શોધખોળ કરો

Suicide: શાળામાં જ શિક્ષકે ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી, સાથી શિક્ષકો પર લાગ્યો માનસિક ત્રાસ આપ્યાનો આરોપ

બગસરાની ઝાંઝરિયા પ્રાથમિક શાળાના  શિક્ષકએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે.

Suicide News: અમરેલી જિલ્લામાંથી એક શિક્ષકે આત્મહત્યા કરી લીધી હોવાના સમાચાર સામે આવ્યા છે. જિલ્લાના બગસરાના ઝાંઝરિયા પ્રાથમિક શાળામાં ઝેરી દેવા પીને એક શિક્ષકે આત્યમહત્યા કરી લીધી, આ આત્મહત્યામાં શિક્ષકના સાથી શિક્ષકો પર માનસિક ત્રાસ ગુજારવાનો આરોપ લાગ્યો હતો. મૃતકના પરિવારજનોએ આરોપીઓને પકડવાની કાર્યવાહી કરવાના માંગ સાથે લાશ લેવાની ના પાડી દીધી હતી. હાલ બગસરા પોલીસ છાવણીમાં ફેરવાયુ છે. 

મળતી માહિતી પ્રમાણે, અમરેલી જિલ્લાના બગસરાના ઝાંઝરિયા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકે આત્મહત્યા કરી લીધી છે. બગસરાની ઝાંઝરિયા પ્રાથમિક શાળાના  શિક્ષકએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. આપઘાત કરનાર શિક્ષકનું નામ કાંતિભાઈ ચૌહાણ છે, આરોપ છે કે, કાંતિભાઇ ચૌહાણને જ્ઞાતિ પ્રત્યે સાથી શિક્ષકો માનસિક ત્રાસ આપતા હતા, આ પછી ઝેરી દવા પી લેતા તેમનું મોત થયુ હતુ. બગસરા પોલીસ સ્ટેશનમાં 3 મહિલા શિક્ષક સહિત અન્ય 2 વ્યક્તિ સહિત કુલ 5 વ્યક્તિ સામે પોલીસ ફરીયાદ નોંધવામાં આવી છે. મૃતક પરિવાર મૃતદેહ પોલીસ સ્ટેશન સામે રાખી આરોપીને પકડવા માટેની કાર્યવાહીની માંગ કરી હતી. આરોપી ના પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વિકારવાનો પણ પરિવારજનોએ ઇન્કાર કરી દીધો હતો, હાલમાં બગસરા પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયુ છે.

પતિ-પત્નીએ ગળે ફાંસો લગાવી કરી લીધી આત્મહત્યા

વ્યારા તાલુકાના ઇન્દુગામે પતિ –પત્નીએ એકસાથે ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવતા ચકચાર મચી ગઇ છે. ઇન્દુ ગામના હોળી ફળિયા ખાતે રહેતા અજય ગામીત અને મેઘના ગામિતએ  દંપતીએ ઘરેના રસોડાના સિલિંગ ફેનમાં ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. આસપાસના લોકોને ઘટનાની જાણ થતાં પોલીસને માહિતી આપી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.   જો  કે પ્રાથમિક તપાસ દરમિયાન પણ હજું સુધી ક્યા કારણોસર આવું ઘાતક પગલું ભર્યુ તેનો ખુલાસો નથી થયો. પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને ઘટનાસ્થળેથી કોઇ સુસાઇડ નોટ પણ ન મળતાં પોલીસ ઘટનાના કારણો જાણવા તપાસ કરી રહી છે.                        

તો બીજી તરફ બોટાદના હિરા દલાલે વ્યાજખોરોના ત્રાસથી અનાજમાં નાખવાનો ઝેરી પાવડર પીને જિંદગી ટૂંકાવી દીધી.  ઝેરી પાવડર પીધા બાદ તેમની તબિયત લથડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા જો કે દર્ભાગ્ચવશ તેમની જિંદગી ન બચાવી શકાય. હિરા દલાલ મુકેશભાઈ ઓળકિયાનુ સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું.ઉલ્લેખનિય છે કે, હિરા દલાલ 9  જેટલા શખ્સો પાસે વ્યાજે રૂપિયા લીધા હતા.હિરા દલાલને 9 વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરી ધાકધમકી આપતા જેના ત્રાસથી આપઘાત કર્યાનું સ્યુસાઇટ નોટમાં ઉલ્લેખ કર્યો છે. મૃતકના પત્નીએ 9 શખ્સો વિરૃદ્ધ પોલીસ ફરિયાદ નોંઘાવી છે. પોલીસે 9 વ્યાજ ખોરો વિરુદ્ધ કલમ 306,114, ગુજરાત નાણા ધીરધાર અધિનિયમની કલમ -૩૩(૩),42(ડી) મુજબ  ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Local Body Election 2025: 10 વાગ્યા સુધી ક્યાં કેટલું થયું મતદાન ? સામે આવ્યા આંકડા
Local Body Election 2025: 10 વાગ્યા સુધી ક્યાં કેટલું થયું મતદાન ? સામે આવ્યા આંકડા
Election: બીલીમોરા ખાતે EVMમાં ગરબડીનો આરોપ, કોંગ્રેસના ઉમેદવારનું બટન ન દબાતું હોવાનો દાવો
Election: બીલીમોરા ખાતે EVMમાં ગરબડીનો આરોપ, કોંગ્રેસના ઉમેદવારનું બટન ન દબાતું હોવાનો દાવો
Local body Election: બિલિમોરી સહિત આ પાલિકમાં EVMમાં સર્જાઇ ખામી, ગરબડીનો કોંગ્રેસે લગાવ્યો આરોપ
Local body Election: બિલિમોરી સહિત આ પાલિકમાં EVMમાં સર્જાઇ ખામી, ગરબડીનો કોંગ્રેસે લગાવ્યો આરોપ
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઘાયલ થયો ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ખેલાડી,આ મેચમાંથી થશે બહાર!
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઘાયલ થયો ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ખેલાડી,આ મેચમાંથી થશે બહાર!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Local Body Election 2025 : સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભNew Delhi Railway Station stampede : નવી દિલ્લી રેલ્વે સ્ટેશન પર ભાગદોડ , 18 લોકોના મોતHun To Bolish : હું તો બોલીશ : અમેરિકાથી ડિપોર્ટ...રાજનીતિ ઈમ્પોર્ટ !Hun To Bolish : હું તો બોલીશ :  હેલ્મેટને લઈને વિવાદ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Local Body Election 2025: 10 વાગ્યા સુધી ક્યાં કેટલું થયું મતદાન ? સામે આવ્યા આંકડા
Local Body Election 2025: 10 વાગ્યા સુધી ક્યાં કેટલું થયું મતદાન ? સામે આવ્યા આંકડા
Election: બીલીમોરા ખાતે EVMમાં ગરબડીનો આરોપ, કોંગ્રેસના ઉમેદવારનું બટન ન દબાતું હોવાનો દાવો
Election: બીલીમોરા ખાતે EVMમાં ગરબડીનો આરોપ, કોંગ્રેસના ઉમેદવારનું બટન ન દબાતું હોવાનો દાવો
Local body Election: બિલિમોરી સહિત આ પાલિકમાં EVMમાં સર્જાઇ ખામી, ગરબડીનો કોંગ્રેસે લગાવ્યો આરોપ
Local body Election: બિલિમોરી સહિત આ પાલિકમાં EVMમાં સર્જાઇ ખામી, ગરબડીનો કોંગ્રેસે લગાવ્યો આરોપ
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઘાયલ થયો ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ખેલાડી,આ મેચમાંથી થશે બહાર!
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઘાયલ થયો ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ખેલાડી,આ મેચમાંથી થશે બહાર!
Health Tips: ગર્ભનિરોધક ગોળી લેવી બની શકે છે જીવલેણ, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું વધે જોખમ,રિચર્સમાં થયો મોટો ખુલાસો
Health Tips: ગર્ભનિરોધક ગોળી લેવી બની શકે છે જીવલેણ, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું વધે જોખમ,રિચર્સમાં થયો મોટો ખુલાસો
નવી દિલ્લી રેલવે સ્ટેશન પર નાસભાગ મચી જતાં 18 લોકોના મૃત્યુ, 25થી વધુ  લોકોને ગંભીર ઇજા, તપાસના અપાયા આદેશ
નવી દિલ્લી રેલવે સ્ટેશન પર નાસભાગ મચી જતાં 18 લોકોના મૃત્યુ, 25થી વધુ લોકોને ગંભીર ઇજા, તપાસના અપાયા આદેશ
Gujarat Election 2025: મહેમદાવાદમાં મતદાન કેન્દ્ર  પર પ્રિસાઇડીંગ ઓફિસર દારૂ પીધેલી હાલતમાં ઝડપાતા ચકચાર
Gujarat Election 2025: મહેમદાવાદમાં મતદાન કેન્દ્ર પર પ્રિસાઇડીંગ ઓફિસર દારૂ પીધેલી હાલતમાં ઝડપાતા ચકચાર
Election: જૂનાગઢમાં આજે મહાપાલિકાનો જંગ,  15 પૈકી 2 વોર્ડ બિનહરીફ થતા 13 વોર્ડ માટે મતદાન શરુ
Election: જૂનાગઢમાં આજે મહાપાલિકાનો જંગ, 15 પૈકી 2 વોર્ડ બિનહરીફ થતા 13 વોર્ડ માટે મતદાન શરુ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.