Video: રાજભા ગઢવીના ડાયરામાં રૂપિયા નહીં પાઉન્ડનો થયો વરસાદ, ઈગ્લેંન્ડમાં બોલી ભજનની રમઝટ
ગુજરાતના અનેક વિસ્તારમાં હાલમાં ડાયરાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી રૂપિયા ઉડાડતા જોવા મળે છે. સાત સમંદર પાર પણ ગુજરાતીઓ ડાયરાની મોજ માણી રહ્યા છે.
Rajbha Gadhvi Dayaro: ગુજરાતના અનેક વિસ્તારમાં હાલમાં ડાયરાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી રૂપિયા ઉડાડતા જોવા મળે છે. હાલમાં જ જામનગર,રાજકોટ અને જામકંડોરણામાં યોજાયેલા ડાયરામાં વિવિધ રાજકીય આગેવાનોએ રૂપિયાનો વરસાદ કરી દીધો હતો. પરંતુ આ ડાયરાની રમઝટ હવે ગુજરાત સુધી જ સિમિત નથી રહી. સાત સમંદર પાર પણ ગુજરાતીઓ ડાયરાની મોજ માણી રહ્યા છે.
હવે વિદેશમાં ડાયરાની ધૂમ જોવા મળી રહી છે. આવો જ એક ડાયરો યૂકેમાં યોજાયો હતો. યુકેમાં યોજાયેલા રાજભા ગઢવીના ડાયરામાં રૂપિયા નહીં પરંતુ પાઉન્ડનો વરસાદ થયો હતો. દ્વારિકાના નાથની વાત ન થાય ભજન પર લોકો જુમી ઉઠ્યા હતા. વિદેશમાં રહેતા ગુજરાતીઓ હજી પણ પોતાની ભાષા અને સંસ્કૃતિને ભૂલ્યા નથી અને સમયે સમયે આવા કાર્યક્રમોનું આયોજન કરતા રહે છે. રાજભા ગઢવીના ડાયરામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. બહેનોએ પણ રાજભા ગઢવી પર પાઉન્ડનો વરસાદ કર્યો હતો.
Gujarat Rain: રાજ્યમાં વરસાદી માહોલ, સુરતના ગ્રામ્ય વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ
Gujarat Rain: આજે સવારથી રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સુરતના અઠવા લાઈન, ઘોડદોડ રોડ, પારલે પોઈંટ, અડાજણ, મગદલ્લા ,ડુમ્મસ રોડ, ઉધના સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
આ ઉપરાંત સુરતના ગ્રામ્યમાં વિસ્તારમાં પણ વરસાદ શરૂ થયો છે. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધ માર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. કીમ, કોસંબા, ઓલપાડ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી વિસ્તારમાં પણ મેઘ મહેર જોવા મળી રહી છે. જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. જાફરાબાદના નાગેશ્રી, મીઠાપુર, દુઘાળા અને ટીંબી ગામમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદને કારણે વાતાવરણ ઠંડક પ્રસરી છે.
રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગે શું કરી આગાહી? આ તારીખે દક્ષિણ ગુજરાતમાં પડશે ભારે વરસાદ
ગાંધીનગરઃ રાજ્યમાં હજુ પાંચ દિવસ વાદળછાયુ વાતાવરણ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જોકે 21 અને 22 જૂનના દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. તો 22 જૂનના ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદમાં હાલ કોઈ વરસાદની શક્યતા નહીં હોવાનું હવામાન વિભાગે આગાહી કરવામાં આવી છે. હાલ તો હવામાન વિભાગે માછીમારોને 20થી 22 જૂન દરમિયાન દરિયો ન ખેડવાની સૂચના આપી છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને સુરતમા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથમાં પાંચ દિવસ બાદ વરસાદની આગાહી કરવામાં આવી છે.