શોધખોળ કરો

Gujarat Rain:  કાલે ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદ ભૂક્કા બોલાવશે, રેડ એલર્ટ જાહેર

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આવતીકાલે શુક્રવારે (5 સપ્ટેમ્બર) દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં રેડ ઍલર્ટ આપવામાં આવ્યું છે.

અમદાવાદ: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આવતીકાલે શુક્રવારે (5 સપ્ટેમ્બર) દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં રેડ ઍલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. હવામાન વિભાગે નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે.  આ સિવાય રાજ્યના 8 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ  આપ્યું છે. જેમાં સુરત, તાપી, નર્મદા, ભરુચ, છોટા ઉદેપુર, ભાવનગર, અમરેલી, બોટાદનો સમાવેશ થાય છે. જ્યારે કેટલાક જિલ્લામા મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે. 

હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી બે દિવસ દરમિયાન કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.       

રેડ એલર્ટઃ  ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી

ઓરેન્જ ઍલર્ટઃ  તાપી,  સુરત, નર્મદા, ભરુચ, છોટા ઉદેપુર, ભાવનગર, અમરેલી, બોટાદ

યલો એલર્ટઃ દીવ, ગીર-સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી.    

આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાત માટે અત્યંત ભારે

ગુજરાતના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાત માટે અત્યંત ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. હવામાન વિભાગ મુજબ અહીં ધોધમાર વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે પોતાની આગાહીમાં જણાવ્યું કે, ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાના કારણે ધોધમાર વરસાદ ખાબકશે. આવતીકાલે ડાંગ, નવસારી, વલસાડમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કાલે દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે.

દેશના પૂર્વ ભાગમાં લો પ્રેશર સિસ્ટમ સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, ટ્રફ લાઈન, મોન્સૂન ટ્રફ સક્રિય થવાના કારણે આગામી ત્રણ દિવસ ખૂબ જ ભારે રહેશે. અમદાવાદમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદ સાથે 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે.

સરેરાશ 90.81 ટકા વરસાદ વરસ્યો 

રાજ્યમાં સિઝનનો સરેરાશ 90.81 ટકા વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ 95.31 ટકા, દક્ષિણ ગુજરાતમાં 94.48 ટકા, પૂર્વ મધ્યમાં 90.58 ટકા, કચ્છમાં 85.14 ટકા અને સૌરાષ્ટ્રમાં 84.48 ટકા વરસાદ વરસ્યો છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
Gujarat Rain: આગામી ચાર દિવસ ગુજરાત માટે ભારે, વાવાઝોડા સાથે અત્યંત ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી ચાર દિવસ ગુજરાત માટે ભારે, વાવાઝોડા સાથે અત્યંત ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Trigrahi Yog 2026: 5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે મહાશક્તિશાળી ત્રિગ્રહી યોગ! આ 4 રાશિઓની ચમકશે કિસ્મત
Trigrahi Yog 2026: 5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે મહાશક્તિશાળી ત્રિગ્રહી યોગ! આ 4 રાશિઓની ચમકશે કિસ્મત
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર-ફેમિલી યુનિટને લઈ પ્રથમ વખત સરકારનું સંસદમાં નિવેદન, જાણો શું કહ્યું?
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર-ફેમિલી યુનિટને લઈ પ્રથમ વખત સરકારનું સંસદમાં નિવેદન, જાણો શું કહ્યું?
Commonwealth Games 2026 માં નીરજ ચોપરાએ કરી કમાલ, પાકિસ્તાનના અર્શદ નદીમને પછાડીને ફાઈનલની ટિકિટ કરી પાકી
Commonwealth Games 2026 માં નીરજ ચોપરાએ કરી કમાલ, પાકિસ્તાનના અર્શદ નદીમને પછાડીને ફાઈનલની ટિકિટ કરી પાકી
Embed widget