શોધખોળ કરો

ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ

Rani Ki Vav 3D projection mapping: 17મા WOW એવોર્ડ્સ એશિયા 2026 માં મળ્યું મોટું સન્માન; અત્યાર સુધીમાં 44,000 થી વધુ લોકોએ માણી મજા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રાણી કી વાવને એશિયાના WOW એવોર્ડમાં ગોલ્ડ મળ્યો.
  • પ્રોજેક્ટ મુલાકાતીઓનો અનુભવ સુધારવા, વારસો પ્રદર્શિત કરવા કરાયો.
  • વડાપ્રધાન મોદીએ 31 માર્ચ 2026ના રોજ તેનું ઉદ્ઘાટન કર્યું.
  • હજારો પ્રવાસીઓએ આ શો નિહાળી ખૂબ પ્રશંસા કરી.

Rani Ki Vav 3D projection mapping: ગુજરાતના ઐતિહાસિક વારસા અને પ્રવાસન ક્ષેત્રે વૈશ્વિક સ્તરે એક નવું છોગું ઉમેરાયું છે. પાટણમાં આવેલી યુનેસ્કો (UNESCO) ની વર્લ્ડ હેરિટેજ સાઇટ ‘રાણી કી વાવ’ ખાતે શરૂ કરાયેલા અદભુત 3D પ્રોજેક્શન મેપિંગ શો અને હેરિટેજ લાઇટિંગ પ્રોજેક્ટને 17મા ‘WOW એવોર્ડ્સ એશિયા 2026’ માં પ્રતિષ્ઠિત ગોલ્ડ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. આ ભવ્ય એવોર્ડ "એક્સપિરિયન્શિયલ ટેક એવોર્ડ્સ – અચીવમેન્ટ ઇન ઓડિયો-વિઝ્યુઅલ ફોર એન ઇવેન્ટ" કેટેગરીમાં ગુજરાતના નામે થયો છે. આ આંતરરાષ્ટ્રીય સન્માન દર્શાવે છે કે આપણી પ્રાચીન વિરાસતને દુનિયા સમક્ષ રજૂ કરવા માટે ઓડિયો-વિઝ્યુઅલ ટેક્નોલોજીનો કેટલો આધુનિક અને શાનદાર ઉપયોગ કરવામાં આવ્યો છે, જે અહીં આવતા મુલાકાતીઓને એક ક્ષણ માટે ઇતિહાસના સુવર્ણકાળમાં લઈ જાય છે.

ભારતના સૌથી લોકપ્રિય સ્મારકોમાં સ્થાન ધરાવતી આ ઐતિહાસિક વાવને જોવા માટે દર વર્ષે દેશ-વિદેશમાંથી લાખો પ્રવાસીઓ ગુજરાત આવે છે. પ્રવાસીઓના આ રોમાંચ અને અનુભવને ઓર બહેતર બનાવવાના હેતુથી ગુજરાત સરકારે રાણી કી વાવ ખાતે આ અત્યાધુનિક 3D પ્રોજેક્શન મેપિંગ શો અને હેરિટેજ લાઇટિંગ સિસ્ટમનું કાયમી ઇન્સ્ટોલેશન કર્યું હતું. આ પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 31 માર્ચ, 2026 ના રોજ કરવામાં આવ્યું હતું.

આ પ્રોજેક્ટની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય છે કે, આ શો શરૂ થયો ત્યારથી જ પ્રવાસીઓ તેના દિવાના બની ગયા છે. 12 જુલાઈ, 2026 સુધીના સત્તાવાર આંકડાઓ અનુસાર, 44,209 થી વધુ મુલાકાતીઓ આ ઇમર્સિવ ઓડિયો-વિઝ્યુઅલ શોનો અદભુત નઝારો પ્રત્યક્ષ નિહાળી ચૂક્યા છે અને આ આંકડો રોજબરોજ બહુ ઝડપથી વધી રહ્યો છે. હાલમાં આ શોના સફળ સંચાલન અને જાળવણીની જવાબદારી સરકાર દ્વારા નિયુક્ત કરાયેલી એક ખાસ એજન્સી સંભાળી રહી છે.

આ પ્રોજેક્ટને આટલી મોટી સફળતા મળ્યા બાદ અમલીકરણ એજન્સી દ્વારા તેને 'WOW એવોર્ડ્સ એશિયા 2026' માં નોમિનેશન માટે મોકલવામાં આવ્યો હતો. જ્યાં એશિયાભરના શાનદાર પ્રોજેક્ટ્સ વચ્ચે કડી જોડીને ગુજરાતના આ પ્રોજેક્ટે ગોલ્ડ મેડલ પર પોતાનો કબ્જો જમાવી લીધો છે. ટેક્નોલોજીના માધ્યમથી ગુજરાતની સંસ્કૃતિ અને ભવ્ય ઈતિહાસને જીવંત રાખવાનો આ અનોખો પ્રયાસ હવે માત્ર પ્રવાસીઓના દિલ જ નથી જીતી રહ્યો, પરંતુ આંતરરાષ્ટ્રીય મંચ પર પણ દેશનું નામ રોશન કરી રહ્યો છે.

Frequently Asked Questions

રાણી કી વાવ ખાતેના 3D પ્રોજેક્શન મેપિંગ શોને કયો એવોર્ડ મળ્યો છે?

રાણી કી વાવના 3D પ્રોજેક્શન મેપિંગ શોને 17મા 'WOW એવોર્ડ્સ એશિયા 2026' માં ગોલ્ડ એવોર્ડ મળ્યો છે. આ એવોર્ડ

રાણી કી વાવ ખાતે 3D પ્રોજેક્શન મેપિંગ શો શા માટે શરૂ કરવામાં આવ્યો?

પ્રવાસીઓના અનુભવને બહેતર બનાવવા અને પ્રાચીન વિરાસતને આધુનિક ટેક્નોલોજીથી રજૂ કરવા આ શો શરૂ કરાયો છે. તે મુલાકાતીઓને ઇતિહાસના સુવર્ણકાળમાં લઈ જાય છે.

રાણી કી વાવ ખાતેના 3D પ્રોજેક્શન મેપિંગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કોણે કર્યું?

આ અત્યાધુનિક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 31 માર્ચ, 2026 ના રોજ વર્ચ્યુઅલ રીતે કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારે આ પ્રોજેક્ટનું કાયમી ઇન્સ્ટોલેશન કર્યું છે.

રાણી કી વાવના 3D પ્રોજેક્શન મેપિંગ શોના કેટલા મુલાકાતીઓ નોંધાયા છે?

12 જુલાઈ, 2026 સુધીમાં 44,209 થી વધુ મુલાકાતીઓએ આ ઇમર્સિવ ઓડિયો-વિઝ્યુઅલ શોનો અદભુત નઝારો નિહાળ્યો છે. આ મુલાકાતીઓની સંખ્યા સતત વધી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Advertisement

વિડિઓઝ

Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget