ગઢડા ગોપીનાથજી મંદિરમાં ભગવાનની મૂર્તિને વળ્યો પરસેવો, જુઓ વીડિયો
ગોપીનાથજી મહારાજ સ્વરૂપની મૂર્તિમાં પરસેવો વળતો હોય તેવો વિડીયો વાયરલ થયો છે. ગઈકાલે 14 મેના રોજ વહેલી સવારની મંગળા આરતીમાં ગોપીનાથજી ભગવાનની મૂર્તિ પર પરસેવો જોવા મળતા કુતુહલ સર્જાયું હતું.
બોટાદ: ગઢડા ગોપીનાથજી મંદિરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં ગોપીનાથજી મહારાજ સ્વરૂપની મૂર્તિમાં પરસેવો વળતો હોય તેવો વિડીયો વાયરલ થયો છે. ગઈકાલે 14 મેના રોજ વહેલી સવારની મંગળા આરતીમાં ગોપીનાથજી ભગવાનની મૂર્તિ પર પરસેવો જોવા મળતા કુતુહલ સર્જાયું હતું. ગોપીનાથજી મહારાજ સાથે હરિકૃષ્ણ મહારાજ તેમજ રાધિકાજીની મૂર્તિઓ આવેલી છે. મંદિરના ગર્ભગૃહમાં બે AC હોવા છતાં માત્ર ગોપીનાથજી મહારાજ સ્વરૂપની મૂર્તિ પર પરસેવો વળતા કુતુહલ સર્જાયું છે. હરિભક્તો દ્રારા કળયુગમાં ગોપીનાથજી મહારાજ સાક્ષાત હોવાનો પરચો પૂર્યાનો વિડીયો સોસીયલ મીડિયામાં વાયરલ કર્યો છે. આ અંગે મંદિરના ચેરમેન હરિજીવન સ્વામી દ્રારા પણ સાક્ષાત ગોપીનાથજી મહારાજ હાજરા હજુર હોય વિડીયોની પુષ્ટિ કરી છે.
સુરતના ઓલપાડમાં ટીટોડીએ મુક્યા 6 ઈંડા, જાણો શું કહે છે લોકવાયકા
Olpad, Surat : સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના અસનાદ ગામે ટીટોડીએ 6 ઈંડા મુક્યા છે. ઓલપાડના અસનાદ ગામે નિલેશ પટેલ નામના ખેડૂતના ખેતરમાં ટીટોડીએ ઈંડા 6 મુક્યા છે. લોકવાયકા મુજબ ટીટોડી 2 ઈંડા મૂકે તો મધ્યમ વરસાદ, 4 ઈંડા મૂકે તો ખૂબ સારું ચોમાસું અને 5 ઈંડા મૂકે તો અતિવૃષ્ટિ નું અનુમાન માનવામાં આવે છે.જોકે ટીટોડી દ્વારા 6 ઈંડા મુકવાની પ્રથમ ઘટના સામે આવતા કૃતૂહલ સર્જાયું છે.
6 ઈંડાની શું અસર થાય છે?
ટોટોડી સામાન્ય રીતે ચાર ઈંડા મુક્તિ હોય છે. આ ચાર ઈંડા પરથી એક ઈંડાના આધારે એક મહિનો એમ ચાર મહિના જૂન, જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર એમ ચાર મહિના સુધી ચોમાસું રહે છે. આ મુજબ 6 ઈંડા પરથી એવું માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષે 4 ના બદલે 6 મહિના સુધી ચોમાસું ચાલશે. એટલે કે આ સારા ચોમાસાના સંકેત છે.
આ વર્ષે ચોમાસું રહેશે સામાન્ય
ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર છે. આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે. ભારતીય હવામાન વિભાગે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાને લઈને અનુમાન જાહેર કર્યુ છે. દેશમાં સતત ચોથા વર્ષે ચોમાસું સામાન્ય રહેશે. ગુજરાત સહિત અન્ય પશ્ચિમ રાજ્યોનું ચોમાસું પણ સામાન્ય રહેશે. તો આ સાથે ઉત્તર ભારતમાં ફરી સારો વરસાદ થવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે વર્ષ 2022 માટે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું અનુમાન જાહેર કર્યું છે. મોન્સૂન હવામાન વરસાદનું LPA (LONG PERIOD AVERAGE) 99% હોવાની સંભાવના છે અને એમાં 5%નો વધારો કે ઘટાડો થઈ શકે છે. અનુમાન એ પણ છે કે દેશભરમાં ચોમાસું એક જેવું જ રહી શકે છે. ગુજરાતમાં પણ આ વર્ષે ચોમાસું સામાન્ય રહી શકે છે.