શોધખોળ કરો

Rain: ઉકાઇ ડેમ ભરપુર, સતત વરસાદથી પાણીની સપાટી 328 ફૂટ પર પહોંચી, વાંચો

તાપી જિલ્લામાં આવેલો ઉકાઈ ડેમ સતત પડી રહેલા ભારે વરસાદના કારણે છલકાઇ ગયો છે. જળસપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે

Rain: ગુજરાતમાં ચાલુ સિઝનમાં વરસાદે ભારે કેર વર્તાવ્યો છે, સતત વરસાદી માહોલના કારણે દક્ષિણ ગુજરાતમાં આવેલો મોટો ડેમ ઉકાઇ ડેમમાં સતત વધારો થઇ રહ્યો છે. હાલમાં તાજા રિપોર્ટ પ્રમાણે, ઉકાઇ ડેમની જળ સપાટી 328 ફૂટથી પણ ઉપર પહોંચી છે. ઉકાઇ ડેમ છલોછલ થયો છે અને આની તસવીરો પણ સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે, તાપી જિલ્લામાં આવેલો ઉકાઈ ડેમ સતત પડી રહેલા ભારે વરસાદના કારણે છલકાઇ ગયો છે. જળસપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. હાલમાં ઉકાઈ ડેમની સપાટી 328.85 ફૂટ પર પહોંચી ચૂકી છે. ઉકાઇ ડેમમાં અત્યારે ઉપરવાસમાંથી 66 હજાર 529 ક્યૂસેક પાણીની આવક નોંધાઇ રહી છે. વધી રહેલા પાણીની આવકને ધ્યાનમાં રાખીને ઉકાઈ ડેમના સત્તાધીશો દ્વારા એક હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ચાલુ માસનું ઉકાઈ ડેમનું રૂલ લેવલ 333 ફૂટ છે. 

ગુજરાતમાં ક્યારથી ઘટશે વરસાદનું જોર

વામાન વિભાગની  આગાહી મુજબ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. આગામી બે દિવસ ગુજરાતમાં વરસાદની શક્યતા લગભગ નહિવત છે. કેટલાક જિલ્લાઓમાં છુટોછવાયો વરસાદ વરસશે.  આગામી ત્રણ કલાકને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે કે, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, સુરત, તાપી, વલસાડ અને ડાંગમાં  સામાન્ય વરસાદ વરસી શકે છે.  અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા સામાન્ય વરસાદની  આગાહી કરવામાં આવી છે. આજે સવારથી અરવલ્લી, વડોદરા, અમદાવાદ, ભાવનગર  જિલ્લામાં સામાન્ય વરસાદ વરસ્યો છે. ગુજરાતના અન્ય  જિલ્લામાં પણ  સામાન્ય ઝરમર વરસાદ  વરસ્યો છે. ક્યાંક છુટોછવાયો વરસાદ છે. આજથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે, આજે કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે.   

પાંચ દિવસ ભારે વરસાદની શક્યતા નહિવત

આગાહી અનુસાર આગામી પાંચ દિવસ ભારે વરસાદની શક્યતા નહિવત છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં એકાદ જગ્યાએ ભારે વરસાદ રહી શકે છે. સૌરાટ્રમાં પણ એકાદ સ્થળે વરસાદ રહી શકે છે. ગુજરાતમાં ત્યાર સુધી સિઝનનો 37 ટકા વધુ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી રાજ્યમાં  605.7 mm વરસાદ રહ્યો છે. આગામી 5 થી 6 દિવસ હળવો વરસાદ રહી શકે છે. 

છેલ્લા 24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ગઈકાલે સમગ્ર રાજ્યમાં મેઘમહેર થઈ છે. હવામાન વિભાગે છેલ્લા 24 કલાકના આંકડા બહાર પાડ્યા છે. જે અનુસાર રાજ્યમાં 201 તાલુકામાં વરસાદ પડ્યો છે. સુરતના કામરેજમાં સૌથી વધુ પોણા ચાર ઈંચ વરસાદ પડ્યો છે. 8 તાલુકામાં એક ઈંચ સુધી, 12 તાલુકામાં પોણો ઈંચ અને 21 તાલુકામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. 

ઉકાઈ ડેમની જળસપાટી વધી

મહારાષ્ટ્રના હથનુર ડેમના કેચમેન્ટમાં વરસાદ ધીમો પડતા પાણી છોડવાનું ઘટાડીને 62 હજાર કયુસેક કરાયુ છે. ગત દિવસોમાં છોડાયેલ પાણીની આવક ઉકાઇ ડેમમાં આવતા સપાટીમાં 12 કલાકમાં બે ફુટનો વધારો થયો હતો. ઉકાઇ ડેમના કેચમેન્ટમાં વિતેલા 24 કલાકમાં વરસાદ ધીમો પડયો હતો. જેમાં માલપુરમાં ચાર ઇંચ, ટેસ્કામાં 1.5 ઇંચ, તલોદા, અક્કલકુવા, ઉકાઇ, શહદા, ગીધાડેમાં એક ઇંચ વરસાદી પાણી પડયુ હતુ. આ વરસાદમાં સૌથી વધુ વરસાદ હથનુર ડેમથી ઉકાઇ ડેમ સુધીના ભાગમાં વરસ્યો હતો. જયારે હથનુર ડેમના કેચમેન્ટમાં ઓછો વરસાદ નોંધાયો હતો.  ઉકાઈ ડેમની જળસપાટીમાં 10 જ દિવસમાં 15 ફૂટ નો વધારો થયો છે. 

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Scam:વધુ એક કાંડનો પર્દાફાશ, 10 લોકોના કરી નાંખ્યા ઓપરેશન | Abp AsmitaDakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?Maharashtra Vote Jehad:મહારાષ્ટ્રમાં વોટ જેહાદને લઈને ગુજરાતમાં મોટી કાર્યવાહીGujarat Weather Updates: રાજ્યના 9 શહેરનું તાપમાન 20 ડિગ્રી નીચે, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અસર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ
The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ
Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
સગીર પત્ની સાથે સહમતિથી જાતીય સંબંધ બાંધવા પણ બળાત્કાર ગણાય, હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો
સગીર પત્ની સાથે સહમતિથી જાતીય સંબંધ બાંધવા પણ બળાત્કાર ગણાય, હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો
Embed widget