શોધખોળ કરો
Advertisement
ગુજરાતના લાખો વિદ્યાર્થીઓને અસર કરે તેવો રૂપાણી સરકારનો મોટો પરીક્ષાલક્ષી નિર્ણય, જાણો સંપૂર્ણ વિગત
શૈક્ષણિક વર્ષ 2020-21 માટે ધોરણ 9થી 12ની સ્કૂલો દ્વારા લેવાતી પરીક્ષાના પ્રશ્નપત્રો સ્કૂલોએ તૈયાર કરવાના રહેશે.
શિક્ષણ વિભાગે શૈક્ષણિક વર્ષ 2020-21 માટે ધોરણ 9થી 12ના અભ્યાસક્રમમાં 30 ટકા જેટલો ઘટાડો કરવાનો નિર્ણય કરાયો છે. સુધારેલા અભ્યાસક્રમ અંગેની વિગતો બધી સ્કૂલોને મોકલી દેવામાં આવી છે. આ સુધારેલો અભ્યાસક્રમ ખાનગી, રીપીટર, પૃથ્થક વિદ્યાર્થીઓને પણ લાગુ પડશે.
આ ઉપરાંત શૈક્ષણિક વર્ષ 2020-21 માટે ધોરણ 9થી 12ની પરીક્ષા પદ્ધતિમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ ધોરણ 9,10 અને 11 (વિજ્ઞાન પ્રવાહ/સામાન્ય પ્રવાહ), 12 (સામાન્ય પ્રવાહ)માં પશ્રપત્રમાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ 30 ટકા અને વર્ણનાત્મક પ્રશ્નોનું પ્રમાણ 70 ટકા જેટલું કરવામાં આવ્યું છે. અગાઉ હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ 20 ટકા રહેતું હતું. ધોરણ 12 (વિજ્ઞાન પ્રવાહ)માં 50 ટકા હેતુલક્ષી પ્રશ્નો (OMR પદ્ધતિ) અને 50 ટકા વર્ણનાત્મક પ્રશ્નોનું પ્રમાણ યથાવત રહેશે. આ ઉપરાંત ધોરણ 9થી 12માં પ્રશ્નપત્રમાં વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નોમાં ઇન્ટરનલ ઓપ્શનને બદલે જનરલ ઓપ્શન ઓપવામાં આવશે.
આ ઉપરાંત ધોરણ 10 અને 12ના વિષયોના અને 11ના વિષયોના સુધારેલા અભ્યાસક્રમ મુજબ પ્રકરણ દીઠ ગુણભાર, પ્રશ્નપત્રનું માળખું અન પરિરૂપની વિગતો તેમજ ધોરણ 9 અને 11ના વિષયોમાં સુધારેલા અભ્યાસક્રમ મુજબ પ્રકરણ દીઠ ગુણભાર અને પ્રશ્નપત્રના માળખાની વિગતોની જાણ સ્કૂલોને ટૂંક સમયમાં કરવામાં આવશે તેમ શિક્ષણ વિભાગે જણાવ્યું છે.
પરિપત્રમાં જણાવ્યા મુજબ, શૈક્ષણિક વર્ષ 2020-21 માટે ધોરણ 9થી 12ની સ્કૂલો દ્વારા લેવાતી પરીક્ષાના પ્રશ્નપત્રો સ્કૂલોએ તૈયાર કરવાના રહેશે. પરિપત્રમાં જણાવાયું છે કે, પરીક્ષા પદ્ધતિમાં કરાયેલો ફેરફાર કોવિડ-19ની પરિસ્થિતિના કારણે વર્ષ 2020-21ના શૈક્ષણિક વર્ષમાં જ અમલમાં રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion