શોધખોળ કરો

આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ વરસશે, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?

ગુજરાતમાં મેઘરાજાએ તાંડવ મચાવ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ છે. એવામાં હવામાન વિભાગે  આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ વરસશે.

ગાંધીનગર:  ગુજરાતમાં મેઘરાજાએ તાંડવ મચાવ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ છે. એવામાં હવામાન વિભાગે  આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ વરસશે. હવામાન વિભાગના અનુસાર 15 જુલાઈ બાદ વરસાદથી આંશિક રાહત મળશે.  ત્યાં સુધી તો મેઘરાજા ધમરોળશે. આવતીકાલે અમદાવાદ, સુરત, વલસાડ, ડાંગ, તાપી, નવસારી, ભરૂચ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, વડોદરા આણંદમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. 13 જુલાઈના રોજ ડાંગ, સુરત, નવસારી, વલસાડ, અમરેલી, ગીરસોમનાથ, જૂનાગઢમાં પણ ભારે વરસાદ પડી શકે છે.  14 જુલાઈએ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, વલસાડ, સુરતમાં ભારે વરસાદ પડી શકે છે.

રાજ્યના 16 જિલ્લાના પંચાયત હસ્તકના 382 રસ્તા બંધ

રાજ્યમાં છેલ્લા બે દિવસથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  ભારે વરસાદના કારણે રાજ્યના 16 જિલ્લાના પંચાયત હસ્તકના 382 રસ્તા બંધ છે. સૌથી વધુ રસ્તાઓ વલસાડ જિલ્લામાં બંધ થયા છે.  વલસાડમાં 92, નવસારીમાં 88, તાપી જિલ્લામાં 57 રસ્તાઓ બંધ થયા છે.  36 સ્ટેટ હાઈવે અને કચ્છને જોડતો 1 નેશનલ હાઈવે પણ પાણી ફરી વળતા બંધ થયો છે.  ભારે પવન સાથે વરસાદ વરસતા 171 ગામમાં વીજળી ગુલ થઈ ગઈ છે. છોટાઉદેપુર જિલ્લામાં વીજપોલ ધરાશાયી થતા સબ સ્ટેશનોમાં પાણી ભરાતા, 145 ગામમાં વીજળી ગુલ થઈ છે.  

રાજ્યના 12 તાલુકાઓમાં 8 ઇંચથી વધુ વરસાદ

રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં સરેરાશ 36 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. છોટા ઉદેપુરના બોડેલીમાં સૌથી વધુ 22 ઇંચ વરસાદ તથા રાજ્યના 12 તાલુકાઓમાં 8 ઇંચથી વધુ વરસાદ સહિત રાજ્યના 69 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ 11 જુલાઇ 2022ના રોજ સવારે 6 કલાકે પુરા થતાં 24 કલાક દરમિયાન કચ્છ ઝોનમાં સૌથી વધુ 65.45 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 41.79 ટકા, સૌરાષ્ટ્રમાં 39.43 ટકા, પૂર્વ ગુજરાતમાં 30.07 ટકા અને ઉત્તર ગુજરાતમાં 20.44 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે. 

ટોપ સ્ટોરી

ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
નવરાત્રિમાં અમદાવાદીઓને મોટી રાહત! મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી, BRTS પણ મોડે સુધી દોડશે
નવરાત્રિમાં અમદાવાદીઓને મોટી રાહત! મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી, BRTS પણ મોડે સુધી દોડશે
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
Embed widget