અરવલ્લીમાં 13 વર્ષની ભાણેજ પર મામાએ દુષ્કર્મ આચરતા ખળભળાટ
અરવલ્લી જિલ્લામાં મામા ભાણેજના પવિત્ર સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. અહીં 13 વર્ષની ભાણેજને લલચાવી ફોસલાવીને મામાએ દુષ્કર્મ આચર્યું છે.

અરવલ્લી: અરવલ્લી જિલ્લામાં મામા ભાણેજના પવિત્ર સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. અહીં 13 વર્ષની ભાણેજને લલચાવી ફોસલાવીને મામાએ દુષ્કર્મ આચર્યું છે. સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મામાએ દુષ્કર્મ આચરતા ખળભળાટ મચી ગયો
અરવલ્લી જિલ્લાના એક અંતરિયાળ ગામની 13 વર્ષની દીકરી પર પોતાના જ મામાએ દુષ્કર્મ આચરતા ખળભળાટ મચી ગયો હતો. માત્ર 13 વર્ષની કુમળી વયની દીકરી પર તેના જ મામાએ લલચાવી ફોસલાવી તાલુકાના ખોડંબા નજીક જાડી જંગલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર વિસ્તારમાં મામા પર લોકો ફીટકારની લાગણી વરસાવી રહ્યા છે. હેવાનિયતની હદ વટાવતા મામાએ પોતાની જ ભાણી ઉપર દુષ્કર્મ આચાર્યું હતું માત્ર 13 વર્ષની કુમળી વયની દીકરી અને પોતાની જ ભાણી ઉપર દુષ્કર્મ આચરી હેવાન ફરાર થઈ ગયો હતો.
પોલીસે આરોપીનો ઝડપી લીધો
દીકરીના પિતા દ્વારા ટીંટોઇ પોલીસે સ્ટેશનમાં ફરિયાદ આપતા ટીંટોઈ પોલીસ હરકતમાં આવી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી પોકસો હેઠળ ગુનો દાખલ કરી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.
અમરેલીમાં 2 વિદ્યાર્થિનિને દારૂ પીવડાવીને શિક્ષકે આચર્યું દુષ્કર્મ
અમેરલીમાં દુષ્કર્મની ચોંકાવનારી ઘટના ગઈકાલે જ સામે હતી. અહીં એક શિક્ષક હેવાન બન્યો હતો. શિક્ષકના ગરિમા પૂર્ણ પદને લાંછન લગાડતી ઘટનાથી અમરેલીના શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઇ હતી.શિક્ષક પર 2 વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરવાનો આરોપ લાગ્યો છે. ઉલ્લેખનિય છે કે, મહેન્દ્ર પટેલ નામના આ શિક્ષક છેલ્લા આઠ દિવસથી બે બાળકી સાથે દુષ્કર્મ આચરતો હતો. ભારતનગરની ચાલુ શાળાએ નરાધમ શિક્ષકે બે બાળકીઓને ને દારૂ પીવડાવી વારંવાર દુષ્કર્મ આચર્યુ હતું.
આ ઘટનાની જાણ થતાં વાલી વર્ગમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. વાલીની ફરિયાદ બાદ લંપટ નરાધમ શિક્ષકની પોલીસે ધરપકડ કરી લીધી હતી. આ મામલે સમગ્ર કાર્યવાહી હાથ ધરી છે. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં શિક્ષક આરોપી મહેન્દ્ર પટેલ સામે દુષ્કર્મ પોક્સો હેઠળ ગુન્હો નોંધાયો છે.નરાધમ શિક્ષકે માત્ર ધોરણ 4મા ભણતી બે બાળાઓ સાથે દુષ્કર્મ આચર્યાની આ ઘટના અમરેલીના કુંકાવાવ રોડ પર આવેલી મસ્જિદ પરીસરમા બેસતી ભારતનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની શાળામા બની હતી. આ ઘટનાને લઈ સમગ્ર રાજ્યમાં આક્રોશ જોવા મળ્યો હતો.





















