શોધખોળ કરો

Gujarat:  'ગોપાલ ઈટાલિયા અને સોરઠીયા ભાજપની B ટીમ, પાર્ટીને ઉભી થવા નહિ દે', રાજુ કરપડાના ગંભીર આરોપો

આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યા બાદ રાજુ કરપડાએ અનેક ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે. પત્રકાર પરિષદ દરમિયાન રાજુ કરપડાએ નામ લીધા વગર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર આકરા પ્રહાર કર્યાં હતા.

Gujarat News: આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યા બાદ રાજુ કરપડાએ અનેક ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે. પત્રકાર પરિષદ દરમિયાન રાજુ કરપડાએ નામ લીધા વગર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર આકરા પ્રહાર કર્યાં હતા. રાજુ કરપડાએ પ્રેસ કોન્ફરન્સ કરી ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર અનેક ગંભીર આરોપો લગાવ્યા છે. આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે 'આપ' ના ટોચના નેતાઓ પર ગંભીર આરોપો લગાવીને રાજકારણમાં ગરમાવો લાવ્યો છે. 

જેલવાસ દરમિયાન પાર્ટીએ સારા વકીલની વ્યવસ્થા કરી નહીં

રાજુ કરપડાએ પત્રકાર પરિષદાં  પક્ષ સાથેછેડો ફાડવા પાછળ  અનેક કારણો આપ્યા  હતા. તેમણે જણાવ્યું કે, 'હું રાજકારણમાં નહોતો ત્યારે પણ ખેડૂતો માટે લડતો અને અનેક વાર ન્યાય અપાવવા પ્રયાસો કર્યાં છે. હું આમ આદમી પાર્ટીને મજબૂત કરવા માટે લડ્યો હતો અને પક્ષમાં પરિવાર કરતા વધુ વફાદાર રહ્યો. 'હું જેલ બહાર ન આવું તેવી કેટલાક નેતાઓની માનસિકતા હતી. પ્રદેશના કેટલાક નેતાઓએ મને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. જેલવાસ દરમિયાન પાર્ટી એક સારા વકીલની વ્યવસ્થા પણ કરી શકી નહોતી. 

મને મળવા ચાર મહિનામાં એક પણ વખત જેલમાં આવ્યા નથી

વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર આકરા પ્રહારો કરો કરતા રાજુ કરપડાએ કહ્યું,  ઈટાલિયાને જીતાડવા અમે રાત-દિવસ એક કર્યા અને તેને જીતાડવા માટે અમે અમારા લોહી-પાણી રેડી દીધા  અને તેઓ મને મળવા ચાર મહિનામાં એક પણ વખત આવ્યા નથી. તેણે પ્રવિણભાઈને જેલમાં મળવા બે મહિના પછી પ્રયાસ કર્યાં હતા. પરંતુ મળવા દેવામાં આવ્યા ન હતા, પરંતુ બે મહિના સુધી ક્યાં હતા ? ન મળવા દીધા તો કોઈ વાંધો નથી પણ સારા વકીલને તો મોકલી શકે ને આ પ્રયાસ પણ તેમણે નથી કર્યા. 

સોરઠીયા અને ગોપાલ ઈટાલિયા ભાજપની B ટીમ

રાજુ કરપડાએ દાવો કર્યો કે, 'આમ આદમી પાર્ટી ભાજપની B ટીમ નથી, પરંતુ મનોજ સોરઠીયા અને ગોપાલ ઈટાલિયા ભાજપની B ટીમ તરીકે કામ કરી રહ્યા છે તેવું હું ચોક્કસ કહીશ. ચૈતરભાઈ, હેમંતભાઈ કે ઈસુદાનભાઈ કોઈ દિવસ પાર્ટી માટે નેગેટિવ વિચાર કરતા નથી હમેશા તેઓ પાર્ટીને આગળ લાવવા પ્રયાસ કરે છે અને પાર્ટીના તમામ નેતાઓ આગેવાનો અને કાર્યકર્તા માટે સતત કામ કરે છે. હું અરવિંદ કેજરીવાલજીથી નજીક આવ્યો આ વાત ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠીયા જોઈ શકતા ન હતા અને ત્યારથી મને પછાડી દેવાના પ્રયત્ન કરતા હતા.'

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત

વિડિઓઝ

Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
Embed widget