Gujarat Rain Live Update:રાજ્યમાં મેઘરાજાની જમાવટ, સૌરાષ્ટ્ર, દક્ષિણ મધ્યમાં વરસાદનો અનુમાન
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 2 દિવસ હજુ પણ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. ગુજરાતમાં 24 કલાકમાં રાજ્યના 188 તાલુકામાં વરસાદ વરસ્યો છે.

Background
Gujarat Rain Live Update:હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 2 દિવસ હજુ પણ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. ગુજરાતમાં 24 કલાકમાં રાજ્યના 188 તાલુકામાં વરસાદ વરસ્યો છે.
આગામી ત્રણ કલાક હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ સાથે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે. કચ્છ, જામનગર, દ્વારકા, જૂનાગઢમાં સામાન્યથી ભારે વરસાદનો અનુમાન છે. હવામાન વિભાગે ગીર સોમનાથ, અમરેલીમાં પણ વરસાદની આગાહી કરી છે. વરસાદને લઇને જૂનાગઢ, ગીર સોમનાથમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 11 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.40 કિ.મી પ્રતિ કલાકની પવન સાથે વરસાદની આગી કરી છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ ઓફ શોર ટ્રફ, સર્ક્યુલેશન સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે રાજ્યભરમાં આગામી 3થી 4 દિવસ વરસાદ પડવાનો અનુમાન છે. આજે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. આવતી કાલે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં મૂશળધાર વરસાદની શક્યતા છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ 12 જુલાઈ સુધીમાં ભારે વરસાદનો અનુમાન છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 10થી 15 ઈંચ જેટલો વરસાદ વરસી શકે છે. નવા નીરથી નદીઓ તોફાની બનશે.. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદનો અનુમાન અંબાલાલે વ્યક્ત કર્યો છે.
રાજ્યમાં સાર્વત્રિક વરસાદથી જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં જ 40 લાખ હેક્ટર કરતા વધુ વિસ્તારમાં વાવેતર થયું હતું. 20.25 લાખ હેક્ટરમાં સૌથી વધુ કપાસ, તો 13.28 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે. 15.11 લાખ હેક્ટર જમીનમાં તેલિબીયાના પાકનું વાવેતર થયું છે.
ચોમાસાની સારી શરૂઆત ખરીફ પાકને ફળી છે. રાજ્યમાં 86 ટકા કપાસ, તો 70 ટકા મગફળીનું વાવેતર.. ધાન્ય પાકોનું સરેરાશ 8 ટકા, કઠોળ પાકોનું 11 ટકા વાવેતર થયું છે.ભારે વરસાદથી રાજ્યના જળાશયો પણ ઓવરફલો થયા છે. 27 જળાશયો હાઈએલર્ટ પર છે તો 11 એલર્ટ, તો 13 જલાશયો પર વોર્નિંગ પર છે. 206 પૈકી 155 જળાશયોમાં 70 ટકાથી ઓછો જળસંગ્રહ છે.ઉપરવાસમાં વરસેલા સારા વરસાદથી સરદાર સરોવર ડેમની જળસપાટી પહોંચી 122.84 મીટરે પહોંચી છે. ડેમમાં કુલ 57.31 ટકા જળસંગ્રહ છે. 23 હજાર ક્યુસેકથી વધુ પાણીની આવક થતા વીજ ઉત્પાદનના CHPHના એક પાવર યુનિટને ચાલુ કરી દેવાયુ છે.
હળવદ પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
મોરબીના હળવદ પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. હળવદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. જોરદાર પવન, વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ
અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. પરિમલ ગાર્ડન , એલીસબ્રિજ અને પાલડી વિસ્તારમાં વરસાદ છે.





















