Controversy : 'પોલીસવાળા ઉપાડી જાય તો ચેલેન્જ કરીને કહું છું કે વાવ, થરાદની એક પણ મહિલા પર આંગળી અડાડી છે તો તમારી આંગળી કાપી નાખીશું'
પોલીસવાળા ઉપાડી જાય તો ચેલેન્જ કરીને કહું છું કે વાવ, થરાદની એક પણ મહિલા પર આંગળી અડાડી છે તો તમારી આંગળી કાપી નાખીશું. તમે કાયદો અને વ્યવસ્થા જાળવવા બંધાયેલા છો.
બનાસકાંઠાઃ વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું ફરી વિવાદિત નિવેદન સામે આવ્યું છે. થરાદ-વાવની આંગણવાડી મહિલાઓના સમર્થનમાં આવેલ ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું છે. પોલીસવાળા ઉપાડી જાય તો ચેલેન્જ કરીને કહું છું કે વાવ, થરાદની એક પણ મહિલા પર આંગળી અડાડી છે તો તમારી આંગળી કાપી નાખીશું. તમે કાયદો અને વ્યવસ્થા જાળવવા બંધાયેલા છો. ન્યાય માટે હક માંગતા ને હેરાન નહીં કરવાનાં. ગઈ કાલે યોજાયેલ આંગણવાડીના કાર્યકર્તાઓના કાર્યક્રમમાં ગેનીબેન અને થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત પહોંચ્યા હતા.
AAP: આમ આદમી પાર્ટીના નેશનલ કન્વિનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એક નિવેદન આપવું ભારે પડી શકે છે. કેજરીવાલના એ નિવેદન પછી હવે 57 નિવૃત સનદી અધિકારીઓએ ચૂંટણી પંચને રજૂઆત કરી છે કે, આમ આદમી પાર્ટીની માન્યતા પાછી ખેંચી લેવામાં આવે. પૂર્વ સનદી અધિકારીઓએ ચૂંટણી પ્રતીકો (આરક્ષણ અને ફાળવણી) ઓર્ડર, 1968 ના ઓર્ડર 16A હેઠળ આમ આદમી પાર્ટી (AAP)ની માન્યતા પાછી ખેંચી લેવા રજૂઆત કરી છે. આ 57 પૂર્વ અમલદારો અને રાજદ્વારીઓ દ્વારા લખાયેલો પત્ર ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરને મોકલવામાં આવ્યો છે.
શું હતો સમગ્ર મામલો...
57 પૂર્વ સનદી અધિકારીઓએ ચૂંટણી પંચને રજૂઆત કરતાં લખેલા પત્રમાં જણાવ્યું છે કે, 3 સપ્ટેમ્બરના રોજ રાજકોટમાં આમ આદમી પાર્ટી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં આપના નેશનલ કન્વિનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક નિવેદન આપ્યું હતું. કેજરીવાલે કહ્યું હતું કે, 'ગુજરાતના સનદી અધિકારીઓ આવનારી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી માટે કામ કરે અને ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આપની જીતને સુનિશ્ચિત કરે.'
આ સાથે અરવિંદ કેજરીવાલે, સરકારી નોકરી કરતા કર્મચારીઓ જેવા કે, પોલીસ કર્મી, હોમ ગાર્ડ, આંગણવાડી કાર્યકર્તા, એસટીના ડ્રાઈવર અને કંડક્ટર અને પોલીંગ બુથ પરના અધિકારીઓને પણ આમ આદમી પાર્ટીને મદદ કરવા માટે કહ્યું હતું.
પૂર્વ અધિકારીઓએ શું કહ્યું?
હવે અરવિંદ કેજરીવાલના આ નિવેદનને ટાંકીને જ 57 નિવૃત અધિકારીઓ અને રાજદ્વારીઓ દ્વારા ચૂંટણી પંચને પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં પૂર્વ અધિકારીઓએ કહ્યું છે કે, "આમ આદમી પાર્ટી દ્વારા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને રાજકીય રંગ આપવાનો પ્રયત્ન થયો છે તેની સાથે અમે સહમત નથી. અમે માનીયે છીએ કે, સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ સંસદમાં બનાવાયેલ કાયદાઓ અને યોજનાઓના અમલ માટે જનતાના સેવક તરીકે કામ કરે છે.''
Sabarkantha: સાબરકાંઠામાં ભાજપના કોર્પોરેટરની દાદાગીરી, AAPનો ગેરન્ટી કાર્ડ કેમ્પ કરાવ્યો બંધ
સાબરકાંઠાઃસાબરકાંઠામાં ભાજપના કોર્પોરેટરની દાદાગીરીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. મળતી જાણકારી અનુસાર, સાબરકાંઠામાં ભાજપ કોર્પોરેટર શશીકાંત સોલંકીએ દાદાગીરી કરી હતી. શશીકાંત સોલંકીએ આમ આદમી પાર્ટીનો ગેરંટી કાર્ડ કેમ્પ બંધ કરાવ્યો હતો. આમ આદમી પાર્ટીએ હિંમતનગર શહેરના વોર્ડ નંબર 5 માં આપનો ગેર્ંટી કાર્ડ બંધ કરાવ્યો હતો. શહેરના આપના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.