ડાકોરની વર્ષે જૂની પરંપરા તૂટી, સેવકે પટાવાળાને ધક્કો મારી ઠાકોરજીના સિંહાસન પર 7 મહિલાને લઈ જઈ.....
ડાકોર મંદિર ટ્રસ્ટ તરફથી પોલીસને કરવામાં આવેલ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, પરેશભાઈ રમેશચંદ્ર સેવકે આજે સવારના સમયે 7 મહિલા સાથે રાજા રણછોડના નિજ મંદિરમાં પ્રવેશ કર્યો હતો.
ડાકોરની વર્ષો જૂની પરંપરા તૂટી છે. ડાકોરના ઈતિહાસમાં પહેલીવાર આવુ બન્યું છે કે, એક સેવકે 7 મહિલાઓ સાથે રણછોડના નિજ મંદિરમાં પ્રવેશ કર્યો. આ સેવકે મંદિર નિતિ નિયમો વિરુદ્ધ જઇ મહિલાઓને ઠાકોરજીના ચરણ સ્પર્શ કરાવ્યા. અને આ સેવકની તસવીર સામે આવતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. કલેકટરના જાહેરનામા ભંગ કરી મહિલાઓને ડાકોરના રણછોડરાયજી મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરાવ્યો. વાયરલ થયેલા આ વીડિયોમાં સ્પષ્ટપણે એક પછી એક સાતથી વધુ મહિલાઓ ડાકોર મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશીને દર્શન કરતી જોવા મળી રહી છે. જો કે હાજર મંદિર કર્મચારીએ ગેરકાયદેસર ઘૂસતી મહિલાઓને રોકવા પ્રયત્ન કરતા બોલાચાલી થઈ. પરંતુ સેવક પૂજારીએ ફરજ ઉપરના મંદિર કર્મચારીને ધક્કો ચઢાવતા પોલીસને ફરિયાદ કરાઈ. મંદિરમાં મહિલાઓને નિયમ વિરૂદ્ધ મંદિર પ્રવેશ કરાવતા શ્રધ્ધાળુઓમાં રોષ છે.
મળતી માહિતી મુજબ સવારના સમયે નિજ મંદિરમાં પ્રવેશી રહેલા સેવકને નોકરી પર હાજર પટાવાળાએ રોકવાનો પ્રયાસ કર્યો પણ સેવકે તેને ધક્કો મારીને મહાલિઓને મંદિરમાં પ્રવેશ કરાવ્યો તેમ જ ભગવાનના ચરણ સ્પર્ષ કરતાં સમગ્ર મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે.
ડાકોર મંદિર ટ્રસ્ટ તરફથી પોલીસને કરવામાં આવેલ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, પરેશભાઈ રમેશચંદ્ર સેવકે આજે સવારના સમયે 7 મહિલા સાથે રાજા રણછોડના નિજ મંદિરમાં પ્રવેશ કર્યો હતો. એટલું જ નહીં સેવકે મંદિરના નીતિ-નિયમો વિરૂદ્ધ જઈ 7 મહિલાઓને ઠાકરોજીનાં ચરણ સ્પર્શ કરાવ્યા હતા. આમ સેવકે મંદિરના નીતિ-નિયમ અને પરંપરાના સેવકે ધજાગરા ઉડાળ્યા છે. આ મામલે અરજી મળ્યા બાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ મામલે જેમના કારણે વિવાદ ઉભો થયો છે તેવા પરેશભાઈ સેવકે કહ્યું કે, આજે અમારા પરિવારનો સેવાન વારો હતો. મારો વારો હોય ત્યારે હું મારા પરિવારના કોઈપણ સભ્યને દર્શન માટે લઈ જઈ શકું છું. મારા વારાદારીઓ કે સેવકોને કંઈ પૂછાનું હોતું નથી. અમે અમારા પરિવારના સભ્યોને નિજ મંદિરમાં લઈ જઈ શકીએ છે અને મંદિરમાં જેમને હું લઈ ગયો હતો તે મારા પત્ની અને મારા ભાભી સહિતના પરિવારના સભ્યો હતા.
આ મામલે પોલીસે કહ્યું કે, નિજ મંદિરમાં મહિલાઓને પ્રવેશ છે કે નહીં તે મંદિરનો વિષય છે. અમને અરજી મળી છે તેમાં કોરોના ગાઈડલાઈન ભંગનો ઉલ્લેખ છે. હાલમાં જવા લેવાની કાર્યવાહી ચાલુ છે. આગળ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.