શોધખોળ કરો

ફિમેલ હેલ્થ વર્કરની 3137 જગ્યાઓ માટે રાજ્ય સરકારે ભરતી જાહેર કરી, જાણો વધુ વિગતો

સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે.   ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની વધુ એક ભરતી જાહેર કરવામાં આવી છે.  

ગાંધીનગર: સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે.   ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની વધુ એક ભરતી જાહેર કરવામાં આવી છે.  ફિમેલ હેલ્થ વર્કરની 3137 જગ્યાઓ માટે ભરતી જાહેર કરાઈ છે. 

પંચાયત સેવા વર્ગ-3 માં ઉમેદવારો પસંદ કરવા માટે  તારીખ 26-03-2022થી તારીખ 10-05-2022 દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. 

ફિમેલ હેલ્થ વર્કરની 3137 જગ્યાઓ માટે રાજ્ય સરકારે ભરતી જાહેર કરી, જાણો વધુ વિગતો

સંબંધિત સંવર્ગોની સીધી ભરતીની જગ્યા માટેની વિગતવાર જાહેરાત જેમાં વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત, ઓનલાઈન અરજી કરવાની રીત, ફી ભરવાની રીત તથા કુલ કક્ષાવાર જગ્યાઓ પૈકી દિવ્યાંગ ઉમેદવારો, માજી સૈનિકો માટે અનામત જગ્યાની વિહતો તેમજ અન્ય વિગતવાર જોગવાઈ/માહિતી/સુચના/શરતો દર્શાવતી વિગતવાર જાહેરાત મંડળના નોટીસ બોર્ડ પર તેમજ મંડળની વેબસાઈટ પર   અને ઓજસ વેબસાઈટ પર  મુકવામાં આવેલ છે. 

એલઆરડી ભરતી: 20 ટકા વેઈટીંગ લિસ્ટ જાહેર કરવાની સરકારની જાહેરાત

LRD ઉમેદવારો સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવીની બેઠક પૂર્ણ થઈ છે. બેઠક પૂર્ણ થયા બાદ ગૃહમંત્રીએ મીડિયા સંબોધિત કરતા જણાવ્યું કે, વર્ષ 2018 એલઆરડીની ભરતીની વેઈટીંગ લિસ્ટ જાહેર કરવામાં આવશે. જેમા 20 ટકા વેઈટીંગ લિસ્ટ રી ઓપન કરવાની જાહેરાત હર્ષ સંઘીએ કરી છે. આ પ્રસંગે તેમણે તમામ ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા છે. 

વર્ષ 2018-19ની લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની જાહેરાત સંદર્ભે વેઇટીંગ લીસ્ટ ઓપરેટ કરાશે. તેમણે કહ્યું કે, આ નિર્ણયને પરિણામે યુવા ઉમેદવારોને રોજગારીની સુવર્ણ તકની સાથે–સાથે  જરૂરિયાત મુજબનું પોલીસ બળ રાજ્યમાં ઉપલબ્ધ થશે. આશાસ્પદ યુવાનો યુવતીઓને વધુ રોજગારીની સોનેરી તક મળે તે માટે 10 % ને બદલે હવે 20% પ્રતીક્ષાયાદી તૈયાર કરવા સૌપ્રથમવાર ખાસ કિસ્સામાં નિર્ણય લેવાયો છે. આ નિર્ણયને પરિણામે જે ઉમેદવારો નોકરી માટે અરજી કરવાની મહતમ વય મર્યાદા પૂરી કરી ચૂક્યા હતા તેવા ઉમેદવારને સરકારી સેવામાં જોડવાની તક મળશે. પોલીસ દળમાં વધારો થવાથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી વધુ સુ્દ્રઢ બનશે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ છે કે, મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના યુવાનોને વધુને વધુ સરકારી સેવાઓનો લાભ મળે તે માટે ખાસ ધ્યાન કેન્દ્રીત કરાયુ છે. રાજ્યના વિવિધ વિભાગોમાં પારદર્શિરીતે ભરતી પ્રક્રિયાઓ હાથ ધરાઇ રહી છે. જેના ભાગરૂપે  મુખ્યમંત્રીએ યુવાઓ માટે વર્ષ 2018-19ની લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની જાહેરાત સંદર્ભે વેઇટીંગ લીસ્ટ ઓપરેટ કરવાનો વધુ એક રોજગારી લક્ષી મહત્વનો નિર્ણય કર્યો છે. હવેથી લોકરક્ષ દળની ભરતીમાં રાજ્યમાં સૌપ્રથમવાર ખાસ કિસ્સામાં 10 % ને બદલે હવે 20% પ્રતીક્ષાયાદી તૈયાર કરાશે. 

હર્ષ સંઘવીએ ઉમેર્યુ કે, પ્રવર્તમાન રાજ્ય સરકાર નાગરિકોની આશા અને આકાંક્ષાઓ પૂર્ણ કરવા સંકલ્પબધ્ધ છે. રાજ્ય સરકારે પોલીસતંત્ર માટે કરોડરજ્જુ સમાન પોલીસ કોન્સ્ટેબલ-લોકરક્ષક દળ, જેલ સિંપાઇ સંવર્ગની આશરે 10,000 જગ્યાઓ પર ભરતી કરવા માટે સૌથી મોટો ભરતી કાર્યક્રમ હાથ ધર્યો હતો. વિશાળ પાયા પર હાથ ઘરેલ પ્રક્રિયાના અંતે લાયક ઉમેદવારોને નિમણૂક આપી દેવાઇ છે. જેના કારણે દસ હજાર ઘરોમાં આશાનો સૂર્યોદય ઉગ્યો છે અને સરકારને લાખો કરોડોની સંખ્યામાં આશિર્વાદ મળ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરારSthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.