શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતમાં પાન-મસાલાને લઈને શું લેવાયો સૌથી મોટો નિર્ણય? જાણો એસોશિયેશને શું લીધો નિર્ણય?
પાન-મસાલાને લઈને ગુજરાત પાન-મસાલા શોપ ઓનર્સ એસોસિએશને મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી પાન-મસાલાની દુકાન પર માવો કે ફાંકી બનાવી આપવામાં આવશે નહીં ફક્ત પાર્સલ જ મળશે
અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે અને રોજ પોઝિટિવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે જેને લઈને ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. પાન-મસાલાને લઈને ગુજરાત પાન-મસાલા શોપ ઓનર્સ એસોસિએશને મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી પાન-મસાલાની દુકાન પર માવો કે ફાંકી બનાવી આપવામાં આવશે નહીં ફક્ત પાર્સલ જ મળશે.
કોરોનાના સંક્રમણને અટકાવવા માટે હવે ગુજરાત પાન-મમાલા શોપ ઓનર્સ એસોસિયેશને મહત્વની નિર્ણય લીધો છે. હવેથી પાન પાર્લર પર માત્ર પાર્સલ જ મળશે. દુકાનો પર હવેથી પાન-મસાલા કે ફાંકી બનાવી આપવામાં આવશે નહીં.
મહત્વની વાત એ છે કે, ગુજરાત સરકારે થોડા દિવસ પહેલા એક જાહેરનામું બહાર પાડ્યું હતું જેમાં જાહેરમાં થૂંકવા પર આકરા નિયમો બનાવવામાં આવ્યા છે. પાન પાર્લરની બહાર અથવા જાહેરમાં થૂંકવા પર સરકારે 10 હજાર રૂપિયા દંડ ફટકારાશે.
ગુજરાતમાં આજથી પાન-મસાલાની દુકાન પર માત્ર પાર્સલ જ મળશે. કોરોનાના વધતા સંક્રમણના કારણે પાન-મસાલા શોપ ઓનર એસોસિએશનને આ નિર્ણ લીધો છે. ગલ્લા પર મસાલો ન બનાવી આપવાથી ભીડ, સામાજિક અંતર, પાન-મસાલો થૂંકવાના સહિતના પ્રશ્નોનો પણ ઉકેલ આવશે.
જામનગર અને ધ્રોલમાં આજથી 26 જુલાઈ સુધી પાનના-ગલ્લા અને ચાની કીટલી ખોલવા પર કલેક્ટરે પ્રતિબંધ મુકી દીધો છે. જિલ્લામાં કોરોનાના વધતા વ્યાપને ધ્યાનમાં લઈ જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી બંધ રાખવા હુકમ કર્યો હતો.
અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં લઈ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમરેલી શહેરી વિસ્તારમાં આગામી તારીખ 20 થી 25 જુલાઈ સુધી ચા-નાસ્તાની લારી અને પાન મસાલાની દુકાનો સદંતર બંધ રાખવા કલેક્ટરે જાહેરનામું બાહર પાડ્યું છે. 25 જુલાઈ બાદ શરૂ કરવા માંગતા વેપારીઓએ ફરજિયાત હેલ્થ કાર્ડ મેળવવાનું રહેશે. કલેક્ટરઆયુષ ઓકે ચાવંડ ચેકપોસ્ટ ફરી કાર્યરત કર્યા બાદ વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion