શોધખોળ કરો
Advertisement
રાજ્યની 8 બેઠકોની પેટાચૂંટણીને લઈ દીવ, દમણમાં દારૂબંધી, જાણો કેટલા દિવસ વાઈન શોપ રહેશે બંધ
રાજ્યમાં આવતીકાલે યોજાઈ રહેલી પેટાચૂંટણીને લઈને ગુજરાતને અડીને આવેલા સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં આજે સાંજ 6 વાગ્યાથી બિયર બાર અને વાઈન શોપને બંધ કરી દેવામાં આવ્યા છે.
રાજ્યમાં આવતીકાલે યોજાઈ રહેલી પેટાચૂંટણીને લઈને ગુજરાતને અડીને આવેલા સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં આજે સાંજ 6 વાગ્યાથી બિયર બાર અને વાઈન શોપને બંધ કરી દેવામાં આવ્યા છે. સંઘ પ્રદેશના પ્રશાસન અને પ્રદેશના એક્સાઈઝ વિભાગે ત્રણ દિવસ સુધી દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે.
આજે સાંજે 6 વાગ્યાથી 3 નવેમ્બરના સાંજે 6 વાગ્યા સુધી સંઘપ્રદેશમાં બિયર બાર અને વાઈન શોપ બંધ રહેશે. વલસાડ જિલ્લાના કપરાડા બેઠક પર અમરેલીની ધારી બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. કપરાડાથી દાદરાનગર હવેલી માત્ર 40 કિમી દૂર છે. .જ્યારે કપરાડાથી દમણ 54 કિમી જ દૂર છે. અમરેલી જિલ્લાની ધારી બેઠક પરથી દીવનું અંતર 90 કિમી જ છે.
પેટાચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે સંઘપ્રદેશમાં આજ સાંજથી દારૂના વેચાણ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. આવતીકાલે મતદાન છે, જ્યારે 10 નવેમ્બરના રોજ પરિણામ જાહેર થશે.
ગુજરાતમાં કેમ યોજાઈ રહી છે પેટા ચૂંટણી
કોંગ્રેસમાં મોટાપાયે તોડફોડ થતાં માર્ચમાં 5 અને તે પછી ત્રણ ધારાસભ્યો મળીને કોંગ્રેસના કુલ 8 ધારાસભ્યોએ રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજીનામા આપ્યા હતા. જેના પગલે આ બેઠકો ખાલી પડતાં પેટા ચૂંટણી યોજાઈ રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement