શોધખોળ કરો

ગુજરાતમાં હજુ ચાર દિવસ મેઘરાજા કરશે જમાવટ, વરસાદને લઈ હવામાન વિભાગે શું કરી આગાહી, જાણો

ગુજરાતમાં હજુ ચાર દિવસ મેઘરાજા જમાવટ કરશે.  હવામાન વિભાગે આગામી ચાર દિવસ વરસાદને લઈ આગાહી કરી છે. હવામાન વિભાગના મતે 26 ઓગસ્ટ સુધી રાજ્યભરમાં મેઘમહેર થશે.

ગાંધીનગર:  ગુજરાતમાં હજુ ચાર દિવસ મેઘરાજા જમાવટ કરશે.  હવામાન વિભાગે આગામી ચાર દિવસ વરસાદને લઈ આગાહી કરી છે. હવામાન વિભાગના મતે 26 ઓગસ્ટ સુધી રાજ્યભરમાં મેઘમહેર થશે.  હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં મેઘમહેર યથાવત છે. રાજ્યના 100થી વધારે તાલુકાઓમાં છેલ્લા  24 કલાકમાં વરસાદ નોંધાયો છે. 
 
હવામાન વિભાગના અનુસાર  23 ઓગસ્ટે સૌરાષ્ટ્ર-કચ્છ  ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ  વરસશે. 24,  25 અને 26 ઓગસ્ટના સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર  થશે.  હવામાન વિભાગના મતે અત્યાર સુધી રાજ્યમાં વરસી ચૂક્યો છે. સીઝનનો 41.42 ટકા વરસાદ નોંધાયો છે.  જેમાં સૌથી વધુ વરસાદ  દક્ષિણ ગુજરાતમાં વરસ્યો છે. અહીં 50.72 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર ઝોનમાં 36.77 ટકા, કચ્છમાં 31.74 ટકા,  ઉત્તર ગુજરાતમાં 31.95 ટકા અને મધ્ય ગુજરાતમાં 37.87 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

અમરેલીના લીલીયા શહેરમાં 4 કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે.  લીલીયામાંથી પસાર થતી નાવલી નદીમાં પૂર આવ્યું છે. નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે.  ધારીમાં આવેલો ખોડિયાર ડેમ હાઈએલર્ટ પર મુકાયો છે.  છેલ્લા 24 કલાકમાં રાજ્યના 112 તાલુકામાં વરસાદ વરસ્યો છે.  સૌથી વધુ વરસાદ અમરેલીના લીલીયામાં ખાબક્યો છે. લીલીયામાં  5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ છે.  વલસાડ શહેરમાં સવા ચાર, ભાવનગરના મહુવામાં સાડા ત્રણ, અમરેલી શહેરમાં ત્રણ અને વાપી, ઉમરગામ સહિતના તાલુકામાં નોંધાયા 2 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 41.42 ટકા વરસાદ વરસ્યો

રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 13.88 ઈંચ સાથે 41.42 ટકા વરસાદ વરસ્યો છે.  2 તાલુકામાં શૂન્યથી બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યના  91 તાલુકામા 10 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે તો 22 તાલુકામાં 5 ઈંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. 102 તાલુકામાં 10 થી 20 ઈંચ જેટલો સિઝનનો વરસાદ  પડ્યો છે. અત્યાર સુધીમાં સિઝનનો દક્ષિણ ગુજરાતમાં 29.64 ઈંચ, સૌરાષ્ટ્રમાં 10.32 ઈંચ અને કચ્છમાં પોણા છ ઈંચ જેટલો વરસાદ  પડ્યો છે. મધ્ય ગુજરાતમાં 12.20 ઈંચ અને ઉત્તર ગુજરાતમાં સિઝનનો 9.16 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.

ટોપ સ્ટોરી

ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
SRPF, જેલર અને PSI પદો પર અગ્નિવીરોની સીધી ભરતી: ગુજરાત સરકારની મોટી જાહેરાત, લેખિત પરીક્ષા વિના 20% અનામત
SRPF, જેલર અને PSI પદો પર અગ્નિવીરોની સીધી ભરતી: ગુજરાત સરકારની મોટી જાહેરાત, લેખિત પરીક્ષા વિના 20% અનામત
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત

વિડિઓઝ

Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત
CM Bhupendra Patel : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યની બહેનોને આપી નવરાત્રિની ભેટ
Navratri Special: અંકમાં આદ્યશક્તિ: ન્યુમેરોલોજી અને નવરાત્રીનું શું છે ખાસ કનેક્શન? જાણો આ રહસ્ય!
Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
Embed widget