શોધખોળ કરો

Saurashtra Rain: ગીર સોમનાથમાં વીજળી પડતા એકનું મોત, સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર

Saurashtra heavy rain: બળેલ પીપરીયામાં 1 કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો, ખેતીપાકને નવું જીવતદાન મળતા ખેડૂતોમાં ખુશીની લહેર, જ્યારે તાલાલામાં વીજળી પડવાથી 1 વ્યક્તિનું મોત.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી પાકને નવું જીવતદાન મળ્યું.
  • અમરેલી-જૂનાગઢમાં ભારે વરસાદથી જળબંબાકાર, તળાવો-ડેમ છલકાઈ ગયા.
  • ભાવનગર, રાજકોટ, પોરબંદરમાં પાણી ભરાયા; વીજળી પડતાં એકનું મોત.

Saurashtra heavy rain: સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી કરી છે. ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, ભાવનગર અને પોરબંદર સહિતના જિલ્લાઓના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સાર્વત્રિક ધોધમાર વરસાદ નોંધાયો હતો. લાંબા વિરામ બાદ આવેલા આ સારા વરસાદને પગલે મગફળી, કપાસ અને સોયાબીન જેવા ખરીફ પાકોને નવું જીવતદાન મળતા ધરતીપુત્રોના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી રહી છે.

અમરેલી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર

અમરેલી જિલ્લામાં બપોર પછી અનરાધાર વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને બાબરા તાલુકાના બળેલ પીપરીયા ગામમાં માત્ર 1 કલાકમાં જ 5 ઈંચ જેટલો સાંબેલાધાર વરસાદ ખાબકતાં ગામના મુખ્ય રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા અને ગામનું તળાવ પણ ઓવરફ્લો થઈ ગયું હતું. અમરેલી શહેરના બ્રાહ્મણ સોસાયટી, હાઉસિંગ બોર્ડ અને નાગનાથ વિસ્તારમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. સાવરકુંડલા પંથકના ધોબા, પીપરડી અને ભમોદરા જેવા ગામોમાં સતત 3 દિવસથી વરસાદ ચાલુ છે. જાફરાબાદના કોસ્ટલ બેલ્ટમાં ભારે વરસાદના કારણે મુખ્ય બજારો જાણે સ્વિમિંગપુલમાં ફેરવાઈ ગઈ હતી, જ્યારે બગસરા અને ધારીના ગ્રામ્ય પંથકોમાં પણ ધોધમાર વરસાદ પડતાં ખેતરો પાણીથી તરબોળ થયા હતા.

જૂનાગઢ અને ગિરનાર પંથકમાં જળબંબાકાર

જૂનાગઢ શહેર અને જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. જૂનાગઢ શહેરમાં 1.61 ઈંચ જેટલો વરસાદ પડતાં મધુરમ, વૃંદાવન સોસાયટી, ભવનાથ, આઝાદ ચોક અને સરદાર બાગ જેવા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઝાંઝરડા તરફ જતા ગરનાળામાં વરસાદી પાણી ભરાતા વાહનવ્યવહાર ખોરવાયો હતો અને એક બોલેરો કાર પણ ફસાઈ ગઈ હતી. ગિરનાર અને દાતાર પર્વત પર પડેલા ભારે વરસાદથી ગિરનારનાં ઝરણાં વહેતા થયા છે અને દામોદર કુંડ તથા વિલિંગ્ડન ડેમમાં નવા નીરની આવક થઈ છે. આ ઉપરાંત કેશોદમાં 1.38 ઈંચ વરસાદ નોંધાયો છે, જ્યારે માણાવદર, વિસાવદર, માળીયા હાટીના અને વંથલીમાં પણ વીજળીના કડાકા સાથે ભારે વરસાદથી રસ્તાઓ જળમગ્ન બન્યા હતા.

ભાવનગર, રાજકોટ અને પોરબંદરની સ્થિતિ

ભાવનગરના મહુવા શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતાં જનતા પ્લોટ, શાક માર્કેટ, ખારઝાંપા અને ગાર્ડન રોડ જેવા નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાયા હતા. શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાતા નગરપાલિકાની પ્રિ-મોનસૂન કામગીરી સામે સ્થાનિક રહિશો સવાલો ઉઠાવી રહ્યા છે. નોંધનીય છે કે, મહુવા તાલુકામાં આ ચોમાસાની સીઝનનો કુલ 32.56 ઈંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. પાલીતાણા અને તેના આસપાસના દુધાળા, ઘેટી તથા પાંચપીપળા ગામોમાં પણ સારો વરસાદ પડ્યો છે. રાજકોટના ગોંડલ શહેરમાં બસ સ્ટેશન, જેલ ચોક અને રેલવે સ્ટેશન રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા, જ્યારે પોરબંદરના કુતિયાણા પંથકમાં હાઈવે પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ગીર સોમનાથમાં ખેતીને ફાયદો, વીજળી પડવાથી 1 મોત

ગીર સોમનાથના તાલાલા અને કોડીનારમાં માત્ર 2 કલાકમાં 1 ઈંચ વરસાદ નોંધાયો હતો. વેરાવળ, સુત્રાપાડા અને ઉનામાં પણ અડધાથી એક ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. સતત 3 દિવસથી પડી રહેલા વરસાદથી ચોમાસુ પાકને મોટો ફાયદો થવાની આશા છે. જોકે, આ ખુશીના માહોલ વચ્ચે તાલાલાના વડાળા ગામમાં એક દુઃખદ ઘટના બની હતી. અહીં વીજળી પડતાં 46 વર્ષીય સમા ઇબુભાઈ નામના વ્યક્તિનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જેને પગલે પરિવાર અને ગામમાં ભારે શોક વ્યાપી ગયો છે.

Frequently Asked Questions

સૌરાષ્ટ્રમાં થયેલા ભારે વરસાદની મુખ્ય અસર શું રહી?

લાંબા વિરામ બાદ આવેલા આ સારા વરસાદથી મગફળી, કપાસ અને સોયાબીન જેવા ખરીફ પાકોને નવું જીવતદાન મળ્યું છે, જેનાથી ધરતીપુત્રો ખુશ છે.

અમરેલી જિલ્લામાં કયા ગામમાં સૌથી વધુ વરસાદ નોંધાયો અને તેની શી અસર થઈ?

બાબરા તાલુકાના બળેલ પીપરીયા ગામમાં 1 કલાકમાં 5 ઈંચ વરસાદ પડ્યો, જેનાથી ગામના મુખ્ય રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ અને તળાવ ઓવરફ્લો થયું.

જૂનાગઢ અને ગિરનાર પંથકમાં વરસાદની જળ સ્ત્રોતો પર શું અસર થઈ?

ગિરનાર અને દાતાર પર્વત પર ભારે વરસાદથી ઝરણાં વહેતા થયા, અને દામોદર કુંડ તથા વિલિંગ્ડન ડેમમાં નવા નીરની આવક થઈ છે.

ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ દરમિયાન કોઈ દુર્ઘટના બની હતી?

હા, ગીર સોમનાથના તાલાલાના વડાળા ગામમાં વીજળી પડવાથી 46 વર્ષીય સમા ઇબુભાઈ નામના વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું હતું.

Advertisement

ટોપ સ્ટોરી

કોડીનારની બે સગીરાઓનું કરવામાં આવ્યું ધર્મપરિવર્તન, મૌલવી સહિત ચાર સામે નોંધાઈ FIR
કોડીનારની બે સગીરાઓનું કરવામાં આવ્યું ધર્મપરિવર્તન, મૌલવી સહિત ચાર સામે નોંધાઈ FIR
PM મોદી ગુજરાતના પ્રવાસે 4,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્ઘાટન, PM-KISANનો 24મો હપ્તો કરશે રીલિઝ
PM મોદી ગુજરાતના પ્રવાસે 4,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્ઘાટન, PM-KISANનો 24મો હપ્તો કરશે રીલિઝ
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
જામનગરમાં BJP કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર પોલીસે પાડ્યો દરોડો, 19522 દારુની બોટલો જપ્ત
જામનગરમાં BJP કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર પોલીસે પાડ્યો દરોડો, 19522 દારુની બોટલો જપ્ત
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કરકસરયુક્ત દિવાળી
Hun To Bolish | હું તો બોલીશ | કેટલું અસરદાર ઓપરેશન ગંગાજળ ?
Hun To Bolish | હું તો બોલીશ | આવી રીતે એવોર્ડ થોડી અપાય ?
ચોરવાડમાં રિલાયન્સ પરિવારે યોજ્યો ભવ્ય કાર્યક્રમ, જિયોના 10 વર્ષની સફળતાની ભવ્ય ઉજવણી
Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM modi Gujarat Visit Live: પીએમ મોદીનો ભીલડીમાં ભવ્ય રોડ શો, આધુનિક BBBRC કેન્દ્રનું લોકાર્પણ
PM modi Gujarat Visit Live: પીએમ મોદીનો ભીલડીમાં ભવ્ય રોડ શો, આધુનિક BBBRC કેન્દ્રનું લોકાર્પણ
PM મોદી ગુજરાતના પ્રવાસે 4,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્ઘાટન, PM-KISANનો 24મો હપ્તો કરશે રીલિઝ
PM મોદી ગુજરાતના પ્રવાસે 4,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્ઘાટન, PM-KISANનો 24મો હપ્તો કરશે રીલિઝ
Israel Election: કોઈ પાર્ટીને બહુમતી નહીં, આરબ પાર્ટીઓ કરશે 'ખેલ', નેતન્યાહૂનું શું થશે?
Israel Election: કોઈ પાર્ટીને બહુમતી નહીં, આરબ પાર્ટીઓ કરશે 'ખેલ', નેતન્યાહૂનું શું થશે?
દુનિયામાં 200 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો રાશિદ ખાન, બદલી નાખ્યો T20 નો ઇતિહાસ
દુનિયામાં 200 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો રાશિદ ખાન, બદલી નાખ્યો T20 નો ઇતિહાસ
કોડીનારની બે સગીરાઓનું કરવામાં આવ્યું ધર્મપરિવર્તન, મૌલવી સહિત ચાર સામે નોંધાઈ FIR
કોડીનારની બે સગીરાઓનું કરવામાં આવ્યું ધર્મપરિવર્તન, મૌલવી સહિત ચાર સામે નોંધાઈ FIR
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Embed widget