Student Death: બોર્ડના સંસ્કૃતના પેપર દરમિયાન વિદ્યાર્થીનું મોત, અચાનક તબિયત લથડતાં ઢળી પડ્યો
સાબરકાંઠામાં આજે બોર્ડની પરીક્ષા દરમિયાન કરૂણ ઘટના ઘટી અહીં પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીની અચાનક જ તબિયિત લથડતાં તેમનું મોત થઇ ગયું
સાબરકાંઠા: સાબરકાંઠાં બોર્ડની પરીક્ષા દરમિયાન કરૂણ ઘટના બની. અહી પરીક્ષા દરમાયન જ વિદ્યાર્થીનું મોત થઇ થઇ ગયુંય પરીક્ષા આપવા માટે આવેલા વિદ્યાર્થીની અચાનક તબિયત લથડતાં તેમને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયો હતો. જો કે દુર્ભાગ્યવશ તેમને બચાવી ન શકાયો. આ વિદ્યાર્થીનું આજે બારમાનું સંસ્કૃકતિનું પેપર હતું. બોર્ડની પરીક્ષા આપવા નીકળેલા વિદ્યાર્થીની તબિયત અચાનક લથડી હતી. હોસ્ટેલમાં રહી આ વિદ્યાર્થી અભ્યાસ કરતો હતો. ધોરણ બારમા અભ્યાસ કરતો વિદ્યાર્થી હોસ્ટેલ માંથી પરીક્ષા કેન્દ્રે જઇ રહ્યો હતો. બોર્ડની પરીક્ષામાં ધોરણ બારમા સંસ્કૃતના પેપર દરમિયાન તબિયત લથડતાં તેમને
સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ લઇ જવાયો હતો. ખાનગી હોસ્પિટલમાં વિદ્યાર્થીનું સારવાર દરમિયાન જ મૃત્યુ થયું હતું. વિદ્યાર્થી મૂળ ઈડરના કાનપુર ગામનો રહેવાસી હતો. મૃતદેહને પીએમ અર્થે ઈડર સિવિલ હોસ્પિટલ લઇ જવાયો છે. વિદ્યાર્થીના અચાનક મૃત્યુથી શિક્ષક અને વિદ્યાર્થી આલમ સહિત પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. વિદ્યાર્થીની અચાનક ક્યાં કારણે તબિયત લથડી અને કેમ મોત થયું ગયું તેનું કારણ હજું સુધી સ્પષ્ટ થયું નથી