શોધખોળ કરો

રાજીનામું આપ્યા બાદ AAP નેતાઓને રાજુ કરપડાની ખુલ્લી ચીમકી: "હું ચૂપ છું ત્યાં સુધી તમે સલામત છો"

Raju Karpada Press Conference: આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ ખેડૂત નેતા રાજુ કરપડાએ પ્રેસ કોન્ફરન્સ કરી અનેક આરોપ લગાવ્યા છે.

Raju Karpada Press Conference: આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ ખેડૂત નેતા રાજુ કરપડાએ પ્રેસ કોન્ફરન્સ કરી અનેક આરોપ લગાવ્યા છે.આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે 'આપ' ના વરિષ્ઠ નેતાઓ, ખાસ કરીને ગોપાલ ઇટાલિયા અને અન્ય નેતાઓ પર ગંભીર આરોપો લગાવીને રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.

 AAP નેતાઓને રાજુ કરપડાની ખુલ્લી ચીમકી: "હું ચૂપ છું ત્યાં સુધી તમે સલામત છો"

ખેડૂત નેતા રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી સાથેનો પોતાનો વર્ષો જૂનો નાતો તોડ્યા બાદ આજે મીડિયા સમક્ષ આવીને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે જ્યારે તેઓ ખેડૂતોની લડાઈ લડતા જેલમાં ગયા, ત્યારે પાર્ટીએ તેમની પીઠમાં છરો ભોંક્યો છે.

જેલવાસ દરમિયાન કડવો અનુભવ અને નેતાઓ પર પ્રહાર

રાજુ કરપડાએ આરોપ લગાવ્યો કે પોણા ચાર મહિનાના જેલવાસ દરમિયાન આમ આદમી પાર્ટીના એક પણ વકીલે તેમની મુલાકાત લીધી નહોતી કે કોઈ કાનૂની મદદ કરી નહોતી. તેમણે કહ્યું, "મેં જ્યારે જેલમાં ખેડૂતોની વેદના જોઈ ત્યારે જ નક્કી કરી લીધું હતું કે હવે 'આપ' સાથે રહેવું નથી. પાર્ટીના નેતાઓના કારણે જ ખેડૂતોને વધુ સમય જેલમાં રહેવું પડ્યું છે."

ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠિયા સામે ગંભીર આરોપો

આમ આદમી પાર્ટી (AAP) માંથી રાજીનામું આપ્યા બાદ ખેડૂત નેતા રાજુ કરપડાએ ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠિયા સામે ગંભીર આરોપોનો વરસાદ વરસાવ્યો છે. કરપડાએ આક્ષેપ કર્યો છે કે આ બંને નેતાઓ એક ષડયંત્રના ભાગરૂપે કામ કરી રહ્યા છે અને તેઓ ક્યારેય 'આપ' ને ગુજરાતમાં મજબૂત થવા દેશે નહીં. તેમણે વધુમાં જણાવ્યું કે, જ્યારે તેઓ અને અન્ય ખેડૂતો જેલમાં બંધ હતા, ત્યારે પાર્ટીએ એક પણ વકીલની મદદ મોકલી નહોતી, જેના કારણે ખેડૂતોએ ત્રણ મહિના સુધી જેલવાસ ભોગવવો પડ્યો હતો.

રાજુ કરપડાએ સનસનાટીભર્યો દાવો કર્યો કે ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠિયા કેજરીવાલ સુધી સાચી વાસ્તવિકતા પહોંચવા દેતા નથી અને જેવું તેઓ કેજરીવાલની નજીક આવ્યા કે તરત જ તેમની વિરુદ્ધ ષડયંત્રો શરૂ થઈ ગયા હતા. તેમને મૌન રહેવા માટે ફોન આવતા હોવાનો પણ તેમણે ખુલાસો કર્યો છે. આ સાથે જ તેમણે ઈસુદાન ગઢવીને અપીલ કરી છે કે પાર્ટીમાં રહીને જ પાર્ટીને તોડનારા તત્વોને તેઓ ઓળખી લે. અંતમાં તેમણે સંકેત આપ્યા કે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો તરફથી વાયા-વાયા તેમનો સંપર્ક કરવામાં આવ્યો છે, પરંતુ હાલ તેઓ ખેડૂતોના હિતને પ્રાધાન્ય આપી રહ્યા છે.

ગોપાલ ઇટાલિયા પર નિશાન અને 'વીડિયો' નો વિવાદ

ગોપાલ ઇટાલિયાનું નામ લીધા વગર કરપડાએ ગંભીર આક્ષેપ કર્યો કે પાર્ટીના એક-બે નેતાઓએ તેમને ફસાવવાનો પ્રયાસ કર્યો છે.

  • વીડિયોનો દુરુપયોગ: કરપડાએ દાવો કર્યો કે તેમની પાસે અગાઉથી એક વીડિયો તૈયાર કરાવવામાં આવ્યો હતો, જેનો પાછળથી પાર્ટીએ દુરુપયોગ કર્યો છે.

  • જુઠ્ઠાણું ફેલાવવાનો આરોપ: કરપડાએ કહ્યું કે તેમના રાજીનામા બાદ પાર્ટીના નેતાઓ એવું જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે કે જૂના કેસોના ડરથી તેમણે રાજીનામું આપ્યું છે, જે વાત તદ્દન પાયાવિહોણી છે.

"હું વફાદાર હતો, પણ મને અન્યાય થયો"

કરપડાએ યાદ અપાવ્યું કે તેમણે ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે રાત-દિવસ મહેનત કરી હતી. તેમણે ચૈતર વસાવા, હેમંત ખવા અને ઇસુદાન ગઢવી જેવા નેતાઓને પણ મદદ કરી હોવાનો દાવો કર્યો હતો. તેમણે ચીમકી આપતા કહ્યું, "હું હજુ પણ ઘણું છુપાવી રહ્યો છું, જ્યાં સુધી હું ચૂપ છું ત્યાં સુધી તમે (આપના નેતાઓ) સલામત છો."

ભવિષ્યની રણનીતિ: હાલ બિન-રાજકીય

પોતાની ભવિષ્યની યોજના વિશે વાત કરતા રાજુ કરપડાએ સંકેત આપ્યા કે તેઓ હાલ પૂરતા કોઈ રાજકીય પક્ષમાં જોડાવા માંગતા નથી અને બિન-રાજકીય રહીને ખેડૂતો માટે કામ કરશે. તેમણે ઉમેર્યું કે જો તેઓ પાર્ટીમાં ન હોત અને બિન-રાજકીય લડત લડ્યા હોત તો કદાચ તેમની પર ગુના પણ દાખલ ન થયા હોત.

પ્રેસ કોન્ફરન્સના મુખ્ય અંશો:

  • વકીલની મદદ ન મળી: જેલમાં એક પણ પાર્ટીના વકીલ ફરક્યા નથી.

  • ખેડૂતોનું નુકસાન: આપના નેતાઓના સ્વાર્થમાં ખેડૂતો ભોગ બન્યા.

  • હડદડની લડાઈ: હડદડ સત્યાગ્રહમાં જે નેતાઓને ધરપકડનો ડર હતો તેઓ લડાઈથી દૂર રહ્યા હતા.

  • પાર્ટી છોડવાનું કારણ: જેલમાં ખેડૂતોને પડતી તકલીફ જોઈને લીધેલો નિર્ણય.

રાજુ કરપડાના આ આક્ષેપો બાદ હવે આમ આદમી પાર્ટીના નેતાઓ શું પ્રતિક્રિયા આપે છે તેના પર સૌની નજર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Embed widget