શોધખોળ કરો

ગુજરાતની આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને કોરોના રસી લેવા પર થશે ફાયદો, મળશે 5 માર્ક્સ

રસીકરણનો રાષ્ટ્રીય કાર્યક્રમ હોવાથી રસીકરણને પ્રોત્સાહન આપવા ઈન્ટરનલ માર્કસ આપવાનો નિર્ણય લેવાઈ શકે છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. જે વિદ્યાર્થીએ કોરોનાની રસી લઈ લીધે હશે તેને ઈન્ટરનર્લમાં પાંચ માર્કસ આપવાની હાલ વિચારણા ચાલી રહી છે. યુનિવર્સિટી આવા નિર્ણયની વિચારણા કરી રહી છે. જોકે આગામી દિવસોમાં યુનિવર્સિટીની સિંડીકેટની બેઠક મળશે જેમાં નિર્ણય લેવાઈ શકે છે.

રસીકરણનો રાષ્ટ્રીય કાર્યક્રમ હોવાથી રસીકરણને પ્રોત્સાહન આપવા ઈન્ટરનલ માર્કસ આપવાનો નિર્ણય લેવાઈ શકે છે. સામાન્ય રીતે યુનિવર્સિટી વિદ્યાર્થીઓની હાજરી, વર્તણૂંક, NCC કે NSS જેવી પ્રવૃતિમાં ભાગ લીધો હોય કે સ્પોર્ટસ ક્ષેત્રે કોઈ સિદ્ધી પ્રાપ્ત કરી હોય તો તેના ઈંટરનલ માર્કસ આપવામાં આવે છે. પરંતું કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે ઈટરનલમાં પાંચ માર્કસ રસીના ગણવા હાલ વિચારણા ચાલી રહી છે.

આ સાથે જ સૌરાષ્ટ્રનાં ગ્રામ્ય વિસ્તારમાં વેક્સીનેશનની ઝડપ વધારવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ અનોખી પહેલ કરી છે. વેક્સીન અંગે ગ્રામ્ય વિસ્તારનાં લોકોમાં જાગૃતતા આવે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાયેલા દોઢ લાખ કરતા વધુ વિદ્યાર્થીઓને મેદાને ઉતારવામાં આવશે. વેક્સીનેશન ઝડપી થાય અને ત્રીજી લહેરમાં મોટાભાગનાં લોકો વેક્સીન લઇને સુરક્ષીત થાય તે માટે 18 વર્ષ કરતા મોટી ઉંમરનાં વિદ્યાર્થીઓને વેક્સીન લેવા અપિલ કરવામાં આવી છે. સાથે જ વિદ્યાર્થીઓ પોતાનાં પરિવારજનોને અને પાડોશીને વેક્સીન લેવા માટે સમજાવશે. ખોટી ગેરમાન્યતા અને અંધશ્રદ્ધાને દૂર કરવા માટે વિદ્યાર્થીઓ લોકોને સમજાવશે.

ગુજરાતમાં કોરોના કેસ

નોંધનીય છે કે, રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ના ગઈકાલે એક હજારથી પણ ઓછા નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં દગઈકાલે કોરોના સંક્રમણના 644 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 10 દર્દીના મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9965 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 1675 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  રાજ્યમાં હાલ સાજા થવાનો દર 97.11  ટકા છે.

રાજ્યમાં અત્યાર સુધી 7,94,703 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 13683 પર પહોંચ્યો છે. જેમાંથી 346 દર્દી વેન્ટિલેટર પર અને 13337 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.11 ટકા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Anil Deshmukh : મહારાષ્ટ્રમાં NCP જૂથના નેતા અનિલ દેશમુખ પર હુમલોBhavnagar News | ભાવનગરમાં સાવકી માતાનો 9 વર્ષીય બાળકી પર અત્યાચાર, જુઓ કેવું કર્યું કૃત્ય?TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
શિયાળામાં જરૂર પીવો આ  Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
શિયાળામાં જરૂર પીવો આ Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ
Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
Embed widget