શોધખોળ કરો

Gujarat: રાજ્યના અનેક શહેરોમાં ગરમીનો પારો 38 ડિગ્રીને પાર પહોંચ્યો, કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો

રાજ્યમાં ઉત્તર-પશ્ચિમથી ઉત્તરના ગરમ-સૂકા પવનો શરૂ થયાં છે, જેથી અમદાવાદ સહિત મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 38 ડિગ્રીને પાર થયો છે.

ગાંધીનગર: રાજ્યમાં ઉત્તર-પશ્ચિમથી ઉત્તરના ગરમ-સૂકા પવનો શરૂ થયાં છે, જેથી અમદાવાદ સહિત મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 38 ડિગ્રીને પાર થયો છે.  આજે ભુજમાં સૌથી વધુ 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે.  અમદાવાદ, સુરત, વડોદરા, સુરેંદ્રનગર, રાજકોટ, વલ્લભવિદ્યાનગર, મહુવામાં 39-39 ડિગ્રી તાપમાન નોંધાયું છે.   ભાવનગર, કેશોદ, કંડલામાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું છે.  ડીસા અને ગાંધીનગરમાં પણ 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 

અમદાવાદમાં આગામી દિવસ સુધી ગરમીનો પારો 39થી 40 ડિગ્રી સુધી રહેવાની આગાહી કરવામાં આવી છે. આગામી બે દિવસ ગરમીનું જોર યથાવત રહ્યા બાદ 11 અને 12 એપ્રિલે સાબરાકાંઠા, બનાસકાંઠા, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં ઝાપટાં પડી શકે છે. 

જૂનિયર ક્લાર્કની પરીક્ષા પૂર્ણ

જૂનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે. રાજ્યના 3 હજાર કેન્દ્ર પર 7.28 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી છે. 32 જિલ્લામાં 500થી વધુ સ્ક્વૉડ રાખવામાં આવ્યા હતા.  પંચાયત સેવા પસંદગી મંડળના અધિકારીઓએ શ્રીફળ વધેરી ભગવાનનો આભાર માન્યો હતો. 

પેપર સરળ હોવાના કારણે ઉમેદવારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉમેદવારોએ જણાવ્યું કે, પેપરમાં હિસ્ટ્રી અને કૃતિઓના સવાલ પૂછાયા હતા તેમજ પેપર સરળ હતું. પેપર સરળ હોવાના કારણે ઉમેદવારોને સમય ઓછો પડ્યો હતો. 

રાજકોટ પોલીસે પણ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. રાજકોટમાં એક નામની બે કોલેજ હોવાથી અમુક ઉમેદવારો પરીક્ષા કેન્દ્રને બદલે અન્ય કોલેજે પહોંચ્યા હતા. એક જ નામની બે કોલેજ હોવાથી પરીક્ષાર્થીઓને મુશ્કેલી પડી હતી. ઉમેદવારો સાધુ વાસવાણી રોડ પર પહોંચવાને બદલે અન્ય સેન્ટર પર પહોચી ગયા હતા. જેથી રાજકોટ પોલીસે આ તમામ ઉમેદવારોને પોલીસની પીસીઆર વાનમાં પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડ્યા હતા.

પેપર પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ હસતા હસતા  પરીક્ષા સેન્ટર પરથી બહાર આવ્યા હતા. તેમના ચહેરા પર રાહતનો શ્વાસ દેખાઈ રહ્યો હતો.  બીજી તરફ  તંત્રએ વિધ્ન વગર પરીક્ષા પૂરી થતા તેમની મહેનત ફળી તેવુ જણાવ્યુ હતું. વિદ્યાર્થીઓએ બહાર આવ્યા બાદ જણાવ્યુ હતું કે  પેપર થોડું લાંબુ હતું, પણ સારુ રહ્યું હતું. 

વિદ્યાર્થીઓએ આ પરીક્ષા અંગે સરકારની વ્યવસ્થાના પણ વખાણ કર્યા હતા. જોકે પરીક્ષામાં પેપર થોડુંક અઘરું અને સમય ઓછો પડ્યો હોવાનું મોટાભાગના પરીક્ષાર્થીઓનું નિવેદન સામે આવ્યું છે. પરીક્ષા દરમિયાન હસમુખ પટેલે વિવિધ કેન્દ્રોની મુલાકાત લઈ સતત મોનીટરીંગ પણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન પરીક્ષા અંગે કોઈપણ પ્રકારની ફરિયાદ કે અડચણ નહીં ઉભી થયા હોવાનું આઇપીએસ હસમુખ પટેલે જણાવ્યું છે.

આ પરીક્ષામાં પેપર લીક કે કોઈપણ અન્ય ઘટના સામે આવી નથી. આ પરીક્ષાનું સમગ્ર આયોજન આઈપીએસ હસમુખ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. ત્યારે પરીક્ષાર્થીઓએ હસમુખ પટેલની કામગીરીને પણ વખાણી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Firing Case: શાકભાજીના વેપારી પર ધડાઘડ કરાયું ફાયરિંગ, કારણ જાણી ચોંકી જશોHun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
Embed widget