શોધખોળ કરો

ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાની એન્ટ્રી, 11થી 15 જૂન દરમિયાન આ જિલ્લામાં વરસશે વરસાદ

Gujarat Rain Update: હવામાન વિભાગના મોડલ મુજબ ગુજરાતમાં 17 જૂન સુધી કોઇ ખાસ વરસાદના એંધાણ નથી.મોનસૂનનો વરસાદ રાજ્યમાં 20 જૂન બાદ પડે તેવી શક્યતા જોવાઇ રહી છે. જૂનના અંત સુધીમાં ચોમાસું સમગ્ર ગુજરાતને આવરી લે તેવો અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ચોમાસું 4 જૂને કેરળમાં આવ્યું, ઝડપથી મહારાષ્ટ્ર, બંગાળ પહોંચ્યું.
  • ગુજરાતમાં 20 જૂન બાદ ચોમાસું કરશે જમાવટ.
  • ગુજરાતમાં 17 જૂન સુધી વરસાદ નહીં, 20 જૂન બાદ શક્યતા.
  • ચોમાસાની શરૂઆત નબળી, 15 જૂન સુધી હળવો વરસાદ સંભવિત.
Gujarat Rain Update:ચોમાસાએ 4 જૂનના રોજ કેરળમાં એન્ટ્રી કરી. 4 જૂનથી મોનસૂને સારી પકડી અને પૂરપાટ ઝડપે આગળ વધતાં તે કર્ણાટક, તમિલનાડુ, ગોવા પહોંચી ગયું, મહારાષ્ટ્રની આસપાસના વિસ્તાર સહિત પશ્ચિમ બંગાળને પણ ચોમાસાએ આવરી લીધો. હવે ઓડિશા, છત્તીસગઢ, બિહાર અને મહારાષ્ટ્રમાં 4-5 દિવસમાં ચોમાસુ પહોંચશે. મુંબઇમાં પણ એટલે કે 11 કે 12 તારીખ સુધીમાં ચોમાસુ પહોંચી શકે છે. સપ્તાહ બાદ ચોમાસુ ગુજરાતમાં એન્ટ્રી કરે છે. 
રાજ્યમાં હવામાનની શું છે સ્થિતિ
હવામાન વિભાગના મોડલ મુજબ ગુજરાતમાં 17 જૂન સુધી કોઇ ખાસ વરસાદના એંધાણ નથી.મોનસૂનનો વરસાદ રાજ્યમાં 20 જૂન બાદ પડે તેવી શક્યતા જોવાઇ રહી છે. જૂનના અંત સુધીમાં ચોમાસું સમગ્ર ગુજરાતને આવરી લે તેવો અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. 

આ પણ વાંચો: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આગામી 7 દિવસ આ વિસ્તારોમાં વરસાદની મોટી આગાહી!

પશ્ચિમ બંગાળમાં સર્જાયેલી સિસ્ટમના કારણે પશ્ચિમ બંગાળ, તેંલગણા, આંધ્રપ્રદેશ, તમિલાનાડુ, કર્ણાટક, ગોવામાં વરસાદ વરસી રહ્યો છે. જો કે હવામાનના જુદા જુદા મોડલ મુજબ ચોમાસાની શરૂઆત નબળી છે. ગત વર્ષની સરખામણીમાં જે વરસાદ જૂનમાં પડવો જોઇએ તે હજુ જૂનન 10 દિવસ વીતિ ગયા તો પણ પડતો નથી. 
 ગુજરાત રાજયની વાત કરીએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈ રાજ્યમાં 15 જૂન સુધી વરસાદની આગાહી છે  જો કે  આ વરસાદ હળવાથી મધ્યમ અને છૂટછવાયો હશે. દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે  વરસાદ વરસી શકે છે. 12થી15 જૂન દરમિયાન અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં હળવા
વરસાદની આગાહી કરવામાં આવી છે. 

17 રાજ્યોમાં ભારે પવન સાથે  વરસાદની ચેતવણી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસુ ઝડપથી આગળ વધી રહ્યું છે, ત્યારે પશ્ચિમી વિક્ષેપ સક્રિય થઈ રહ્યો છે. આના કારણે 11 અને 12 જૂને ઉત્તરપશ્ચિમ ભારતમાં  ભારે પવન  અને વરસાદનો સમયગાળો શરૂ થઈ શકે છે. હવામાન વિભાગે દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરાખંડમાં ભારે પવનની શક્યતા વ્યક્ત કરી છે. પરિણામે, દેશભરના 17  રાજ્યોમાં  વરસાદની ચેતવણી જાહેર  કરવામાં આવી છે.                                           

Frequently Asked Questions

કેરળમાં ચોમાસાની શરૂઆત ક્યારે થઈ?

ચોમાસાએ 4 જૂનના રોજ કેરળમાં પ્રવેશ કર્યો. ત્યારબાદ તે કર્ણાટક, તમિલનાડુ, ગોવા અને મહારાષ્ટ્રની આસપાસના વિસ્તારોમાં આગળ વધ્યું.

ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચવાની શક્યતા છે?

સામાન્ય રીતે મુંબઇમાં મોનસૂનની એન્ટ્રીના એક સપ્તાહ બાદ ગુજરાતમાં ચોમાસું પ્રવેશે છે. રાજ્યમાં 20 જૂન બાદ ચોમાસાનો વરસાદ પડે તેવી શક્યતા છે.

ગુજરાતમાં હાલ વરસાદની શું આગાહી છે?

હવામાન વિભાગના મોડલ મુજબ, 17 જૂન સુધી કોઈ ખાસ વરસાદના એંધાણ નથી. જો કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 15 જૂન સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

12 થી 15 જૂન દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે?

12 થી 15 જૂન દરમિયાન અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છુટાછવાયા વરસાદની શક્યતા છે.

Advertisement

ટોપ સ્ટોરી

Banaskantha: બાદરગઢ ગામમાં સરપંચે લગાવ્યો નાસ્તાના પડીકા પર પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારને 1 હજારનો દંડ
Banaskantha: બાદરગઢ ગામમાં સરપંચે લગાવ્યો નાસ્તાના પડીકા પર પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારને 1 હજારનો દંડ
સાબરકાંઠામાં બાળ તસ્કરી કેસમાં વધુ બે આરોપીની ધરપકડ, પૂછપરછમાં થયા ચૌંકાવનારા ખુલાસા
સાબરકાંઠામાં બાળ તસ્કરી કેસમાં વધુ બે આરોપીની ધરપકડ, પૂછપરછમાં થયા ચૌંકાવનારા ખુલાસા
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
Advertisement

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Embed widget