગામ, નાંદોદ, ઉના, કુતિયાણા, અંકલેશ્વર, ગઢડા અને જોડિયા જેવા વિવિધ તાલુકાઓમાં પણ 1-1 ઈંચ જેટલો સારો વરસાદ નોંધાયો છે. ટૂંકા સમયમાં ખાબકેલા આ આક્રમક વરસાદને કારણે સ્થાનિક નદી-નાળાઓમાં નવા નીર આવ્યા છે, તો બીજી તરફ વહીવટી તંત્ર પણ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.

આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી 

ગુજરાતમાં આ ભૌગોલિક સાયક્લોનિક સરક્યુલેશનના લીધે ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આગામી છ દિવસ સુધી આકાશી આફત વરસી શકે છે. હવામાન વિભાગના નકશા મુજબ, આજે જ રાજ્યના ચાર સંવેદનશીલ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદના પગલે 'રેડ એલર્ટ' અને અન્ય પાંચ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવનાને જોતાં 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરીને સ્થાનિક વહીવટી તંત્રને સજ્જ રહેવા સુચના અપાઈ છે. 

Frequently Asked Questions

આજે ગુજરાતમાં કેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે?

આજે સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીના 8 કલાકના ગાળામાં રાજ્યના 85 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. આ વરસાદ સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સક્રિય સિસ્ટમના કારણે જોવા મળ્યો છે.

આજે સૌથી વધુ વરસાદ કયા વિસ્તારમાં નોંધાયો છે?

આજે બપોરે 2 વાગ્યા સુધીમાં સૌથી વધુ 7.28 ઈંચ વરસાદ જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં નોંધાયો છે. આ મુશળધાર વરસાદને કારણે સમગ્ર પંથક જળમગ્ન બન્યો છે અને જનજીવન પ્રભાવિત થયું છે.

સૌરાષ્ટ્રમાં કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે?

સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. માંગરોળમાં 7.28 ઈંચ, સૂત્રાપાડામાં 4.84 ઈંચ, માળિયા હાટિના અને કેશોદમાં 4.37 ઈંચ વરસાદ નોંધાયો છે.

મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં કયા વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે?

મધ્ય ગુજરાતમાં વડોદરાના શિનોરમાં 2.87 ઈંચ વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સુરતના ઓલપાડમાં 2.36 ઈંચ, ભરૂચના હાંસોટમાં 2.20 ઈંચ અને વાલિયામાં 1.93 ઈંચ વરસાદ નોંધાયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
Embed widget