શોધખોળ કરો

Gujarat Rain: ગુજરાતમાં બે જિલ્લાઓમાં વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર, જાણો અપડેટ 

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ રહેશે.  આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

અમદાવાદ: હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ રહેશે.  આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  આજે બનાસકાંઠા, સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી પાંચ દિવસ સુધી માછીમારો દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. 

બે વરસાદી સિસ્ટમ સક્રિય

હવામાન વિભાગની આગાહી મુજબ આ સમય દરમિયાન પવન ગતિ 41થી 61 કિલોમીટર પ્રતિ કલાકે રહેશે.  બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં અલગ-અલગ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  અમદાવાદ અને ગાંધીનગરમાં આજે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  

રાજ્યના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

જ્યારે કચ્છ,  પાટણ,  ગાંધીનગર,  મહેસાણા,  અરવલ્લી,  અમદાવાદ,  સુરેન્દ્રનગર,  મહીસાગર,  દાહોદ,  સુરત,  નર્મદા,  તાપી,  ડાંગ,  નવસારી,  વલસાડ,  દમણ,  દાદરા નગર  હવેલીમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 

રાજ્યના અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ

મોરબી,  જામનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ખેડા,પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.  

છેલ્લા 24 કલાકમાં 81 તાલુકામાં વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 81 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ પંચમહાલના જાંબુઘોડામાં 8 ઈંચ વરસાદથી જળબંબાકાર થયું હતું. છોટાઉદેપુરના પાવીજેતપુરમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. 

છેલ્લા 24 કલાકમાં જેતપુર પાવીમાં પાંચ ઈંચ, પેટલાદમાં પોણા ચાર ઈંચ, કપરાડામાં 3 ઈંચ, તારાપુરમાં પોણા 3 ઈંચ, હાલોલમાં પોણા 3 ઈંચ , બોરસદ, ઝઘડિયામાં અઢી-અઢી ઈંચ, આણંદમાં બે ઈંચ વરસાદ, ઉમરગામ, છોટાઉદેપુરમાં 2-2 ઈંચ, ચુડામાં પોણા બે ઈંચ, વડોદરામાં પોણા બે ઈંચ, આંકલાવ, બોડેલીમાં દોઢ-દોઢ ઈંચ, વાઘોડિયામાં સવા ઈંચ, કાલોલ, ઘોઘંબા, ખંબાતમાં એક-એક ઈંચ વરસાદ વરસ્યો હતો.

આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.  હવામાન વિભાગ મુજબ આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં પણ વરસાદનું યલો એલર્ટ છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આજે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વરસાદની આગાહીને પગલે પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

ભારે વરસાદથી છોટાઉદેપુરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. હાટ બજાર, વીજ કચેરી કમ્પાઉન્ડમાં પાણી ભરાયા હતા. વાપી-શામણાજી નેશનલ હાઈવે નંબર 56 બિસ્માર બની ગયો છે. માન નદીના પાણી ફરી વળતા કોઝ વે પર ગાબડા પડી ગયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
Embed widget