શોધખોળ કરો

Loksabha Election 2024:ચૂંટણી નહિ લડવાનો નિર્ણય કર્યાં બાદ રંજનબેન ભટ્ટે વ્યથા કરી વ્યક્ત, હું વ્યથિત......

ગુજરાતની લોકસભાની વડોદરાની બેઠકને લઇને મોટા સમાચાર સામે આવ્યાં છે. 23 માર્ચ શનિવારે સવારે સોશિયલ મીડિયા પોસ્ટ દ્રારા રંજન બને ભટ્ટે ચૂંટણી ન લડવાનો નિર્ણય જાહેર કર્યો

Loksabha Election 2024: ગુજરાત લોકસભાની વડોદરાની બેઠકને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપે લોકસભાની વડોદરાની બેઠક માટે રંજનબેન ભટ્ટના નામ પર મહોર લગાવી હતી. જો કે રંજનબેને આજે સવારે સોશિયલ મીડિયા દ્રારા ચૂંટણી નહિ લડવાનો નિર્ણય જાહેર કરતા ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો. રંજબેને એકસ પર પોસ્ટ કરીને ચૂંટણી મેદાન છોડવાની જાહેરાત કરી હતી.

સોશિયલ મીડિયા પોસ્ટ બાદ  એબીપી અસ્મિતા સાથે રૂબરૂ થતાં તેમણે ચૂંટણી ન લડવાના કારણો રજૂ કર્યાં હતાં. એબીપી અસ્મિતા સાથે વાત કરતાં તેમણે પોતાની વ્યથા રજૂ કરી હતી. રંજન બેને જણાવ્યું કે, “ લોકસભાના ચૂંટણીના ઉમેદવાર માટે નામ જાહેર થયાં બાદ સતત અનેક ગંભીર આક્ષેપ મુકવામાં આવી રહ્યાં હતા. જેને લઇને મન વ્યથિત હતું. આક્ષેપમાં કહેવામાં આવ્યું હતું કે મારા દિકરાને ઓસ્ટ્રેલિયામાં મોલ છે. પરંતુ મારા દીકરાને ટપરી પણ નથી. આવા અનેક ગંભીર આક્ષેપથી મન વ્યથિત થઇ જતાં અંગત કારણોસર  ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે.

ઉલ્લેખનિય છે કે, ભાજપના પૂર્વ રાષ્ટ્રીય મહિલા ઉપાધ્યા અને વડોદરાના પૂર્વ મેયર જ્યોતિબેન પંડ્યાએ પણ તેમની પસંદગી પર અનેક સવાલો ઉભા કર્યાં હતા. જ્યોતિબેન પંડ્યાએ રંજનબેનની કામગીરીને લઇને અનેક ગંભીર સવાલ ઉભા કર્યાં હતા. જ્યારથી રંજન બેનનું નામ ઉમેદવાર તરીકે જાહેર થયું ત્યારથી વિવાદનો વંટોળ જોવા મળી રહ્યું હતું.

તો બીજી તરફ આજે સાબરકાંઠાથી  ભીખાજી ઠાકોરેએ પણ ચૂંટણી લ઼ડવાનો ઇન્કાર કર્યો છે. ઉલ્લેખનિય છે કે, ભીખાજીની અટકને લઈને   વિવાદ શરૂ થયો હતો. ભીખાજીની અટક ઠાકોર કે ડામોર તેના વિવાદ સર્જાયો હતો. આખરે વિવાદના વંટોળ બાદ ભીખાજીએ લોકસભાની ચૂંટણી લડવાથી પીછેહઠ કરતા ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે.સાબરકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવારને લઇને વિવાદ સર્જાયો છે, તે હવે ધીમે ધીમે વધી રહ્યો છે. ભાજપે પોતાની બીજી યાદીમાં સાત નામોની જાહેરાત કરી હતી, જેમાં સાબરકાંઠા બેઠક પર ભાજપે ભીખાજી દુધાજી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા હતા, જોકે, ગણતરીના કલાકોમાં જ ભીખાજી દુધાજી ઠાકોરની અટકને લઇને સમગ્ર મતવિસ્તારમાં વિવાદ ઉભો થયો હતો, સોશ્યલ મીડિયા પર ભીખાજીને ઠાકોરની જગ્યાએ ડામોર અટક હોવાની વાતો ચર્ચાઇ રહી છે. હવે આ મામલે વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Embed widget