Kutch: કચ્છમાં MD ડ્રગ્સ સાથે ભાજપના કાર્યકર સહિત 3 લોકોની SOGએ કરી ધરપકડ
કચ્છ: ગુજરાતમાં ડ્રગ્સનું દુષણ ઓછું થવાનું નામ નથી લઈ રહ્યું.વારે વારે અનેક જગ્યાએથી ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે. હવે ફરી એકવાર કચ્છમાંથી ડ્રગ્સ ઝડપાયું છે. પશ્ચિમ કચ્છ SOGએ 280 ગ્રામ MD ડ્રગ્સ ઝડપી પાડ્યું છે.
કચ્છ: ગુજરાતમાં ડ્રગ્સનું દુષણ ઓછું થવાનું નામ નથી લઈ રહ્યું.વારે વારે અનેક જગ્યાએથી ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે. હવે ફરી એકવાર કચ્છમાંથી ડ્રગ્સ ઝડપાયું છે. મળતી માહિતી પ્રમાણે પશ્ચિમ કચ્છ SOGએ 280 ગ્રામ MD ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. જો કે ચોંકાવનારી વાત એ છે કે, આ કેસમાં એક ભાજપના કાર્યકરની પણ ધરપકડ કરવામાં આવી છે. પશ્ચિમ કચ્છ SOG એ ભૂજ શહેરમાં 280 ગ્રામ MD ડ્રગ્સ સાથે ત્રણ લોકોને ઝડપી પાડ્યુ હતા. આ ત્રણ લોકોમાં સાવન ચંદુલાલ પટેલ નામનો વ્યક્તિ પણ હતો. ગઈ કાલે ભુજના વોર્ડ નંબર 11માં નીકળેલી ભાજપની રેલીમાં પણ સાવન પટેલ બાઈક ઉપર હતો. આમ MD ડ્રગ્સમાં ભાજપના કાર્યકરનું નામ સામે આવતા રાજકારણ ગરમાયું છે.
વિજય રૂપાણી બાદ નીતિન પટેલે પણ ચૂંટણી લડવાનો કર્યો ઇનકાર
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિધાનસભાની ચૂંટણી નહી લડવાની જાહેરાત કરી હતી. તેમણે પક્ષને જીતાડવા માટે મહેનત કરવાન પણ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. વિજય રૂપાણી બાદ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ ચૂંટણી નહી લડવાની જાહેરાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે 2017માં રાજકોટ પશ્વિમ બેઠક પરથી વિજય રૂપાણી ચૂંટણી લડ્યા હતા. વિજય રૂપાણી હાલમાં પંજાબ ભાજપના પ્રભારી છે. આ વિધાનસભા ચૂંટણીમાં રાજકોટ પશ્વિમ બેઠક પર નવા ચહેરાની પસંદગી થશે તે નક્કી છે. નીતિન પટેલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને પત્ર લખીને ચૂંટણી નહી લડવાની વાત કરી હતી. મહેસાણા બેઠકથી ચૂંટણી નહી લડવાની નીતિન પટેલે વાત કરી હતી.
ગુજરાતમાં ચૂંટણી તારીખો જાહેર થવાની સાથે જ નેતાઓ ટિકિટ માંગવા પક્ષ પર દબાણ કરી રહ્યા છે. આ દરમિયાન આજે પૂર્વ ધારાસભ્ય સોમાભાઈ પટેલે હુંકાર કર્યો કે, તેઓ સુરેન્દ્રનગરની ચોટીલા બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડશે. 2017માં કોંગ્રેસમાંથી ચૂંટણી જીત્યા બાદ તેમણે પક્ષપલટો કર્યો છે. ભાજપમાંથી ટિકિટ ન મળતા અપક્ષ ચૂંટણી લડશે.
ગુજરાત કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય કરી શકે છે પક્ષ પલટો
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગઈકાલે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો હતો. કોંગ્રેસના સીનિયર નેતા મોહન રાઠવાએ રાજીનામું આપીને કેસરિયો ધારણ કરી લીધો હતો. ચૂંટણી પહેલા કોંગ્રેસને હડુ એક ઝટકો લાગી શકે છે. વલસાડની ધરમપુર બેઠકને લઈ કોંગ્રેસમાં કકળાટ શરૂ થયો છે. કોંગ્રેસના પૂર્વ સાંસદ અને ધારાસભ્ય કિશન પટેલ નારાજ હોવાની ચર્ચા થઈ રહી છે. બાગી સભ્ય કલ્પેશ પટેલની કોંગ્રેસ વાપસીથી કિશન પટેલ નારાજ છે અને તેઓ કોંગ્રેસથી છેડો ફાડવાના મૂડમાં છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં કલ્પેશ પટેલે બગાવત કરી હતી. કલ્પેશ પટેલ અપક્ષ તરીકે તાલુકા પંચાયતની ચૂંટણી લડ્યા હતા. તેમની કોંગ્રેસમાં વાપસીથી ધરમપુરથી ટિકિટ મેળવે તેવી શક્યતા છે. કલ્પેશ પટેલને ટિકિટ મળવાની પ્રબળ શક્યતા હોવાના કારણે કિશન પટેલ નારાજ છે.