શોધખોળ કરો

Rain Forecast:આગામી ત્રણ દિવસ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, જાણો અપડેટસ

Rain Forecast: રાજ્યમાં ત્રણ દિવસ છૂટ્ટાછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતમાં 15 જૂને નૈઋત્યના ચોમાસું બેસવાનો અનુમાન છે

Rain Forecast: ગુજરાત હવામાન વિભાગે આજે અને આગામી ત્રણ દિવસ સુધી કેટલાક વિસ્તારમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે. ભારે પવન અને વાદળછાયા વાતાવરણ વચ્ચે સોરાષ્ટ્રમાં  વરસાદ વરસશે. સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની  આગાહી કરવામાં આવી છે.આજે આઇપીએલના ફાઇનલમાં આજે અમદાવાદમાં વરસાદ વિઘ્નરૂપ બની શકે છે.  રાજ્યમાં 9 જૂનથી વરસાદનું જોર ઘટવાનું અનુમાન છે. આગામી 4 દિવસ સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ચોમાસાના વરસાદ માટે આજે રાહ જોવી પડશે. 15 જૂન બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે એવું નિષ્ણાત અને હવામાન મોડલ કહી રહ્યાં છે. જો કે હાલ ગુજરાતમાં પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસી રહ્યો છે, આજે અમદાવાદ સહિત 13 જિલ્લામાં હળવા વરસાદનું અનુમાન છે.

રાજ્યમાં હાલ પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસી રહ્યો છે. કેટલાક વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ અને ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે તો રાજ્યના કેટલાક વિસ્તારમાં તાપમાનનો પારો 40ને પાર જતાં અકળાવી દેતી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. આજે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા,પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.ઉપરાંત  ખેડા,આણંદ, પંચમહાલ, દાહોદ,મહિસાગર, વડોદરા, છોટાઉદેપુર,નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ,સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હળવા વરસાદનું અનુમાન છે.  રાજ્યના આ 13 જિલ્લામાં આજે 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની સાથે વરસાદનું  અનુમાન છે.જો કે આગામી પાંચ દિવસ હજુ અમદાવાદમાં અસહ્ય ઉકળાટ અકળાવશે.

જરાતમાં ચોમાસા જેવું વાતાવરણ બની રહ્યુ છે,  15 જૂન બાદ  ચોમાસુ વિધિવત રીતે બેસી જશે, પરંતુ આ બધાની વચ્ચે આજે રાજ્યના 13 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર, આજે ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવનો ફૂંકાશે અને વરસાદ ખાબકશે. ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે 7 જૂન સુધી છૂટાછવાયા હળવા વરસાદની આગાહી કરી છે. આજે દક્ષિણ ગુજરાત ઉપરાંત ભાવનગર, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી અને છોટા ઉદેપુર સહિત ઘણા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે 15 દિવસ પછી એટલે કે 15 જૂન પછી ચોમાસાની આગાહી કરી છે.

ગુજરાતમાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે, જેઠ મહિનામાં જ વરસાદે ગુજરાતને ઘમરોળ્યુ છે, હવે અષાઢ મહિનામાં ભરપૂર વરસાદની આગાહી છે. હાલમાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છની સાથે સાથે દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ ખાબકી રહ્યો છે. આ બધાની વચ્ચે હવામાન વિભાગે આજના દિવસ માટે મોટી આગાહી કરતાં 13 જિલ્લામાં વરસાદ પડવાનુ અનુમાન વ્યક્ત કર્યુ છે. લેટેસ્ટ અપડેટ પ્રમાણે, આજે અમદાવાદ સહિત 13 જિલ્લામાં વરસાદની આગાહી છે. આજે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, આ ઉપરાંત સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું અનુમાન છે, ખાસ વાત છે કે, આજે 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને વાતાવરણમાં પલટો આવશે. વરસાદ વરસવા છતાં આગામી પાંચ દિવસ અમદાવાદમાં અસહ્ય ઉકળાટ અનુભવાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
Gujarat Rain: આગામી ચાર દિવસ ગુજરાત માટે ભારે, વાવાઝોડા સાથે અત્યંત ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી ચાર દિવસ ગુજરાત માટે ભારે, વાવાઝોડા સાથે અત્યંત ભારે વરસાદની આગાહી
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર

વિડિઓઝ

ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Commonwealth Games 2026 માં નીરજ ચોપરાએ કરી કમાલ, પાકિસ્તાનના અર્શદ નદીમને પછાડીને ફાઈનલની ટિકિટ કરી પાકી
Commonwealth Games 2026 માં નીરજ ચોપરાએ કરી કમાલ, પાકિસ્તાનના અર્શદ નદીમને પછાડીને ફાઈનલની ટિકિટ કરી પાકી
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
ગુજરાતમાં મેઘતાંડવનું હાઈ એલર્ટ: 8 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદ-વડોદરા શાળા-કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં મેઘતાંડવનું હાઈ એલર્ટ: 8 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદ-વડોદરા શાળા-કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘતાંડવની આગાહી: એકસાથે 4 સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘતાંડવની આગાહી: એકસાથે 4 સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં રેડ એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Embed widget