શિવાંશના કેસમાં પ્રેમિકાના નામનો થયો ખુલાસો, જાણો કોણ છે સચિનની પ્રેમિકા અને અમદાવાદના ક્યાં વિસ્તારમાં રહે છે?
શિવાંશના કેસમાં પ્રણય ત્રિકોણ સામે આવ્યો છે. તેની પ્રેમિકાની પણ ઓળખ થઇ ગઇ છે અને તેનુ નામ પણ સામે આવ્યું છે.
![શિવાંશના કેસમાં પ્રેમિકાના નામનો થયો ખુલાસો, જાણો કોણ છે સચિનની પ્રેમિકા અને અમદાવાદના ક્યાં વિસ્તારમાં રહે છે? shivansh case update gandhinagar શિવાંશના કેસમાં પ્રેમિકાના નામનો થયો ખુલાસો, જાણો કોણ છે સચિનની પ્રેમિકા અને અમદાવાદના ક્યાં વિસ્તારમાં રહે છે?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/10/6cebc39696e0ac53b0adcedcd2be74a5_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગર:શિવાંશના કેસમાં પ્રણય ત્રિકોણ સામે આવ્યો છે. તેની પ્રેમિકાની પણ ઓળખ થઇ ગઇ છે અને તેનુ નામ પણ સામે આવ્યું છે.8 ઓક્ટોરબની રાત્રે ગાંધીનગરના પેથાપુર ગૌશાળા નજીક જ્યારથી શિવાંશ મળી આવ્યો છે ત્યારથી આ ઘટના કૂતહુલ અને ચર્ચાનો વિષય બની ગયો છે. ઘટના પર અનેક સવાલ ઉભા થઇ રહ્યાં હતા. જેમાંનો મુખ્ય સવાલ છે કે, આખરે કેમ આવા માસૂમ બાળકને પિતાએ રસ્તે રઝડતો છોડી દીધો?
શિવાંસની સમગ્ર આ ઘટના પરથી પડદો ઉંચકતા આખરે પ્રણય ત્રિકોણ સામે આવી છે. આ બાળક સચિનની પ્રેમિકા નામ મહેંદી હોવાનું સામે આવ્યું છે. અને તે બોપલમાં માસીને ઘરે રહે છે. ટૂંક સમયમાં જ પોલીસ મહેંદીની પણ પૂછપરછ કરી શકે છે. હવે બંનેને ડીએનએની તપાસ કરવામાં આવશે. પોલીસના જણાવ્યાં મુજબ હજું સુધી સચિનની ધરપકડ નથી કરાઇ અને તે પૂછપરછમાં સહયોગ આપી રહ્યો છે.
સચિન અને મહેંદી વડોદરા મળ્યાં હતા. સચિન વડોદરા કંપની આસિસ્ટન મેનેજર તરીકે કામ કરતો હતો તેના કારણે તે સોમથી શુક્ર વડોદરા રહેતો હતો. આ સમય દરમિયાન જ સચિનની મુલાકાત મંહેદી ઇવેન્ટ મેનેજમેન્ટના બિઝનેસ સાથે જોડાયેલી આ યુવતી સાથે થઇ હતી અને બંનેના લગ્ન દોઢ વર્ષ પહેલા થયા હોવાનું સામે આવ્યું છે.
સચિન બાળકને ગૌશાળા પાસે તરછોડીને રાજસ્થાન ભાગી ગયો હતો. પોલીસે રાજસ્થાનનથી તેમની ધરપકડ કરી હતી. પોલીસ તેમની પત્ની આરાધનાની પણ પૂછપરછ કરી રહી છે.
આ પણ વાંચો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)