Gujarat Assembly Elections: ADR રિપોર્ટમાં થયો ખુલાસો, આ પાર્ટીએ ગુજરાતમાં સૌથી વધુ કરોડપતિ ઉમેદવારો ઉતાર્યા મેદાને
ADR Report: પક્ષપ્રમાણે ઉમેદવારોની સંપત્તિ જોઈએ તો, મોટા ભાગના પક્ષો વધુ પૈસા ધરાવતા ઉમેદવારોને ટિકિટ આપે છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ ADR દ્વારા પ્રથમ તબક્કાના ઉમેદવારોનો રિપોર્ટ જાહેર કરાયો કર્યો છે.
Gujarat Assembly Elections: પક્ષપ્રમાણે ઉમેદવારોની સંપત્તિ જોઈએ તો, મોટા ભાગના પક્ષો વધુ પૈસા ધરાવતા ઉમેદવારોને ટિકિટ આપે છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ ADR દ્વારા પ્રથમ તબક્કાના ઉમેદવારોનો રિપોર્ટ જાહેર કરાયો કર્યો છે. જેમાં વિધાનસભા 2022 ચૂંટણીના પ્રથમ તબકકાના ઉમેદવારોના લેખાજોખા છે. એસોસિએશન ફોર ડેમોક્રેટીક રિફર્મ દ્વારા આ રીપોર્ટ જાહેર કરાયો છે. જેમાં ઉમેદવારોનો ગુનાહિત ઇતિહાસનો રિપોર્ટ સામે આવ્યો છે. સાથે ઉમેદવારોની મિલકતનો રિપોર્ટ પણ જાહેર કરાયો છે. તો આજે જાણીએ કે કઈ રાજકીય પાર્ટીના ઉમેદવારો વધુ કરોડપતિ છે.
મુખ્ય પક્ષોની વાત કરીએ તો BJP ના 89 ઉમેદવારોમાંથી 79 (98 ટકા ) કરોડપત્તિ છે, જ્યારે INC ના 89 ઉમેદવારોમાંથી 65 (73 ટકા ) કરોડપતિ છે, અને AAP ના 88 ઉમેદવારોમાંથી ૩૩ (38%) ટકા ઉમેદવાર કરોડ ઉપર સંપત્તિ ધરાવે છે.
સરેરાશ મિલકત જોઈએ તો, પ્રથમ તબક્કામાં ચૂંટણી લડતા ઉમેદવારોની સરેરાશ મિલકત 2.88 કરોડ છે. 2017 માં એ 2.16 કરોડ હતી. સરેરાશ મિલકત પક્ષ પ્રમાણે BJP ના કુલ 89 ઉમેદવારોની સરેરાશ મિલકત 13.40 કરોડ થાય છે. જ્યારે INC ના 89 ઉમેદવારોની સરેરાશ મિલકત 8.38 કરોડ, AAP ના 88 ઉમેદવારોની સરેરાશ મિલકત 1.99 કરોડ છે, જ્યારે ભારતીય ટ્રાઇયબલ પાર્ટીના 14 ઉમેદવારોની સરેરાશ મિલકત 23.39 કરોડ છે.
જો ઉમેદવાર પ્રમાણે સંપત્તિ પર નજર કરીએ તો, પ્રથમ તબક્કામાં 211 ઉમેદવારો કરોડપતિ હોવાનું સામે આવ્યું છે. પ્રથમ તબક્કાના 27 ટકા ઉમેદવાર કરોડપતિ છે. જામનગર ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજા પાસે કુલ 97 કરોડ મિલકત છે. દ્વારકાના ભાજપના ઉમેદવાર પબુભા માણેક પાસે 115 કરોડની કુલ મિલકત છે. પારડીના ભાજપ ઉમેદવાર કનું દેસાઈ પાસે 10 કરોડથી વધુની મિલકત છે. રાજકોટ દક્ષિણના ભાજપના રમેશ ટીલાળા પાસે કુલ 175 કરોડની મિલકત છે. કોંગ્રેસના રાજકોટના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ પાસે 162 કરોડની મિલકત છે. જામનગર જિલ્લાની માણાવદર બેઠકના ભાજપના ઉમેદવાર જવાહર ચાવડાની 130 કરોડની મિલકત છે.
ઝીરો મિલકત વાળા ઉમેદવારોની વાત કરીએ તો, બહુજન સમાજ પાર્ટીના તાપીના રાકેશ ગામીત પાસે કુલ મિલકત 1000 રૂપિયાની સંપત્તિ છે. ભાવનગરના અપક્ષ ઉમેદવાર જયા બોરીચા પાસે 3000 રૂપિયાની મિલકત છે.
પ્રથમ તબક્કાની 89 વિધાનસભાના 788 ઉમેદવારોના સોગંદનામાંનું વિશ્લેષણ
788 ઉમેદવારોમાંથી 167 ઉમેદવારો (21 ટકા) ગુનાઓ ધરાવે છે. 167 ઉમેદવારમાંથી 100 (13 ટકા) સામે ગંભીર ગુનાઓ દાખલ છે. 2017માં પ્રથમ તબક્કામાં ઉભા રહેલા 923 ઉમેદવારમાંથી 137 ઉમેદવાર (15 ટકા) ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા. જ્યારે 2017માં 78 ઉમેદવાર (8 ટકા) ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા.
2017 કરતા 2022માં ગંભીર ગુનાઓના ઉમેદવાર વધુ છે. 211 ઉમેદવારો કરોડપતિ હોવાનું સામે આવ્યું છે. પ્રથમ તબક્કાના 27 ટકા ઉમેદવાર કરોડપતિ છે. 2.88 કરોડ ઉમેદવારોની સરેરાશ મિલકત છે.
ગંભીર ગુનાવાળા ઉમેદવારોની વાત કરીએ તો, AAP પક્ષના કુલ 88 ઉમેદવારોમાંથી 26 (30%), INC ના કુલ 89 ઉમેદવારોપૈકી 18 (20%), BJP ના 89 11 (12%) જ્યારે BTPના 14 ઉમેદવારો પૈકી 1 (7%) ઉમેદવારો ગંભીર ગુનાઓ વાળા છે. મહિલાઓ સામેના ગુનાઓ ધરાવતા ઉમેદવાર. કુલ 9 ઉમેદવારની સામે મહિલાઓ સામે અત્યાચારના ગુનાઓ દાખલ છે. મર્ડર ને લગતા ગુનાઓ – 3 ઉમેદવારો સામે IPC -302 મુજબ ના ગુનાઓ દાખલ થયેલા છે. જ્યારે 12 ઉમેદવારની સામે IPC 307 મુજબના ગુનાઓ દાખલ થયેલા છે, તેવું ઉમેદવારોએ જાહેર કર્યું છે. 25 વિધાનસભા મતક્ષેત્રોમાં ત્રણ થી વધુ ઉમેદવારો ગુનાઇત ઇતિહાસ ધરાવે છે, એટલે એમને રેડ એલર્ટ મતક્ષેત્રો કહેવામાં આવ્યા છે. 2017 માં રેડ અલર્ટ મતક્ષેત્રોની સંખ્યા 21 (24%) હતી.