શોધખોળ કરો

Panchmahal:  સામાન્ય બાબતમાં જ યુવકની  હત્યા કરી દેવાઈ, મહિલા સહિત 4 આરોપીની  ધરપકડ

પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો  થયો છે કે સામાન્ય બાબતમાં જ યુવકની  હત્યા કરી દેવાઈ હતી. પોલીસે આ હત્યા કેસમાં એક મહિલા સહિત 4 આરોપીની  ધરપકડ કરી છે. 

પંચમહાલ: પંચમહાલના હાલોલ તાલુકાના કંજરી ગામેથી પાંચ દિવસ પહેલાં એક ખેતરમાંથી અજાણ્યા યુવકની લાશ  મળી આવી હતી.  પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો  થયો છે કે સામાન્ય બાબતમાં જ યુવકની  હત્યા કરી દેવાઈ હતી. પોલીસે આ હત્યા કેસમાં એક મહિલા સહિત 4 આરોપીની  ધરપકડ કરી છે. 

અજાણ્યો યુવક ખેતરમાંથી દાંતરડું અને કુહાડી લઈને ભાગ્યો હતો.  જેને જોઈ જતાં મહિલા સહિત ચારેય આરોપીએ પહેલાં તો તેને પકડી દોરીથી હાથ બાંધી દીધા હતા.   બાદમાં ઢોર મારતા તેનું મોત થયું હતું.  અજાણ્યા યુવકની હત્યાના ચાર દિવસ બાદ લાશ મળી આવી હતી.  આ કારણોસર એ સમયે લાશ કોહવાઈ ગઈ હતી. હાલ તો પોલીસે મૃત્યુ પામનાર  અજાણ્યા યુવકની ઓળખ માટે તપાસ શરૂ કરી છે.

હાલોલ તાલુકાના કંજરી ગામની સીમમાં આવેલ દિવેલાના ખેતરમાંથી અંદાજે પાંચ  દિવસ પૂર્વે હત્યા થયેલી હાલતમાં 40 વર્ષીય યુવાનની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.  આ બનાવ અંગેની જાણ હાલોલ ગ્રામ્ય પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.  હત્યા થયેલી  લાશ મળી આવતા નાયબ પોલીસ અધિક્ષક હાલોલ અને ટીમ ઘટના સ્થળે પોહચી હતી.પોલીસે અજાણ્યા ઈસમ સામે હત્યાનો ગુનો નોંધી મૃતકની ઓળખ છતી કરવા તેમજ હત્યારાને ઝડપી પાડવાના પ્રયાસો હાથ ધર્યા હતા. 

Navsari: યુવકની હત્યાથી ચકચાર, પરિવારે મૃતદેહ સ્વીકાર ન કરતા પોલીસ દોડતી થઈ, બે આરોપી ઝડપાયા

નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં વિનય પટેલ નામના યુવકની હત્યાના પ્રકરણે સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. આ કારણે જિલ્લાની પોલીસ દોડતી થઈ છે.  પરિવાર દ્વારા મૃતદેહ સ્વીકારવાની ના પડાતા જિલ્લા પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં બે આરોપીને રાઉન્ડ કરવામાં આવ્યા છે. 

નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં ગતરાત્રિ  દરમિયાન વિનય પટેલ નામના યુવકની 3 ઈસમો દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી.  હત્યા બાદ ગામમાં ભારે રોષ જોવા મળ્યો હતો.  રાત્રિ સમયે પોલીસે પરિસ્થિતિને કાબુમાં લેવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને મૃતદેહને ચીખલી રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. 

આજે સવારે પોસ્ટમોર્ટમ કર્યા બાદ પરિવારજનો દ્વારા મૃતદેહનો સ્વીકાર ન કરાતા પોલીસ દોડતી થઈ હતી. સમગ્ર પ્રકરણમાં જ્યાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી પરિવારના લોકો મૃતદેહ સ્વીકારવાની ના પાડી હતી.  સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા વિવિધ ટીમોની રચના કરવામાં આવી હતી.  જેમાં નવસારી એલસીબી પોલીસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.  જેમાં પોલીસે હત્યામાં સંડોવાયેલા બે આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. 

સમગ્ર ઘટનાને લઈને ત્રીજા આરોપીને પણ પોલીસ ગણતરીની કલાકોમાં દબોચી લેવામાં આવશે.  હાલ પરિવારે આ મૃતદેહ સ્વીકાર્યો નથી પરંતુ સાંજ સુધી તમામ આરોપીઓને રાઉન્ડ અપ કરવાની કાર્યવાહી પૂર્ણ કરાશે. આ ઘટનાને લઈને ગણદેવી અને ચીખલીના ધારાસભ્ય દ્વારા પણ પરિવારની મુલાકાત લઇ અને સાંત્વના આપવામાં આવી છે. આરોપીઓ પર કડક કાર્યવાહી કરવાની એમણે ખાતરી અપાવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget