શોધખોળ કરો

Gujarat Rain: ગુજરાતમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી, આ જિલ્લામાં પડશે વરસાદ

પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમા બનેલું લોપ્રેસર મધ્ય પ્રદેશ સુધી પહોંચી ગયું છે અને હવે તે ઉતર તરફ ગતિ કરશે.

જૂનાગઢ:  હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે.  પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમા બનેલું લોપ્રેસર મધ્ય પ્રદેશ સુધી પહોંચી ગયું છે અને હવે તે ઉતર તરફ ગતિ કરશે.  જેના કારણે ગુજરાત ઉપર 700 HPના મિડ લેવલ પર સીયર ઝોન સર્જાયો છે.  તેના કારણે 20, 21 અને 22 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં વરસાદની શક્યતા છે. ગુજરાતના અનેક જિલ્લામા 1 થી  4 ઈંચ જેટલો વરસાદ વરસશે. 

ગુજરાતમાં  20, 21, 22 ઓગ્સ્ટના વરસાદની આગાહી કરવામાં આવી છે.  છોટાઉદેપુર ,રાજપીપળા, દાહોદ , ગોધરા, અમદાવાદ , મહિસાગર , બરોડ , ગાંધીનગર અને ખેડામાં 1 થી 4 ઈંચ જેટલા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.  

Gujarat Rain: ગુજરાતમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી, આ જિલ્લામાં પડશે વરસાદ

સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.  સુરત, વાપી , ડાંગ , તાપી, બિલીમોરા અને સૌરાષ્ટ્રમાં છુટોછવાયો વરસાદ વરસી શકે છે.   ભાવનગર અને સુરેન્દ્રનગરમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.  23 તારીખથી મોન્સુન બ્રેક આવશે.  

સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ

રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠા જિલ્લામાં વરસાદ વરસ્યો છે. લાંબા વિરામ બાદ સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.  સાબરકાંઠા જિલ્લાના ઇડર પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે. 

ઇડર શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસી રહ્યો છે. ઈડરના લાલોડા,સદાતપુરા,ગંભીરપુરા,સાપાવાડા અને જાદર પંથકમાં વરસાદ વરસતા ખેડૂતો ખુશ ખુશાલ થયા છે.  પંથકમાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં મગફળીના પાકનું વાવેતર કર્યું હતું. વરસાદ વરસતા મગફળીના પાકને પિયત મળશે.

સાબરકાંઠા જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે.  લાંબા વિરામ બાદ હિંમતનગર શહેરમાં વરસાદ વરસ્યો છે.  હિંમતનગર શહેરના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.  હિંમતનગર શહેરના મોતીપુરા,સહકારીજીન,છાપરિયા અને ટાવર રોડ વિસ્તારમાં વરસાદ  વરસ્યો છે.  લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે. 

વડોદરા જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ

વડોદરા જિલ્લાના શિનોરમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. શિનોર તાલુકાના ગામડાઓમાં વરસાદી માહોલ છે. શિનોર પંથકના ગામડાઓમાં કયાંક અમી છાંટણા તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.  

લાંબા વિરામ બાદ શિનોર પંથકમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે.  વહેલી સવારથી વરસાદ વરસતા શિનોર પંથકમાં ઠંડક પ્રસરી છે.  શિનોર, મિઢોળ, સુરાસામળ, સાધલી, ઉતરાજ, સેગવા સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે.  હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ શરૂ થતા ખેડૂતોના પાકને જીવન દાન મળે તેવી આશા છે. 

વડોદરાના કરજણ શહેર અને તાલુકાના ગામડાઓમાં વરસાદી માહોલ જામ્યો છે.  કરજણ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.  લાંબા વિરામ બાદ કરજણ  પંથકમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે.  વહેલી સવારથી વરસાદ વરસતા કરજણ પંથકમાં ઠંડક પ્રસરી છે.  નેશનલ હાઇવે નંબર 48, જુના બજાર વિસ્તાર, નવા બજાર વિસ્તાર, આમોદ રોડ, પાદરા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.  હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ શરૂ થતા ખેડૂતોના પાકને જીવન દાન મળે તેવી આશા છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
Embed widget