શોધખોળ કરો

Kutch: કચ્છના હનીટ્રેપ કાંડમાં શું થયો મોટો ખુલાસો, મનીષા ગોસ્વામી સહિત નવ આરોપી સામે ગુનો નોંધાયો

કચ્છમાં હનીટ્રેપ કાંડમાં સૌથી મોટો ખુલાસો થયો હતો.

કચ્છમાં હનીટ્રેપ કાંડમાં સૌથી મોટો ખુલાસો થયો હતો. હનીટ્રેપ કાંડમાં મનીષા ગોસ્વામીની સંડોવણી હોવાનો પર્દાફાશ થયો હતો. મનીષા ગોસ્વામી સહિત નવ આરોપી સામે હનીટ્રેપનો ગુનો નોંધાયો હતો. મૃતક દિલીપ આહીરને હનીટ્રેપમાં ફસાવી આત્મહત્યા કરવા મજબૂર કર્યાનો તેમના પર આરોપ છે. મનીષા ગોસ્વામી વિરૂદ્ધ અમદાવાદમાં પણ હનીટ્રેપનો ગુનો નોંધાઈ ચૂક્યો છે. પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં મનીષા મુખ્ય આરોપી છે.  

મનીષા ગોસ્વામી સહિત નવ આરોપી સામે હનીટ્રેપનો ગુનો નોંધાયો હતો. મનીષા ગોસ્વામી સામે અગાઉ પણ અમદાવાદમાં નરોડા પોલીસ સ્ટેશનમાં હનીટ્રેપનો ગુનો દાખલ થયેલો છે. જયંંતિ ભાનુશાલી હત્યા કેસની આરોપી મનીષા ગોસ્વામી, ધારાશાસ્ત્રી સહિત ૯ ઈસમો સામે દિલીપને મરવા માટે મજબૂર કરવા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરાયો હતો. તે સિવાય ૪ કરોડ રૂપિયા લેવા માટે આયોજન પૂર્વક કારસો ઘડાયાનો ઘટસ્ફોટ થયો હતો. મનીષા ગોસ્વામી જેલમાં એન્ડ્રોઇડ ફોન યુઝ કરે છે. અને આ હની ટ્રેપ કાંડમાં એ તમામ આરોપી સાથે વોટ્સઅપ માધ્યમથી વાતો કરતી હતી.

કચ્છમાં એક યુવકને હનીટ્રેપમાં ફસાવીને આત્મહત્યા કરવા મજબૂર કર્યાના આરોપ સાથે આહીર સમાજે રેલી યોજી જિલ્લા પોલીસ વડા અને કલેક્ટરને આવેદન પાઠવ્યુ હતું. આહીર સમાજે આરોપ લગાવ્યો હતો કે કચ્છમાં સુખી સંપન્ન પરિવારના યુવાનોને ટાર્ગેટ કરવા હનીટ્રેપ જેવા ઓર્ગેનાઈઝ ક્રાઈમનો ધંધો ચાલી રહ્યો છે. શુક્રવારે વહેલી સવારે ભૂજના ખાનગી હાઈલેન્ડ રિસોર્ટમાં હનીટ્રેપનો મામલો બન્યો હતો.  આ કાંડના કારણે સમાજના દિલીપ આહીર નામના યુવાને ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું.. આ કાંડને લઇને આજે આહીર સમાજના લોકો એકઠા થયા અને માધાપરથી ભૂજ સુધી રેલી યોજી પ્રશાસનને આવેદન પાઠવ્યુ હતુ.

Gandhinagar: પીઆઇ પાસેથી દારુની બૉટલ મળી આવતા કેસ દાખલ, કરાઇ પોલીસ તાલીમ કેન્દ્રમાં ઘટી ઘટના

Gandhinagar: ગુજરાત પોલીસ એકેડેમીમાંથી દારુ પકડાયાની ફરિયાદ દાખલ થઇ છે. ગાંધીનગરમાં આવેલા કરાઈ પોલીસ તાલીમ કેન્દ્રમાંથી પકડાયો દારૂ હોવાની વાત સામે આવતા જ તપાસનો દોર શરૂ થઇ ગયો છે, અને આ મામલે એક પીએસઆઇ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. માહિતી છે કે, ગુજરાત પોલીસ તાલીમ કેન્દ્ર કરાઇ ખાતેથી તાલીમ મેળવી રહેલા પીઆઈ પાસેથી દારૂની બૉટલ મળી આવી હતી. આ દારુની બૉટલ પીઆઇની બેરેકમાંથી આવ્યા બાદ ડભોડા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. દારુ જેની બેરેકમાંથી મળી આવી તે તાલીમાર્થી પીઆઇનું નામ નિરંજન ચૌધરી છે, અને મૂળ બનાસકાંઠાનો વતની છે. 

ગાંધીનગરમાં કરાઈ એકેડમીમાં તાલીમાર્થી PIના રૂમમાંથી મળી દારૂની બોટલ, DGPને કરવામાં આવી જાણ અને ....

ગાંધીનગર:  ગુજરાત પોલીસ અકાદમી કરાઇ ખાતે અલગ-અલગ સંવર્ગના પોલીસ અધિકારીઓની તાલીમ ચાલુ છે. આ તાલીમ લઇ રહેલ તાલીમાર્થીઓની રહેવાની બેરેકોમાં રૂટીંગ પ્રક્રિયાના ભાગરૂપે સમયાંતરે કરાઇ પોલીસ અધિકારી દ્વારા સ્વચ્છતા અને શિસ્ત રાખવા બાબતે ચેકીંગ કરવામાં આવે છે. આજરોજ ચેકીંગ દરમિયાન બેરેકની એક રૂમમાંથી વિદેશી દારૂની એક બોટલ મળી આવી હતી.  જે કોઇ તાલીમ લઇ રહેલ તાલીમાર્થીની હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે પોલીસ અકાદમી કરાઇના ઉપરી અધિકારીને જાણ કરવામાં આવી હતી. હાલમાં તાલીમ વિભાગનો વધારાનો ચાર્જ પણ પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય પાસે હોવાથી આ સમગ્ર મામલાની જાણ DGPને કરવામાં આવી હતી. DGP વિકાસ સહાયે  તાત્કાલિક સંબંધિત કરાઇ ખાતેના તાલીમી PI વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપી હતી. પોલીસ અકાદમી કરાઇ જેવા તાલીમ કેન્દ્રમાંથી ખુદ પોલીસ અધિકારી પાસેથી દારૂ પકડાય તે બાબતને DGPએ ખુબ જ ગંભીરતાથી લઇ તાત્કાલિક ફરીયાદ દાખલ કરવા સુચના આપતાં ડભોડા પોલીસ સ્ટેશન દ્વારા સંબંધિત તાલીમાર્થી પી.આઇ  વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ફરીયાદ દાખલ કરી ધરપકડ સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
ભાજપની સરકારે આ રાજ્યમાં ખેડૂતોને આપી બમ્પર ગિફ્ટ, જમીનના ભાવમાં કર્યો વધારો, જાણો નવો ભાવ
ભાજપની સરકારે આ રાજ્યમાં ખેડૂતોને આપી બમ્પર ગિફ્ટ, જમીનના ભાવમાં કર્યો વધારો, જાણો નવો ભાવ
'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Bull Issue : દ્વારકામાં બાઈક પર જઈ રહેલા યુવકો પર પડ્યા આખલા, જુઓ LIVE VIDEOAnand Raval Samaj Protest : આણંદમાં  સ્મશાનમાં ખોદકામ સામે રાવળ સમાજે નોંધાવ્યો વિરોધAhmedabad Police : અમદાવાદમાં પોલીસે ગુંડાઓનું જાહેરમાં સરઘસ , લુખ્ખાઓએ હાથ જોડી માંગી માફીBhavnagar Lion Threat : ભાવનગરના સોસિયા ગામમાં સિંહના આંટાફેરાથી લોકોમાં ફફડાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
ભાજપની સરકારે આ રાજ્યમાં ખેડૂતોને આપી બમ્પર ગિફ્ટ, જમીનના ભાવમાં કર્યો વધારો, જાણો નવો ભાવ
ભાજપની સરકારે આ રાજ્યમાં ખેડૂતોને આપી બમ્પર ગિફ્ટ, જમીનના ભાવમાં કર્યો વધારો, જાણો નવો ભાવ
'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
Champions Trophy 2025: ભારત-પાકિસ્તાન મેચની નવી તારીખ સામે આવી, સ્થળ હજુ નક્કી નથી!
Champions Trophy 2025: ભારત-પાકિસ્તાન મેચની નવી તારીખ સામે આવી, સ્થળ હજુ નક્કી નથી!
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
Embed widget