ગુજરાત કોંગ્રેસના 10 ધારાસભ્યો પર ભાજપની નજર છે, જાણો કોણે કર્યો આ ધડાકો
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને લઈને એક એવો ધડાકો થયો છે કે ગુજરાત કોંગ્રેસમાં હડકંપ મચી ગઈ છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને લઈને એક એવો ધડાકો થયો છે કે ગુજરાત કોંગ્રેસમાં હડકંપ મચી ગઈ છે. ગુજરાત કોંગ્રેસના 10 ધારાસભ્યો પર ભાજપની નજર હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ દાવો અન્ય કોઈએ નહીં, પણ રાજસ્થાનના અપક્ષ ધારાસભ્ય સંયમ લોઢાએ કર્યો છે. સંયમ લોઢાના આ ધડાકાથી ગુજરાત કોંગ્રેસમાં જબરદસ્ત હલચલ મચી ગઈ છે.
સંયમ લોઢાએ કર્યો છે દાવો
રાજસ્થાનના અપક્ષ ધારાસભ્ય સંયમ લોઢાએ આ દાવો કર્યો છે. એક ટ્વીટમાં સંયમ લોઢાએ લખ્યું કે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022, કોંગ્રેસના 10 ધારાસભ્યો પર ભાજપની નજર છે, સ્વસ્થ રહો અને સતર્ક રહો. આ સાથે જ આ ટ્વીટમાં સંયમ લોઢાએ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને ગુજરાત કોંગ્રેસ તેમજ કોંગ્રેસના સત્તાવાર ટ્વીટર હેન્ડલને ટેગ કર્યા છે.
#गुजरात विधानसभा चुनाव 2022
— Sanyam Lodha (@SanyamLodha66) March 18, 2022
भाजपा कांग्रेस के दस विधायको पर डोरे डाल रही है।
स्वस्थ रहें, सतर्क रहें।#GujaratElection2022 @RahulGandhi @priyankagandhi @INCIndia @INCGujarat
કોણ છે આ 10 કોંગ્રેસી ધારાસભ્યો ?
સંયમ લોઢાએ આ ટ્વીટ કરીને દાવો કર્યો છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં ફરી એક વાર ભંગાણ સર્જાઈ શકે છે. એટલે કે આ 10 જેટલા કોંગ્રેસના ધારાસભ્યો પક્ષપલટો કરી શકે છે. પણ અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ 10 ધારાસભ્યોમાં કોનો કોનો સમાવેશ હોઈ શકે છે?
શું કહ્યું સંયમ લોઢાએ ?
આ અંગે એબીપી અસ્મિતા સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન સંયમ લોઢાએ કહ્યું કે આ ભાજપની પદ્ધતિ છે કે વિપક્ષને તોડીં તેના પર એક પ્રકારનું દબાણ ઉભું કરે. તેમણે કહ્યું કે આ ઘટના પહેલા પણ કર્ણાટક, ગોવા અને મધ્યપ્રદેશમાં બની ચુકી છે. વધુમાં તેમણે કહ્યું કે ગુજરાત કોંગ્રેસ પ્રભારી તેમજ રાજસ્થાન સરકારના મંત્રી રઘુ શર્માને પણ તેમણે આ અંગે વાત કરી છે.