શોધખોળ કરો
વિજય રૂપાણી સરકારે રાજ્યમાં લગ્ન યોજવા મુદ્દે શું આપી મોટી છૂટ ?
ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ સાથે જ અપીલ કરી હતી કે લગ્ન સમારંભોમાં લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરે તે ખૂબ જ જરૂરી છે.

પ્રતિકાત્મક તસવીર.
ગાંધીનગર: રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ સંબોધી કહ્યું, લગ્ન સત્કાર સમારોહ ઉજવણીના કિસ્સામાં 100 વ્યક્તિઓની મર્યાદામાં જ મંજૂરીની સૂચના અગાઉ આપવામાં આવી છે. વરઘોડા કે બેન્ડબાજા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. હવેથી લગ્ન માટે કોઈ પણ પોલીસ સ્ટેશનમાંથી મંજૂરી મેળવવાની રહેતી નથી. ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ સાથે જ અપીલ કરી હતી કે લગ્ન સમારંભોમાં લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરે તે ખૂબ જ જરૂરી છે. ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ એમ પણ જણાવ્યું હતું, કે લગ્ન સમારંભો દરમિયાન બેન્ડવાજા કે વરઘોડો નહીં કાઢી શકાય. આ ઉપરાંત જે શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લાગૂ છે ત્યાં રાતના સમયે લગ્ન સમારંભનું આયોજન કરી શકાશે નહીં. આ ઉપરાંત લગ્નમાં સ્થળની ક્ષમતાના 50 ટકા અને વધુમાં વધુ 100 લોકો હાજર રહી શકશે. કોરોના સંક્રમણ અટકે તે માટે માર્ગદર્શક સૂચના આપી છે તે નિયમો નું ચોક્કસ પાલન કરવામાં આવે. માસ્ક સોશિયલ ડિસ્ટન્સનું પાલન જરૂરી છે. જ્યાં રાત્રી કર્ફ્યુ અમલમાં હોય ત્યાં કર્ફ્યુના સમય દરમિયાન આવું આયોજન ન કરવા અગાઉ સૂચના આપવામાં આવી છે તે ધ્યાને લેવામાં આવે.
વધુ વાંચો
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ





















