શોધખોળ કરો

Botad Rain: 15 ઈંચ વરસાદ ખાબકતા બોટાદના હાલ બેહાલ, સવારે 6 વાગ્યા સુધી રેડ એલર્ટ જાહેર

બોટાદ જિલ્લામાં ભારે વરસાદના કારણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.  બોટાદ કલેક્ટર દ્રારા આવતીકાલ સવારે 6 વાગ્યા સુધી બોટાદ જિલ્ માં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બોટાદ: બોટાદ જિલ્લામાં ભારે વરસાદના કારણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.  બોટાદ કલેક્ટર દ્રારા આવતીકાલ સવારે 6 વાગ્યા સુધી બોટાદ જિલ્ માં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બોટાદ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે.  જિલ્લાના વરસેલા ભારે વરસાદના કારણે ડેમ ઓવરફ્લો થયા છે. બોટાદ જિલ્લા કલેક્ટર ડો.જેન્સી રોય દ્રારા  માહિતી આપવામાં આવી છે. બોટાદમાં  15 ઈંચ વરસાદ વરસ્યો છે. રાણપુરમાં 5 અને બરવાળામાં 9 ઇંચ જ્યારે ગઢડામાં 14 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. 

લાઠીદડ પાસે ભયંકર વહેણમાં ઇકો કાર ફસાઈ ગઈ  હતી.  જિલ્લા વહીવટી તંત્રની ત્વરિત કાર્યવાહીથી 2 લોકોના જીવ બચાવાયા છે. જ્યારે 1 મૃતદેહ મળી આવ્યો છે. બરવાળા તાલુકામાં સતત ધોધમાર વરસાદ થતા ઉતાવળી નદી બે કાંઠે વહેતી થઈ છે. પાણી પુલ પર ફરી વળતા વાહનવ્યવહારને અસર થઇ છે. ધંધુકા તરફ જવાનો એક તરફનો પુલ બંધ કરાયો છે. પુલ પર એક તરફથી જ તમામ વાહનોની અવરજવર થઇ રહી છે. ખાંભડા ડેમના 4 દરવાજા ખોલાયા છે. ભારે વરસાદથી ડેમમાં સતત નીરની આવક થઇ રહી છે. ડેમના 4 દરવાજા 0.90 મીટર સુધી ખોલવામાં આવ્યા. ડેમમાંથી પાણી ઉતાવળી નદીમાં છોડાયું. 

ભારે વરસાદને લઈ  ખેતરો બેટમાં ફેરવાયા

બરવાળા પંથકમાં સતત વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાયા છે.  ખેતરોમાં વાવેલ પાકો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.  ખેતરોની પ્રોટેક્શન દિવાલો તોડી પાણી વહી રહ્યા છે. વાવેતર કરાયેલા લીંબુના છોડ અડધા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. બરવાળા પંથકમાં પણ જોરદાર વરસાદ વરસ્યો છે.    

બોટાદ પંથકમાં ખેડૂતો કપાસ, એરંડા જેવા પાકનું વાવેતર કર્યા બાદ મેઘ મહેરની આસ લઈ બેઠા હતા ત્યારે 2 દિવસનો સતત વરસાદ મેઘ મહેરાના બદલે કહેર સાબિત થયો છે. ખેડૂતોના મોંઘા પાકને મસમોટા નુકસાનની ભીતિ સતાવી રહી છે.

બરવાળા પંથકના જીવાદોરી સમાન ખાંભડા ડેમના હાલ 2 દરવાજા ખોલાયા છે.  2 દરવાજા હાલ 4-4 ફૂટ ખોલી 7700 ક્યુસેક પાણીની આવક સામે 7700 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણી ઉતાવળી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નીચાણવાળા ગામો ખાંભડા, બેલા, ટીંબલા, કુંડળ, બરવાળા, ખમીદાણા, નાવડા અને વાઢેળા ગામોને હાલ એલર્ટ કરાયા છે. 

ટોપ સ્ટોરી

રાજ્યમાં ખેતી પર સંકટ, પાંચ વર્ષમાં ખેતીની જમીનમાં 2.28 લાખ હેક્ટરનો ઘટાડો 
રાજ્યમાં ખેતી પર સંકટ, પાંચ વર્ષમાં ખેતીની જમીનમાં 2.28 લાખ હેક્ટરનો ઘટાડો 
અપૂરતા વરસાદથી સૌરાષ્ટ્ર-કચ્છમાં ખેડૂતો-પશુપાલકો ચિંતિત, ખરીફ પાકો નિષ્ફળ થવાનું જોખમ
અપૂરતા વરસાદથી સૌરાષ્ટ્ર-કચ્છમાં ખેડૂતો-પશુપાલકો ચિંતિત, ખરીફ પાકો નિષ્ફળ થવાનું જોખમ
સુરત બાદ ભાવનગરમાં રેગિંગની ઘટના સામે આવતા ખળભળાટ, ધોરણ-9 ના વિદ્યાર્થી પર સિનિયરોનો અત્યાચાર
સુરત બાદ ભાવનગરમાં રેગિંગની ઘટના સામે આવતા ખળભળાટ, ધોરણ-9 ના વિદ્યાર્થી પર સિનિયરોનો અત્યાચાર
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી

વિડિઓઝ

Chandigarh News : ચંદીગઢમાં મોટા આતંકી ષડયંત્રને સુરક્ષા એજન્સીઓએ બનાવ્યું નિષ્ફળ
Shravan Somvar : હર હર મહાદેવના નાદથી ગુંજી ઉટ્યું સોમનાથ મંદિરનું પરિસર
Banaskantha Crime : ધાનેરામાં સગર્ભાએ લગાવ્યો ચાર શખ્સો પર દુષ્કર્મનો આરોપ
Ahmedabad News : અમદાવાદના ધોળકામાં ઢોરની અડફેટે યુવકનું મોત
Kutch Earthquake : કચ્છમાં મોડી રાત્રે ભૂકંપ, ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 15 કિ.મી. દૂર નોંધાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરત બાદ ભાવનગરમાં રેગિંગની ઘટના સામે આવતા ખળભળાટ, ધોરણ-9 ના વિદ્યાર્થી પર સિનિયરોનો અત્યાચાર
સુરત બાદ ભાવનગરમાં રેગિંગની ઘટના સામે આવતા ખળભળાટ, ધોરણ-9 ના વિદ્યાર્થી પર સિનિયરોનો અત્યાચાર
અમરાવતીની સરકારી હોસ્પિટલના NICUમાં ભીષણ આગ, 39 નવજાતમાંથી 3નાં મોત
અમરાવતીની સરકારી હોસ્પિટલના NICUમાં ભીષણ આગ, 39 નવજાતમાંથી 3નાં મોત
ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ સાણંદ GIDC પોલીસની કાર્યવાહી, 1.11 કરોડથી વધુનો દારુનો જથ્થો કર્યો જપ્ત
ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ સાણંદ GIDC પોલીસની કાર્યવાહી, 1.11 કરોડથી વધુનો દારુનો જથ્થો કર્યો જપ્ત
Auto News: 15 હજારની EMI પર કઈ કાર લાવી શકો છો ઘરે? જોઈલો લિસ્ટ
Auto News: 15 હજારની EMI પર કઈ કાર લાવી શકો છો ઘરે? જોઈલો લિસ્ટ
Islamic NATO: શું ઈસ્લામિક નાટોમાં જોડાશે ઈરાન? મુનીરના પ્રવાસથી વધી હલચલ
Islamic NATO: શું ઈસ્લામિક નાટોમાં જોડાશે ઈરાન? મુનીરના પ્રવાસથી વધી હલચલ
WTC માં રવીન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ, કોહલી-અશ્વિન બધા રહી ગયા પાછળ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
WTC માં રવીન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ, કોહલી-અશ્વિન બધા રહી ગયા પાછળ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
રાજ્યમાં ખેતી પર સંકટ, પાંચ વર્ષમાં ખેતીની જમીનમાં 2.28 લાખ હેક્ટરનો ઘટાડો 
રાજ્યમાં ખેતી પર સંકટ, પાંચ વર્ષમાં ખેતીની જમીનમાં 2.28 લાખ હેક્ટરનો ઘટાડો 
પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો ક્યારે આવશે? જાણો લેટેસ્ટ અપડેટ
પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો ક્યારે આવશે? જાણો લેટેસ્ટ અપડેટ
Embed widget