શોધખોળ કરો

Vadodra: વાઘોડિયા તાલુકા પંચાયત કચેરીની બેદરકારી, રેકોર્ડ રૂમનો વિડીયો વાયરલ

પાણી ટપકવાના કારણે ફર્નીચર સહિત દસ્તાવેજોને નુકશાન પહોંચ્યુ છે. જે અંગે ABPઅસ્મીતાએ તપાસ કરતા આસિસ્ટન્ટ TDO પ્રકાશ પટેલ કંઈ પણ બોલવા તૈયાર નથી.

વડોદરા: વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકા પંચાયત કચેરીની બેદરકારી સામે આવી છે. છેલ્લા બે વર્ષથી વાઘોડિયા તાલુકા પંચાયત કચેરીમાં ભાજપની બોડી આવેલ છે ત્યારે ભાજપના જ તાલુકા સદસ્ય રાજેશ્રીબેન ભાવેશભાઈ પટેલના પતિ ભાવેશ પટેલે પોતાની જ સરકારની પોલ ખોલી છે.  તેઓએ રેકોર્ડ રૂમનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી પોતાની સરકાર સામે અનેક સવાલ ઉઠાવ્યા છે. 

વાઘોડિયા તાલુકા પંચાયત કચેરીમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ રેકોર્ડ રૂમ હાલ ચર્ચાનો વિષય બન્યો છે.  ઉપરના બંને માળના જેન્ટ્સ અને લેડીઝ  વોશરૂમમાં સતત પાણી ટપકવાના કારણે ભેજ યુક્ત બન્યા હોય અથવા તો પાણીની કોઈ અંડર ગ્રાઊન્ડ લાઈન લિકેજ હોવાના કારણે  રેકોર્ડ રુમની છતમાંથી સતત પાણી ટપકતું રહે છે.  ઘણા વર્ષોથી આ ટપકતા પાણીના કારણે ક્ષારની લેયર ( સ્ટીક )જોવા મળી રહી છે.  સતત પાણી ટપકવાથી ફર્નિચર સહિત અગત્યના મહત્વના મહેકમ અને મહેસુલ વિભાગના દસ્તાવેજો નાશ થવાના આરે છે અને કેટલાક નાશ પણ પામ્યા છે. તાલુકા સદસ્યના પતિએ કરેલા વિડીયો વાયરલની પુષ્ટિ કરવા એબીપી અસ્મિતાએ રેકોર્ડ રૂમની મુલાકાત લેતા સત્યતા પુરવાર થઈ હતી. 

પાણી ટપકવાના કારણે ફર્નીચર સહિત દસ્તાવેજોને નુકશાન પહોંચ્યુ છે. જે અંગે ABPઅસ્મીતાએ તપાસ કરતા આસિસ્ટન્ટ TDO પ્રકાશ પટેલ કંઈ પણ બોલવા તૈયાર નથી. પરંતુ આ અંગે તાલુકા પ્રમુખ અને વિકાસ અઘિકારી સામે રિપેરીંગનુ આયોજન નહિ કરાતુ હોવાના આક્ષેપ વિડિયોમા સદસ્યના પતિએ કર્યા છે. ત્યારે વિરોધ પક્ષના બદલે શાસકપક્ષના સભ્યના પતિએ પોતાનીજ તાલુકા પંચાયત બોડી સામે શંકાની સોય તાકી છે.

તાલુકા પંચાયતના આસિસ્ટન્ટ TDO એ પાણી ટપક્તુ બંધ કરવા નવો અખતરો કરી રિનોવેશન કરાવાના બદલે મહિલા અને પુરૂષનુ કર્મચારીઓનુ શૌચાલય બંધ કરી હાલ પુરતો સંતોષ માન્યો છે.  

અમદાવાદમાં દારુબંધીના ફરી લીરેલીરા ઉડ્યા

એએમસી સંચાલિત અર્બન હેલ્થ સેન્ટરના ડોક્ટર દારૂના નશામાં જોવા મળ્યા છે. અમદાવાદના ચાંદખેડા અર્બન હેલ્થ સેન્ટરના ડોક્ટર દારૂના નશામાં જોવા મળતા ચકચાર મચી જવા પામી છે. ગુરુવાર સાંજના સમયે મુલાકાતીને અનુભવ થતા મોબાઈલમાં વિડીયો ઉતાર્યો હતો. દારૂ પીધેલ ડૉક્ટરનું નામ ડોકટર બ્રિજેશ કટારા હોવાનું સામે આવ્યું છે. ડો બ્રિજેશ કટારાને અગાઉ પણ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી છે. હાલ વીડિયોના પુરાવા સ્વરૂપે ડોક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.  સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુસાર, ગુજરાતમાં  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે.  જેને લઈ 28 અને 29 તારીખે ગુજરાતમાં માવઠું પડશે.   હવામાન વિભાગના મતે વરસાદી માહોલ અને ભારે પવન ફૂંકાવાને લઈ ગરમીથી મુક્તિ મળશે. ત્રણ દિવસ તો તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય.   ત્યારબાદ ગરમીમાં થોડો વધારો થશે. આજે અમદાવાદ સૌથી ગરમ રહ્યું છે.   અમદાવાદમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે.  ગાંધીનગરમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે.  હવામાન વિભાગે ચોમાસાને લઈને પણ આગાહી કરી છે.   ગુજરાતમાં આ વખતે ચોમાસું સામાન્ય રહેવાની આશા છે.

સૌરાષ્ટ્ર  અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે

સૌરાષ્ટ્ર  અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે. ઉપરાંત પાટણ, મેહસાણા, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી છે. આણંદ,ભરૂચ,અમરેલી, રાજકોટ,ભાવનગરમાં પણ વરસાદ વરસી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તો બીજી બાજુ આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં ભારે પવન ફુંકાવાની આગાહી કરાઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
"PM મોદી મારાથી ખુશ નથી": ટ્રમ્પનું મોટું નિવેદન, રશિયન તેલ અને ટેરિફ પર શું કહ્યું ?
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાતરથી ખોરાક સુધી નકલીની ભરમાર !
Hun To Bolish : હું તો બોલીશ : સરદારના આશ્રમથી શુભ શરૂઆત
Hun To Bolish : હું તો બોલીશ : બીમારીથી પ્રજા ત્રસ્ત, નેતાઓ મેચમાં મસ્ત!
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
"PM મોદી મારાથી ખુશ નથી": ટ્રમ્પનું મોટું નિવેદન, રશિયન તેલ અને ટેરિફ પર શું કહ્યું ?
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મોટો 'ખેલ'! કોંગ્રેસના સમર્થનથી ભાજપે મેળવી સત્તા, શિંદે જૂથમાં સોપો પડી ગયો
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મોટો 'ખેલ'! કોંગ્રેસના સમર્થનથી ભાજપે મેળવી સત્તા, શિંદે જૂથમાં સોપો પડી ગયો
Railway Bharti 2026: ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક! રેલ્વેમાં પડી 22,000 જગ્યાઓ, જાણો પગાર અને અરજીની તારીખ
Railway Bharti 2026: ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક! રેલ્વેમાં પડી 22,000 જગ્યાઓ, જાણો પગાર અને અરજીની તારીખ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
IPL Salary Rule: રમ્યા વગર મુસ્તફિઝુર રહેમાનને ₹9.20 કરોડ મળશે કે નહીં ? જાણો શું છે BCCI નો નિયમ
IPL Salary Rule: રમ્યા વગર મુસ્તફિઝુર રહેમાનને ₹9.20 કરોડ મળશે કે નહીં ? જાણો શું છે BCCI નો નિયમ
Embed widget