શોધખોળ કરો

ગુજરાતમાં કોરોનાનો કહેરઃ 3 કોરોનાગ્રસ્ત વ્યક્તિના રિપોર્ટ આવ્યા નેગેટિવ

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં વધુ 6 પોઝિટિવ કેસ નોંધાતા આંકડો 53 પર પહોંચ્યો છે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં વધુ 6 પોઝિટિવ કેસ નોંધાતા આંકડો 53 પર પહોંચ્યો હતો. કોરોનાના કારણે ગુજરાતમાં 3 લોકોનાં મોત નિપજ્યાં છે. ત્યારે હવે ગુજરાતમાં 3 કોરોનાગ્રસ્ત વ્યક્તિના રિપોર્ટ નેગેટિવ આવતા એક સારા સમાચાર સામે આવ્યા છે. આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદમાં જણાવ્યું, અમદાવાદના 3, વડોદરા, ગાંધીનગર, મહેસાણાના 1-1 વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તમામને સ્થાનિક સ્તરેથી ચેપ લાગ્યો છે. રાજ્યમાં કુલ 993 કેસ સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 938 સેમ્પલ નેગેટિવ આવ્યા હતા. 53 કેસ પોઝિટિવ આવ્યા છે, જ્યારે બે કેસના રિપોર્ટ બાકી છે. રાજ્યમાં કુલ 19,340 લોકોને હોમ કોરોંટાઈનમાં રાખવામાં આવ્યા છે. કોરોંટાઈન સમય પૂરો થયા બાદ આ સંખ્યામાં ઘટાડો થશે, છતાં પણ લોકોએ ઘરમાં રહેવું પડશે. આ ઉપરાંત 657 લોકોને સરકારી કોરોંટાઈન કરવા પડ્યા છે. રાજયમાં હાલ ત્રણ પોઝિટિવ કેસ સુધારા પર છે. નિર્ધારિત સમય બાદ બે વાર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેમાં વાયરલ લોડ ઘટી રહ્યો હોવાનું સામે આવ્યું છે. વડોદરાના એક પુરુષ અને બે મહિલાના કેસ સુધારા પર છે. ધીમે ધીમે ડિસ્ચાર્જ પણ કરવામાં આવશે. 22 તારીખ પછી ફ્લાઈટ બંધ કર્યા પહેલા ઘણા લોકો ગુજરાતમા આવ્યા હતા. એટલે હજુ 10-14 દિવસમા કેસ વધી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલની નવી અને મોટી આગાહીઃ આ તારીખથી રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે
અંબાલાલ પટેલની નવી અને મોટી આગાહીઃ આ તારીખથી રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે
Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા:
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા: "કોઈ તાકાત..."
Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે
Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે
Embed widget