શોધખોળ કરો

Panchmahal: મતદાનના થોડા કલાકોમાં પહેલાં જ પોલીસે ઝડપી પાડ્યો લાખો રુપિયાનો દારુ

પંચમહાલ: ગુજરાતમાં હાલ ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. આવતીકાલે પ્રથમ તબક્કાનું મતદાન છે. એવામાં આજની રાત અતિ મહત્વની માનવામાં આવે છે. એવામાં શહેરા પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતા ચકચાર મચી ગઈ છે.

પંચમહાલ: ગુજરાતમાં હાલ ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. આવતીકાલે પ્રથમ તબક્કાનું મતદાન છે. એવામાં આજની રાત અતિ મહત્વની માનવામાં આવે છે. એવામાં શહેરા પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતા ચકચાર મચી ગઈ છે. શહેરા તાલુકાના નાંદરવા ગામેથી ચુંટણી ટાણે વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. પશુઓના તબેલામાં ઘાસ નીચે બનાવેલા ચોર ખાનામાં દારૂનો જથ્થો છુપાવી રાખેલ હતો. પોલીસે 400 પેટી વિદેશી દારૂનાં જથ્થા સહિત 23 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લઇ કાર્યવાહી હાથ ધરી છે. ચુંટણી ટાણે જ શહેરા પોલીસની મોટી કાર્યવાહીથી સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે.

આવતીકાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન

આવતીકાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠક પર સવારે આઠથી સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન થશે. ભાજપ-કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત 788 ઉમેદવારોનું ભાવિ થશે EVMમાં કેદ થશે. મતદાનને લઇને ચૂંટણી પંચે તૈયારીઓને આખરી ઓપ આપ્યો હતો. 25 હજાર 430થી વધુ મતદાન મથક પર 2 કરોડ 39 લાખથી વધુ લોકો મતાધિકારીઓ ઉપયોગ કરશે.

આવતીકાલે 10 મંત્રી સહિત અનેક મહારથીઓનું ભાવિ EVMમાં કેદ થશે. સૌરાષ્ટ્ર-કચ્છની 54 અને દક્ષિણ ગુજરાતની 35 બેઠક પરથી અનેક દિગ્ગજો મેદાને છે. સરકારમાં પૂર્વ મંત્રી પરસોત્તમ સોલંકી, છ વખત ધારાસભ્ય રહી ચૂકેલા કુંવરજી બાવળિયા, મોરબીમાં પુલ દુર્ઘટનામાં બચાવકાર્ય કરીને ચર્ચામાં આવેલા કાંતિલાલ અમૃતિયા, ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા, તો, ગોંડલથી ગીતા બા જાડેજાના ભાવિ ઇવીએમમાં કેદ થશે. તે સિવાય AAPના મુખ્યમંત્રી પદના ચહેરા ઈસુદાન ગઢવી, AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા, તેમજ AAP નેતા અલ્પેશ કથિરિયાના ભાવિ પણ આવતીકાલે નક્કી થશે.

અમદાવાદઃ આવતીકાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. એક તરફ સૌરાષ્ટ્ર , કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પહેલા તબક્કાનું મતદાન ચાલી રહ્યું હશે તો બીજી તરફ વડાપ્રધાન મોદી અમદાવાદમાં મેગા રોડ શો કરશે. પીએમ મોદી અમદાવાદની 16 બેઠક પર રોડ શૉ યોજશે.

એરપોર્ટ પર આગમન બાદ પીએમ મોદીનો રોડ શૉ શરૂ થશે. અલગ અલગ વિસ્તારમાં ફર્યા બાદ રોડ શૉ ચાંદખેડામાં પૂર્ણ થશે. મોદીના રોડ શૉને લઈને ભાજપના નેતાઓ તડામાર તૈયારી કરી રહ્યાં છે. રોડ શો મારફતે વડાપ્રધાન 16 બેઠક પર પ્રચાર કરશે. ભાજપના કાર્યકર્તાઓને તૈયારીઓ માટે સૂચના આપી દેવામાં આવી છે. 30 થી વધુ સ્થળોનો રોડ શોનો મેપ તૈયાર કરવામાં આવ્યો છે.

અમદાવાદમાં વડાપ્રધાન મોદીના રોડ શોને લઇને નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે. પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. જાહેર જનતાની સલામતીને ધ્યાને લઈ અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં 'નો ડ્રોન ફ્લાય ઝોન' જાહેર કરાયા હતા. દરમિયાનમાં રિમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન, કવાડ કોપ્ટર, પાવર્ડ એરક્રાફટ તેમજ માનવ સંચાલિત માઇક્રો લાઈટ એરક્રાફ્ટ, હેંગ ગ્લાઈડર/પેરા ગ્લાઈડર, પેરા મોટર તેમજ હોટ એર બલૂન તથા જમ્પિંગ ચલાવવાની/કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનારને ભારતના ફોજદારી અધિનિયમ સને -૧૮૬૦ની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય
મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય
નોકરી જ નોકરી! 2027 સુધીમાં આ ક્ષેત્રમાં 120000000 લોકોને નોકરી મળશે, આવી રહ્યો છે રોજગારીનો સુવર્ણ યુગ
2027 સુધીમાં આ ક્ષેત્રમાં 120000000 લોકોને નોકરી મળશે, આવી રહ્યો છે રોજગારીનો સુવર્ણ યુગ
નવા વર્ષની શરૂઆત IPOની ધમાલ સાથે: 4 નવા IPO અને 6 લિસ્ટિંગ, જાણો gmp અને પ્રાઈસ બેન્ડ
નવા વર્ષની શરૂઆત IPOની ધમાલ સાથે: 4 નવા IPO અને 6 લિસ્ટિંગ, જાણો gmp અને પ્રાઈસ બેન્ડ
પક્ષી, લેન્ડિંગ બાદ  રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ,  આ કારણે પ્લેન  થયું ક્રેશ, જુઓ વીડિયો
પક્ષી, લેન્ડિંગ બાદ રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ, આ કારણે પ્લેન થયું ક્રેશ, જુઓ વીડિયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ધ્યેય સત્તાનો કે સેવાનો?Hun To Bolish : હું તો બોલીશ : ICUમાં આરોગ્ય કેન્દ્રJetpur Pipeline Project: જેતપુર પાઇપલાઇન પ્રોજેક્ટને લઈ પોરબંદરમાં જોરદાર આક્રોશRetired Brigadier Nirav Raizada: ગુજરાતને ગૌરવ અપાવનાર નિવૃત્ત બ્રિગેડિયર રાયજાદાનું કેશોદમાં ભવ્ય સ્વાગત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય
મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય
નોકરી જ નોકરી! 2027 સુધીમાં આ ક્ષેત્રમાં 120000000 લોકોને નોકરી મળશે, આવી રહ્યો છે રોજગારીનો સુવર્ણ યુગ
2027 સુધીમાં આ ક્ષેત્રમાં 120000000 લોકોને નોકરી મળશે, આવી રહ્યો છે રોજગારીનો સુવર્ણ યુગ
નવા વર્ષની શરૂઆત IPOની ધમાલ સાથે: 4 નવા IPO અને 6 લિસ્ટિંગ, જાણો gmp અને પ્રાઈસ બેન્ડ
નવા વર્ષની શરૂઆત IPOની ધમાલ સાથે: 4 નવા IPO અને 6 લિસ્ટિંગ, જાણો gmp અને પ્રાઈસ બેન્ડ
પક્ષી, લેન્ડિંગ બાદ  રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ,  આ કારણે પ્લેન  થયું ક્રેશ, જુઓ વીડિયો
પક્ષી, લેન્ડિંગ બાદ રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ, આ કારણે પ્લેન થયું ક્રેશ, જુઓ વીડિયો
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા
Mann Ki Baat: સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Mann Ki Baat:સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Health Tips: 14 દિવસ ખાંડ ખાવાનું છોડી દેશો તો શું થશે, શરીરમાં જોવા મળશે કેવા ફેરફાર?
Health Tips: 14 દિવસ ખાંડ ખાવાનું છોડી દેશો તો શું થશે, શરીરમાં જોવા મળશે કેવા ફેરફાર?
Embed widget