શોધખોળ કરો

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આગામી 7 દિવસ આ વિસ્તારોમાં વરસાદની મોટી આગાહી!

gujarat monsoon forecast 2026: દેશના 16 રાજ્યોમાં ચોમાસું પહોંચ્યું; વલસાડ-ઉમરગામમાં પવન સાથે ધોધમાર વરસાદથી રસ્તાઓ પાણી-પાણી, લોકોને ગરમીથી મળી મોટી રાહત.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતમાં ચોમાસાનું આગમન; હવામાન વિભાગે 7 દિવસની આગાહી કરી.
  • વલસાડના ઉમરગામમાં ભારે પવન સાથે વરસાદ; કાળઝાળ ગરમીથી રાહત.
  • 11 થી 13 જૂન દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધશે.

gujarat monsoon forecast 2026: દેશના 16 રાજ્યોમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે, ત્યારે ગુજરાતમાં પણ મેઘરાજાએ દસ્તક દીધી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યમાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહીની વચ્ચે જ વલસાડના ઉમરગામમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે અને લોકોને કાળઝાળ ગરમી અને બફારામાંથી મોટી રાહત મળી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે દક્ષિણ ગુજરાતની સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ પડી શકે છે. જો આવનારા દિવસોની વાત કરીએ તો, 11 અને 12 જૂનના રોજ દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા છે. આ સાથે જ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદી માહોલ જળવાઈ રહેશે.

ત્યારબાદ, 13 જૂને મેઘરાજા પોતાનો વ્યાપ થોડો વધારશે. આ દિવસે છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લાની સાથે-સાથે સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને બંને સંઘ પ્રદેશોમાં હળવો વરસાદ વરસી શકે છે. હાલમાં રાજ્યમાં દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી પવનો ફૂંકાઈ રહ્યા છે, જેને કારણે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે.

ચોમાસાની આ આગેકૂચ વચ્ચે વલસાડ જિલ્લામાં તો વાતાવરણ સંપૂર્ણપણે પલટાઈ ચૂક્યું છે. ઉમરગામ અને તેની આસપાસના પંથકમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ વરસ્યો છે. આ વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા, પરંતુ લાંબા સમયની ગરમી બાદ પડેલા આ પહેલા વરસાદથી સ્થાનિક નાગરિકોને ઠંડકનો અહેસાસ થયો છે.

આ પણ વાંચોઃ આવતીકાલનું હવામાનઃ દિલ્હી-UP સહિત આ રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, જાણો ક્યાં વેરશે વિનાશ

અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસા અને વરસાદને લઈને એક નવું અનુમાન વ્યક્ત કર્યું છે. તેમના જણાવ્યા મુજબ, હાલમાં એક પછી એક સક્રિય થઈ રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ચોમાસા પર વિપરીત અસર પડી શકે છે. જોકે, આ સિસ્ટમના કારણે ગરમીમાં સામાન્ય ઘટાડો થશે પણ બફારો વધશે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસાના આગમન પહેલાનો વરસાદ શરૂ થઈ શકે છે અને ખાસ કરીને 18 થી 28 જૂન વચ્ચે રાજ્યમાં સારો એવો વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, હાલમાં ઉત્તર ભારત અને ઉત્તર-પૂર્વ ભારતમાં એક બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે. આ વાતાવરણીય પલટાની અસર ગુજરાત પર પણ જોવા મળશે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સૌથી મોટી વિપરીત અસર ચોમાસાની સિસ્ટમ પર કરશે, જેનાથી વરસાદની પેટર્ન બદલાઈ શકે છે. આ સિસ્ટમની અસર હેઠળ ગુજરાતમાં મહત્તમ તાપમાનનો પારો તો ગગડશે, પરંતુ ભેજના કારણે અસહ્ય બફારો અને ઉકળાટ વધશે, જેથી લોકોને ગરમીથી ખાસ રાહત નહીં મળે.

Frequently Asked Questions

ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ કેવો રહેશે?

હવામાન વિભાગે આગામી 7 દિવસમાં ગુજરાતમાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ વરસાદ ગરમીથી રાહત આપશે.

કયા વિસ્તારોમાં શરૂઆતમાં વરસાદની શક્યતા છે?

હવામાન વિભાગ અનુસાર, આજે દક્ષિણ ગુજરાત, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ પડી શકે છે. 11 અને 12 જૂને સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં પણ વરસાદની શક્યતા છે.

વલસાડના ઉમરગામમાં કેવો વરસાદ વરસ્યો?

વલસાડના ઉમરગામમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા અને કાળઝાળ ગરમીમાંથી લોકોને રાહત મળી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
Embed widget