શોધખોળ કરો

Valsad: રાજ્યની આ જાણીતી સિંગરના હત્યા કેસમાં થયો મોટો ખુલાસો, શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો મૃતદેહ

આ હત્યા કેસમાં હજુ પણ ચોંકાવનારા ખુલાસાઓ થવાની શક્યતા છે. પોલીસે સિંગરના વર્તમાન અને ભૂતકાળના મિત્રોની પણ પૂછપરછ શરૂ કરી છે.

વલસાડઃ દક્ષિણ ગુજરાતની જાણીતી સિંગર વૈશાલી બલસારા હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. મળતી જાણકારી અનુસાર દક્ષિણ ગુજરાતની પ્રખ્યાત સિંગર વૈશાલી બલસારા હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. વૈશાલીનું ગળું દબાવી હત્યા કરી હોવાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પોલીસે વૈશાલીના વર્તમાન અને ભૂતકાળના મિત્રોની પણ પૂછપરછ શરૂ કરી છે. આ હત્યા કેસમાં હજુ પણ ચોંકાવનારા ખુલાસાઓ થવાની શક્યતા છે.

મહત્વનું છે કે વલસાડના પારડી તાલુકાના પાર નદી કિનારે એક કારમાં વલસાડની ગાયિકા વૈશાલી બલસારાની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. સ્થાનિક લોકોએ અજાણી કારને ઘણા સમયથી ઉભેલી જોઈને ઘટનાની જાણ પારડી પોલીસને કરી હતી. પારડી પોલીસે ચેક કરતા આ મૃતદેહ વલસાડની ગાયિકા વૈશાલી બલસારાનો હોવાનુ જાણવા મળ્યું હતું. વૈશાલીના પતિએ શનિવારે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. અગાઉ વૈશાલીના ઘરમાં દારૂની મહેફીલ પણ ઝડપાઈ હતી. 31 ડિસેમ્બરે વલસાડ પોલીસે દરોડો પાડીને દારૂની મહેફિલ માણતા વૈશાલી અને તેના મિત્રોને ઝડપી પાડ્યા હતા.

Crime News: વિધર્મી યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી, માતા અને ભાઇએ ધર્મ પરિવર્તન કરતા પિતાએ ભર્યું આ પગલું

બનાસકાંઠાઃ બનાસકાંઠામાં ડીસાના માલગઢમાં પરિવારનું ધર્મ પરિવર્તન કરાવતા પિતાના આત્મહત્યાના પ્રયાસના કેસમાં તપાસ શરૂ કરી છે. મળતી જાણકારી અનુસાર, જપુર ગવાડીના યુવક એઝાઝ શેખે રસાણા કોલેજમાં અભ્યાસ કરતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. એટલું જ નહી યુવતી, તેની માતા અને ભાઈનું ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. બાદમાં યુવકે યુવતીના ભાઈ પાસે હાઇકોર્ટેમાં પિટિશન દાખલ કરાવી ત્રણેય લોકોને અલગ રહેવા લઈ ગયો હતો.

આ મામલે પાલનપુર પૂર્વ પોલીસે મુખ્ય આરોપી એઝાઝ શેખ અને સત્તાર હાજીની અટકાયત કરી હતી. જો કે હજુ પણ 3 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. તો ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પિતાની પણ હાલત ગંભીર છે. પિતાએ યુવકને તેમની પુત્રી, પત્ની અને પુત્રને પરત મોકલી દેવા કહ્યુ હતું. પરંતુ યુવકે 25 લાખ રૂપિયાની માંગણી કરી ધમકી આપતા પિતાએ ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનમાં 5 લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાંથી બેની અટકાયત કરવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રને આજે મળશે નવા મુખ્યમંત્રી, બે ડિપ્ટી સીએમ પણ લેશે શપથ, PM રહેશે હાજર
મહારાષ્ટ્રને આજે મળશે નવા મુખ્યમંત્રી, બે ડિપ્ટી સીએમ પણ લેશે શપથ, PM રહેશે હાજર
Pushpa 2 Premiere: 'પુષ્પા 2'ના પ્રીમિયરમાં મચી નાસભાગ, એક મહિલાનું મોત, અલ્લૂ અર્જુનને જોવા બેકાબૂ થઇ ભીડ
Pushpa 2 Premiere: 'પુષ્પા 2'ના પ્રીમિયરમાં મચી નાસભાગ, એક મહિલાનું મોત, અલ્લૂ અર્જુનને જોવા બેકાબૂ થઇ ભીડ
કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના ધરપકડથી બચવા હવાતિયા, આગોતરા જામીન માટે કરી અરજી
કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના ધરપકડથી બચવા હવાતિયા, આગોતરા જામીન માટે કરી અરજી
સુરત સહિત દેશભરના હીરા ઉદ્યોગ માટે રાહતના સમાચાર, કાચા હીરાના ભાવમાં કર્યો આટલો ઘટાડો
સુરત સહિત દેશભરના હીરા ઉદ્યોગ માટે રાહતના સમાચાર, કાચા હીરાના ભાવમાં કર્યો આટલો ઘટાડો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rain In Winter: ભર શિયાળે તૂટી પડ્યો ધોધમાર વરસાદ, ખેડૂતોની ચિંતામાં ભારે વધારોBanaskantha : મહાઠગ નિરંજન શ્રીમાળી સામે નોંધાઈ ફરિયાદ, એબીપી અસ્મિતાના અહેવાલની અસરHun To Bolish : હું તો બોલીશ : ખ્યાતિકાંડમાં ફિક્સિંગ કોનું?Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષક કે ગઠિયા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રને આજે મળશે નવા મુખ્યમંત્રી, બે ડિપ્ટી સીએમ પણ લેશે શપથ, PM રહેશે હાજર
મહારાષ્ટ્રને આજે મળશે નવા મુખ્યમંત્રી, બે ડિપ્ટી સીએમ પણ લેશે શપથ, PM રહેશે હાજર
Pushpa 2 Premiere: 'પુષ્પા 2'ના પ્રીમિયરમાં મચી નાસભાગ, એક મહિલાનું મોત, અલ્લૂ અર્જુનને જોવા બેકાબૂ થઇ ભીડ
Pushpa 2 Premiere: 'પુષ્પા 2'ના પ્રીમિયરમાં મચી નાસભાગ, એક મહિલાનું મોત, અલ્લૂ અર્જુનને જોવા બેકાબૂ થઇ ભીડ
કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના ધરપકડથી બચવા હવાતિયા, આગોતરા જામીન માટે કરી અરજી
કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના ધરપકડથી બચવા હવાતિયા, આગોતરા જામીન માટે કરી અરજી
સુરત સહિત દેશભરના હીરા ઉદ્યોગ માટે રાહતના સમાચાર, કાચા હીરાના ભાવમાં કર્યો આટલો ઘટાડો
સુરત સહિત દેશભરના હીરા ઉદ્યોગ માટે રાહતના સમાચાર, કાચા હીરાના ભાવમાં કર્યો આટલો ઘટાડો
IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું
IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું
Pushpa 2: રીલિઝ થતા જ HD પ્રિન્ટમાં ઓનલાઇન લીક થઇ 'પુષ્પા 2', મેકર્સને થઇ શકે છે કરોડોનું નુકસાન
Pushpa 2: રીલિઝ થતા જ HD પ્રિન્ટમાં ઓનલાઇન લીક થઇ 'પુષ્પા 2', મેકર્સને થઇ શકે છે કરોડોનું નુકસાન
Maharashtra: આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે દેવેન્દ્ર ફડણવીસ, જાણો કેટલી સંપત્તિના માલિક છે?
Maharashtra: આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે દેવેન્દ્ર ફડણવીસ, જાણો કેટલી સંપત્તિના માલિક છે?
France: ફ્રાન્સમાં ત્રણ મહિનામાં જ પડી ગઇ મિશેલ બાર્નિયરની સરકાર, સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પાસ
France: ફ્રાન્સમાં ત્રણ મહિનામાં જ પડી ગઇ મિશેલ બાર્નિયરની સરકાર, સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પાસ
Embed widget