શોધખોળ કરો

Weather Forecast:રાજ્યમાં 2 દિવસ માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં વરસશે કમોસમી વરસાદ 

Weather Forecast: હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા 2 દિવસ અલગ અલગ જિલ્લામાં માવઠાની આગાહી કરી હતી

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રાજ્યમાં બે દિવસ માવઠાની આગાહી, અમરેલી, ભાવનગર, તાપી, ડાંગમાં વરસાદ.
  • અમદાવાદમાં આગામી ત્રણ દિવસ 42 ડિગ્રી સુધી તાપમાન રહેવાની સંભાવના.
  • ઉત્તર ભારતના રાજ્યોમાં ગરમીનો કહેર, દિલ્હી, રાજસ્થાન, યુપીમાં હીટવેવ એલર્ટ.
  • પ્રયાગરાજ, વારાણસીમાં 44.6 ડિગ્રી, કોટામાં 42.1 ડિગ્રી તાપમાન નોંધાયું.

હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા 2 દિવસ અલગ અલગ જિલ્લામાં માવઠાની આગાહી કરી હતી. આજે સૌરાષ્ટ્રના અમરેલી,ભાવનગર તો દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં માવઠાની આગાહી કરાઈ છે. સાથે જ સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં માવઠું વરસી શકે છે. આવતીકાલે અમરેલી,ભાવનગરની સાથે સુરત અને ભરૂચમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. તો આ તરફ ડાંગમાં મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાતે ધોધમાર વરસાદ વરસ્યો હતો. સાપુતારા અને તેના તળેટીના વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. 

કાળઝાળ ગરમીની પણ આગાહી

એક તરફ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે તો બીજી તરફ કાળઝાળ ગરમીની પણ આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આગ ઝરતી ગરમી પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. અમદાવાદમાં આગામી 3 દિવસ ગરમીનો પારો 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે. હવામાન નિષ્ણાંતોના મુજબ આ સપ્તાહના અંત સુધીમાં અમદાવાદનું તાપમાન 43 ડિગ્રીએ પહોંચવાની સંભાવના છે. રવિવારે અમદાવાદ શહેરનું તાપમાન 40 ડિગ્રી નોંધાયું હતું. બપોરના સમયે આકરા તાપના કારણે શહેરના રોડ રસ્તાઓ સૂમસામ બન્યા હતા. લોકો આગ વરસાવતી ગરમીથી બચવા બપોરના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. તો આ તરફ 41 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. 

ઉત્તર ભારતના રાજ્યોમાં ગરમીનો કહેર

દિલ્હી સહિતના ઉત્તર ભારતના રાજ્યોમાં ગરમીનો કહેર જોવા મળ્યો છે. હવામાન વિભાગે છ રાજ્યોમાં પ્રચંડ ગરમીની આગાહી કરી છે. જેમાં રાજસ્થાન,
દિલ્હી, યૂપી, પંજાબમાં હીટવેવનું એલર્ટ અપાયું છે. આ રાજ્યોમાં ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. રવિવારે યૂપીના પ્રયાગરાજ અને વારાણસીમાં ગરમીનો પારો 44.6 ડિગ્રી સુધી પહોંચી ગયો. તો રાજસ્થાનના કોટામાં સૌથી વધુ 42.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 40.1 ડિગ્રી નોંધાયું હતું. જે સરેરાશ કરતા 3.3 ડિગ્રી વધારે છે. તો હરિયાણાના ઘણા વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ રહ્યું છે. રોહતકમાં 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો આ તરફ પંજાબમાં લૂના કહેરથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પંજાબના ભટિન્ડામાં સૌથી વધુ 41.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઉત્તર ભારતના રાજ્યોમાં હજુ પણ ગરમીનું જોર વધવાની આગાહી કરાઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં કર્ણાવતી ક્લબ પાછળ દીપડાની ચર્ચા અફવા સાબિત, વન વિભાગે શ્વાન હોવાની પુષ્ટિ કરી
અમદાવાદમાં કર્ણાવતી ક્લબ પાછળ દીપડાની ચર્ચા અફવા સાબિત, વન વિભાગે શ્વાન હોવાની પુષ્ટિ કરી
રાજયભરમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી, શામળાજીથી બગદાણા ગુરુ આશ્રમ સુધી ભક્તોની ભીડ
રાજયભરમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી, શામળાજીથી બગદાણા ગુરુ આશ્રમ સુધી ભક્તોની ભીડ
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 
Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
આસામ-ગુજરાત બાદ ઓડિશામાં પૂરનો કહેર, એક લાખ લોકોનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર
આસામ-ગુજરાત બાદ ઓડિશામાં પૂરનો કહેર, એક લાખ લોકોનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
...તો આ તારીખ સુધીમાં રિપોર્ટ સોંપશે આઠમું પગાર પંચ... સંસદમાં થયો મોટો ખુલાસો
...તો આ તારીખ સુધીમાં રિપોર્ટ સોંપશે આઠમું પગાર પંચ... સંસદમાં થયો મોટો ખુલાસો
LIC Best Scheme: LICની શાનદાર યોજના, દર મહિને મળશે 7000 રૂપિયા
LIC Best Scheme: LICની શાનદાર યોજના, દર મહિને મળશે 7000 રૂપિયા
શુક્ર કરશે કન્યા રાશિમાં ગોચર, 1 ઓગસ્ટથી આ રાશિને થશે ધનલાભ, જાણો કઇ છે લકી રાશિ
શુક્ર કરશે કન્યા રાશિમાં ગોચર, 1 ઓગસ્ટથી આ રાશિને થશે ધનલાભ, જાણો કઇ છે લકી રાશિ
Embed widget