Surendranagar: સુરેન્દ્રનગરમાં મોટી દૂર્ઘટના, શ્રમિકો ભરેલું ટ્રેક્ટર વીજ વાયરને અડી જતાં ત્રણ શ્રમિકોના મોત, 6 ઘાયલ
સુરેન્દ્રનગરમાં એક ભયાનક દૂર્ઘટનાના દ્રશ્યો સામે આવ્યા છે. આજે સવારે શ્રમિકો ભરીને જઇ રહેલું એક ટ્રેક્ટર ચાલુ ઇલેક્ટ્રિક લાઇનના વાયરને અડકી જતાં દૂર્ઘટના સર્જાઇ છે
Surendranagar Accident News: સુરેન્દ્રનગરમાં એક ભયાનક દૂર્ઘટનાના દ્રશ્યો સામે આવ્યા છે. આજે સવારે શ્રમિકો ભરીને જઇ રહેલું એક ટ્રેક્ટર ચાલુ ઇલેક્ટ્રિક લાઇનના વાયરને અડકી જતાં દૂર્ઘટના સર્જાઇ છે, આ દૂર્ઘટનામાં ત્રણ શ્રમિકોના મોત થયા છે, જ્યારે છે જેટલા શ્રમિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. હાલમાં આ તમામને સારવાર અર્થે વિરમગામની હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.
આજે સવારે સુરેન્દ્રનગરમાં એક રૉડ અકસ્માતની ઘટના ઘટી છે, સવારે સુરેન્દ્રનગર જિલ્લાના બુબવાણા રૉડ પરથી શ્રમિકો ભરેલું એક ટ્રેક્ટર પસાર થઇ રહ્યું હતુ, તે દરમિયાન એ ટ્રેક્ટર અચાનક બુબવાણા નજીક એક વીજ વાયરને અડકી ગયુ હતુ, આ કારણે ટ્રેક્ટરમાં બેસેલા શ્રમિકોને વીજ કરંટ લાગ્યો હતો. આ વીજ કરંટની દૂર્ઘટના એટલી ગંભીર હતી કે ત્રણ શ્રમિકોના ત્યાં જ મોત થઇ ગયા હતા, જ્યારે 6 જેટલા શ્રમિકોની હાલત ગંભીર બની હતી, હાલમાં આ ઈજાગ્રસ્ત શ્રમિકને સારવાર માટે વિરમગામ ખસેડાયા છે. ઘટના બાદ દસાડા PSI સહિતનો પોલીસનો કાફળો ઘટનાસ્થળે દોડી આવ્યો છે, અને તપાસ કરી રહ્યો છે. દૂર્ઘટના બાદ જિલ્લા કલેક્ટર, મામલતદાર સહિતના અધિકારીઓ પણ ઘટનાસ્થળે જવા રવાના થયા હતા.
સુરેન્દ્રનગરમાં કોલસાની ખાણમાં ત્રણ કામદારોના મોત મામલે કાર્યવાહી, પાંચ ભૂમાફિયાઓ સામે ફરિયાદ
સુરેન્દ્રનગર જિલ્લાના ખંપાળિયા ગામે કોલસાની ખાણમાં થયેલી દુર્ઘટનામાં ત્રણ કામદારોના મોત કેસમાં કાર્યવાહી શરૂ થઇ હતી. ઘટનાના છ દિવસ બાદ પાંચ ભૂમાફિયાઓ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. કોલસાની ખાણમાં મોતના કેસમાં પાંચ ભૂમાફિયા સામે ફરિયાદ નોંધાઇ છે. સેફ્ટી વગર કામદારોને ખાણમાં ઉતારતા આ ઘટના બની હતી. જમીન માલિક સહિત પાંચ ભૂમાફિયાઓ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરાઇ હતી.
ખનિજ માફિયાઓએ મજૂરોની લાશો સગેવગે કરી અંતિમ સંસ્કાર કરાવી નાખ્યા હોવાનો તપાસમાં ઘટસ્ફોટ
જે લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે તેમાં શામજીભાઈ ધીરુભાઈ ઝેઝરીયા,જનકભાઈ કેશાભાઈ પરમાર, કિશોરભાઈ હેમુભાઈ બાવળીયા, દેવશીભાઈ (જમીન માલિક), દિનેશભાઈનો સમાવેશ થાય છે. આ તમામ વિરુદ્ધ આઈપીસીની કલમ 304, 337, 338 અને એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે. મૃત્ય પામેલા મજૂરોનો પીએમ કરાવ્યાં વગર દાહોદ મોકલી દેવાયા હોવાનો એક ઓડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે બાદ ખનિજ માફિયાઓએ મજૂરોની લાશો સગેવગે કરી અંતિમ સંસ્કાર કરાવી નાખ્યા હોવાનો તપાસમાં ઘટસ્ફોટ થયો છે.
પાંચ ભૂમાફિયાઓ સામે ફરિયાદ
જમીન માલિકે બેદરકારી દાખવી કોલસાનો કૂવો જીવલેણ હોવા છતાં શ્રમિકોને સેફ્ટીના સાધનો વગર કૂવો ખોદવા મોકલતા ભેખડ ખસી ગઈ હતી. જેમાં કાળીબેન ડામોર, સુરેશભાઈ ડામોર અને જયલાભાઈનું મોત થયું હતું. જ્યારે બે ઈજાગ્રસ્ત થયા હતા. જેથી જમીનના માલિક સહિત કુલ 5 ભૂમાફિયાઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
ખાણમાં ભેખડ ધસી પડતા દાહોદથી આવેલા 3 મજૂરોના મોત થયા હતા અને ખનીજ માફિયાઓએ આ મામલે ભીનું સંકેલવાના બનતા પ્રયાસો કર્યાં પરંતુ બાદમાં ખુલાસો થતા તપાસના કડક આદેશ અપાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી પંથકના ખંપાળિયા ગામે ગેરકાયદેસર ચાલતી કોલસાની ખાણમાં અચાનક દુર્ઘટના સર્જાઇ હતી જેમાં આ ખાણમાં કામ કરતાં ત્રણ મજૂરોના મોત નીપજ્યા હતા. આ પહેલા પણ સુરેન્દ્રનગરમાં કાયદેસર ચાલતી કોલસાની ખાણમાં દુર્ઘટના સર્જાઈ હતી, ત્યારે સરકારે આ ખાણોને પુરવા માટેના આદેશ પણ જાહેર કરવામાં આવ્યા હતા.