શોધખોળ કરો
જૂનાગઢઃ યુવકે પત્નિ સાથે શારીરિક સંબંધનો ઉતાર્યો વીડિયો, મિત્રોએ આ વીડિયો ફોનમાં કરી લીધો ટ્રાન્સફ ને પછી........
માંગરોળમાં રહેતા યુવકે મોબાઇલમાં પત્ની સાથે અંગતપળોનો વીડિયો બનાવ્યો હતો. ત્રણ મહિના પહેલા તેના મિત્રે મોબાઇલમાં એપ્લિકેશન નાંખવાના બહાને ઝેન્ડરથી આ વીડિયો મેળવી લીધો હતો.
જુનાગઢઃ માંગરોળના કપલને મોબાઇલમાં અંગતપળોનો વીડિયો ઉતારવો ભારે પડી ગયો છે. યુવકના મોબાઇલમાંથી મિત્રે આ અંગતપળોનો વીડિયો મેળવી લઈને યુવકને બ્લેકમેલ કરવાનો શરૂ કર્યો હતો. તેમજ યુવકને અંગતપળોનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જોકે, યુગલે પોલીસનું શરણ લેતા પોલીસે છટકું ગોઠવી બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માંગરોળમાં ટોક ઓફ ધ ટાઉન બનેલા આ કિસ્સાની વિગતો પ્રમાણે, માંગરોળમાં રહેતા યુવકે મોબાઇલમાં પત્ની સાથે અંગતપળોનો વીડિયો બનાવ્યો હતો. ત્રણ મહિના પહેલા તેના મિત્રે મોબાઇલમાં એપ્લિકેશન નાંખવાના બહાને ઝેન્ડરથી આ વીડિયો મેળવી લીધો હતો.
આ પછી યુવકને વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી બ્લેકમેલ કરવાનું શરૂ કરી દીધું હતું. તેમજ વીડિયો ડિલિટ કરવા માટે 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી. અંતે પતિ-પત્ની પોલીસ પાસે પહોંચતા પોલીસે છટકું ગોઠવી બ્લેકમેલ કરનાર બંને ભાઈઓની ધરપકડ કરી લીધી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement