શોધખોળ કરો

Gujarat Congress: કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલ આજે સંભાળશે ચાર્જ, આ ફેરાફાર પાછળ શું છે ગણિત

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે આજે શક્તિસિંહ ગોહિલ ચાર્જ સંભાળશે. ગાંધી આશ્રમ પુષ્પાજંલિ અર્પણ કરી પદયાત્રા કરીને કોંગ્રેસ પ્રદેશ કાર્યલય પહોંચશે

Gujarat Congress:આજે શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તરીકેનો કાર્યભાળ સંભાળશે. તેઓ પહેલા ગાંધી આશ્રમ પહોંચશે જ્યાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંઘીને પુષ્પાજલિ અર્પણ કરશે બાદ આશ્રમથી પ્રદેશ કાર્યલય સુધીની પદયાત્રા થશે. બાદ તેઓ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષનો ચાર્જ સંભાળશે

લોકસભાની ચુંટણી પહેલા ગુજરાત કોંગેસમાં મોટો ફેરફાર થયો છે. .... હારની ગર્તામાં ધકેલાઈ ગયેલી ગુજરાત કોંગ્રેસને શક્તિસિંહ ગોહિલના રુપમાં  નવી શક્તિ મળે તે આશાએ  ફેરફાર થઇ રહ્યા છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોથી સત્તા બહાર રહેલી કોંગ્રેસ 2022ની વિધાનસભા ચૂંટણી પરિણામો બાદ તો સાવ ભોંય ભેગી થઈ ગઈ છે... ત્યારે હવે ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવાની જવાબદારી શક્તિસિંહ ગોહિલને  સોંપાઈ છે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલને  જગદીશ ઠાકોરની હકાલપટ્ટી બાદ  કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજકીય રણનીતિકાર શકિતસિંહ પર પસંદગીનો કળશ ઢોળ્યો.... આખરે કોંગ્રેસે કેમ શક્તિસિંહની પસંદગી કરી જાણીએ

રાજકીય સફર પર નજર

 શક્તિસિંહની રાજવીથી રાજકીય સફરની વાત કરીએ તો  ભાવનગરના લીમડાના રાજવી પરિવારના સભ્ય છે... બીએસસી અને LLM અને પત્રકારત્વમાં ડિપ્લોમાં સુધીનો અભ્યાસ કર્યો છે... 1986માં પ્રથમવાર ભાવનગર યુવા કૉંગ્રેસના પ્રમુખ બન્યા... તો 1989માં ગુજરાત યુવા કૉંગ્રેસના મહાસચિવ રહી ચૂક્યા છે... તો 1990માં ઓલ ઈન્ડિયા કૉંગ્રેસ કમિટીના સભ્ય પણ રહી ચૂક્યા છે... 1990માં ભાવનગર દક્ષિણ બેઠક પરથી ધારાસભ્ય બન્યા.. ગુજરાત સરકારમાં બે વખત મંત્રી રહી ચૂક્યા છે... તો વિધાનસભામાં વિપક્ષી નેતાનું પદ પણ શોભાવી ચૂક્યા છે... 2014માં કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા બનાવાયા... 2018માં બિહારના પ્રભારી બનાવાયા... જ્યારે 2020માં રાજ્યસભાના સાંસદ બન્યા... આ ઉપરાંત ઈન્ફોર્મેશન ટેકનોલોજી કમિટી, ડિફેન્સની કન્સલટીવ કમિટી, પબ્લિક એકાઉન્ટ કમિટીના મેમ્બર રહી ચૂક્યા છે. ઉલ્લેખનિય છે કે,. તેઓ મૂળ ભાવનગરના હોવાથી આ પદગ્રહણ સમારોહમાં જોડાવવા ભાવનગરથી પણ કોંગ્રેસ કાર્યકરો  આવશે અને શક્તિસિંહ ગોહિલને શુભેચ્છા પાઠવશે.                

આ ઉજવણી કૉંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકે તેવી અપેક્ષા સેવાઇ રહી છે.. આ ઉજવણી ગુજરાત કૉંગ્રેસને મળેલી નવી શક્તિની છે... ગુજરાત કૉંગ્રેસની કમાન શક્તિસિંહને સોંપાતા જ ભાવનગરમાં કૉંગ્રેસે ફટાકડા ફોડીને ઉજવણી કરી... ભાવનગરના ઘોઘા ગેટ ચોકમાં કૉંગ્રેસે આતશબાજી અને મીઠાઈ વહેંચી ખુશી વ્યકત કરી હતી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષીHun To Bolish: હું તો બોલીશ: બુટલેગરોના રડાર પર પોલીસ કેમ?Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
'જો સલમાન ખાન તું જીવતો રહેવા ઇચ્છે છે તો...', -લૉરેન્સ ગેન્ગના નામે ફરી મળી ભાઇજાનને ધમકી, સાથે રાખી આ શરત
'જો સલમાન ખાન તું જીવતો રહેવા ઇચ્છે છે તો...', -લૉરેન્સ ગેન્ગના નામે ફરી મળી ભાઇજાનને ધમકી, સાથે રાખી આ શરત
Embed widget