અમદાવાદ હાઇ વે પર જતાં વાહનો પર થયો અચાનક પથ્થરમારો, પેસેન્જર ગભરાયા, જાણો શું છે ઘટના
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇ વે પર વાહનો પર પથ્થરમારાની ઘટના બની છે. ધનતેરસની રાત્રે આણંદ ટોલટેક્સથી નડિયાદ તરફ આવતા 2 કિલોમીટર દૂર ઘટના બની હતી.
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇ વે પર વાહનો પર પથ્થરમારાની ઘટના બની છે. ધનતેરસની રાત્રે આણંદ ટોલટેક્સથી નડિયાદ તરફ આવતા 2 કિલોમીટર દૂર ઘટના બની હતી.
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇ વે પર વાહનો પર પથ્થરમારાની ઘટના બની છે. ધનતેરસની રાત્રે આણંદ ટોલટેક્સથી નડિયાદ તરફ આવતા 2 કિલોમીટર દૂર ઘટના બની હતી.અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર બનેલી આ ઘટનાની પ્રવાસીઓ પરેશાન થયા હતા અને અચાનક થતાં પથ્થરમારાથી ગભરાઇ ગયા હતા. આ ઘટનાને પગલે આણંદ ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરી હતી. સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. જોકે હાઇવે પર કોઈ જગ્યાએ કાચ પડ્યાના નિશાન પોલીસને જોવા મળ્યા ન હતા. આણંદ એલસીબી દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
દીવાળીની સિઝનમાં એક બાજુ કોરોનાની મહામારી બાદ લોકો ફેસ્ટિવલ મૂડમાં છે અને તહેવારને એન્જોય કરવાના મૂડમાં છે તો બીજી તરફ ગુનેગારો પણ સક્રિય થયા છે. એક બાજુ અમદાવાદમા સબસલામતના દાવા કરતી અમદાવાદ શહેર પોલીસ વચ્ચે સમી સાંજે ઘાટલોડિયા વિસ્તારમાં ડબલ મર્ડર નો બનાવ સામે આવ્યો છે... ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી પારસમણી સોસાયટી માં કે બ્લોક ના બીજા માળે રહેતા સિનિયર સીટીઝન દંપતીની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરી દેવામાં આવી છે... ઘટનાની જાણ પોલીસને થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળ પર દોડી આવી . જોકે ઘરમાં અંદર જઈને જોતા પ્રાથમિક દ્રષ્ટિ લૂંટ વિથ મર્ડર થયું હોવાનું પોલીસ અનુમાન લગાવી રહી છે.
ઘાટલોડિયા વિસ્તારમાં બનેલી આ ઘટનાથી પોલીસ અધિકારીનો કાફલો ઘટનાસ્થળે પહોંચી આવ્યો હતો... એટલું જ નહીં ક્રાઈમ બ્રાન્ચ એસ.ઓ.જી ગાંધીનગર એલસીબીની તમામ ટીમો કામે લાગી ચૂકી છે... સબ સલામતીના દાવા અને દિવાળીના સમયમાં સમગ્ર અમદાવાદ શહેરમાં સમી સાંજે બનેલી આ ઘટના પરથી અમદાવાદ કેટલું સલામતના સવાલ ઉઠી રહ્યાં છે.