શોધખોળ કરો
મુસાફર-શોપિંગ મોલ્સમાં માસ્ક વગર ફરતાં લોકો માટે રાજ્ય સરકારે શું લીધો મોટો નિર્ણય? જાણો
લોકો માસ્કના નિયમોનું પાલન કરી રહ્યાં નથી ત્યારે હાઈકોર્ટના આદેશ બાદ ગુજરાત સરકારે માસ્ક ન પહેરવાનો દંડ 1000 રૂપિયા કર્યો છે તેમ છતાં પણ રિક્ષા જેવા વાહનોમાં મુસાફરી કરતાં અને શોપિંગ મોલ્સમાં માસ્ક વગર લોકો જોવા મળ્યાં

ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાના સંક્રમણને અટકાવવા ગુજરાત સરકાર દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે ત્યારે ગુજરાતમાં અમુક લોકો માસ્ક વગર ગમે તેમ ફરી રહ્યાં છે. લોકો માસ્કના નિયમોનું પાલન કરી રહ્યાં નથી ત્યારે હાઈકોર્ટના આદેશ બાદ ગુજરાત સરકારે માસ્ક ન પહેરવાનો દંડ 1000 રૂપિયા કર્યો છે તેમ છતાં પણ રિક્ષા જેવા વાહનોમાં મુસાફરી કરતાં અને શોપિંગ મોલ્સમાં માસ્ક વગર લોકો જોવા મળી રહ્યાં છે. જેને લઈને ગુજરાત સરકારે એક આકરો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારે એક નોટિફિકેશ બહાર પાડી હાઈકોર્ટનાં અવલોકન જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખાનગી તેમજ સરકારી વાહનોમાં ખાસ કરી રીક્ષા ચાલકો દ્વારા અને મુસાફરો દ્વારા માસ્ક ન પહેરવાનું ધ્યાને આવેલ છે. આ સ્થિતિમાં રિક્ષા ચાલકો, ટેક્સી, કેબ ડ્રાઈવર, સરકારી/ખાનગી વાહનચાલક અને મુસાફરો તમામે માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. જો કોઈ વાહન ચાલક તથા તેમાં મુસાફરી કરતાં મુસાફરો માસ્ક વગર પકડાશે તો વાહન ચાલક તથા મુસાફરો બંને પાસેથી દંડ વસૂલવામાં આવશે. આ ઉપરાંત શોપિંગ મોલ્સને લઈ સરકારે કહ્યું હતું કે, મોલ અને સ્ટોર્સમાં શોપિંગનું પ્રમાણ વધી ગયું છે. આ મોલ તથા સ્ટોર્સ એરકંડિશન હોય છે. અને મોટી સંખ્યામાં લોકો અહીં ખરીદી માટે આવતાં હોય છે. જેને કારણે કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતાઓ વધી જતી હોય છે. હાઈકોર્ટના નિર્દેશ મુજબ, શોપિંગ મોલ તથા સ્ટોર્સમાં પ્રવેશ કરતાં તમામ ગ્રાહકોએ માસ્ક પહેરવું ફરજિયાત છે અને આ માટે મોલ કે સ્ટોરના મેનેજરે તકેદારી લેવાની રહેશે. જો કોઈ માસ્ક વગર પકડાશે તો વ્યક્તિ અને મેનેજર પાસેથી દંડ વસૂલવાની સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
વધુ વાંચો





















