શોધખોળ કરો

રૂપાણી સરકારે રાજ્યના આ મોટા શહેરની આસપાસનાં 27 ગામોને કોર્પોરેશનની હદમાં સમાવતાં અમદાવાદને આપશે ટક્કર

વડોદરા કોર્પોરેશનમાં આસપાસના ભાયલી,સેવાસી,બીલ,કરોડીયા, ઉડેરા,વેમાલી અને વડદલા એ સાત ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અમદાવાદઃ ગુજરાતની વિજય રૂપાણી સરકારે એક મોટો નિર્ણય લઈને રાજ્યની છ મહાનગરપાલિકાનો વિસ્તાર વધાર્યો છે. રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ સહિત ગુજરાતની 6 મહાનગરપાલિકાની આસપાસના ગામ અને નગરપાલિકાઓના વિસ્તારને મહાનગરપાલિકામાં સમાવી હદ વિસ્તારવામાં આવી છે. સરકાર દ્વારા અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગર મહાનગરપાલિકાઓની હદ વધારવામાં આવી છે. આ પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં બોપલ, ઘુમા નગરપાલિકાના વિસ્તાર ઉપરાંત નાના ચિલોડા, નરોડા શહેર, કઠવાડા, સનાથલ, વિસલપુર, અસલાલી, રણાસણનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગાંધીનગર કોર્પોરેશનમાં પેથાપુર નગરપાલિકા, કુડાસણ, રાયસણ, રાંડેસણ, સરગાસણ, કોબા, વાસણા, હડમતિયા, વાવોલ, કોલાવાડા, પોર, અંબાપુર, આમિયાપુર, ભાટ, સુઘડ, જુંડાલ, ખોરજ, કોટેશ્વર, નાભોઈ, રાંધેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે. વડોદરા કોર્પોરેશનમાં આસપાસના ભાયલી,સેવાસી,બીલ,કરોડીયા, ઉડેરા,વેમાલી અને વડદલા એ સાત ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સુરત કોર્પોરેશનમાં કુલ 27 ગામોનો સમાવેશ કરાયો છે. સુરત મહાનગરપાલિકામાં સચિન અને કનસાડ નગરપાલિકા ઉપરાંત સેગવા, સ્યાડલા, વાસવરી, ગોથણ, ઉમરા, ભારખાના કોસદ, પારડી ખંડે, તાલનપોર, પાલી, ઉંબેર, ખાંડી ફળિયા, ભાઠા, ઈચ્છાપોર, ભેંસાણ ગ્રામપંચાયતના 5 વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સુરત મહાનગરાપાલિકામાં એક સાથે 27 ગામોનો સમાવેશ કરાયો છે તેથી તેનો વિસ્તાર બહુ મોટો થઈ જશે. હવે વિસ્તારની રીતે સુરત અમદાવાદને ટક્કર આપશે. રાજકોટ કોર્પોરેશન વિસ્તારની નજીક આવેલા માધાપર, મુંજકા, મોટામૌવા, ઘંટેશ્વરનો મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે ભાવનગર મહાનગરપાલિકામાં અધેવાડા ગામનો સમાવેશ કરવામા આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ

આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 

Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 

આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત

Embed widget