શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાત કોંગ્રેસના ક્યા 3 ધારાસભ્યોએ કોંગ્રેસ છોડવા ભાજપ પાસેથી 16-16 કરોડ રૂપિયા લીધા ? ભાજપમાંથી કોણે કરી આ કબૂલાત ?
ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યોને તોડવા મોટા પાયે નાણાં વેરવામાં આવ્યા હોવાના આક્ષેપોને સમર્થન આપે છે.
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણીનો રંગ જામ્યો છે ત્યારે ધારી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર જે.વી કાકડીયાએ ધડાકો કર્યો છે.
એબીપી અસ્મિતાના ‘નેતાજીના મૂડ’ કાર્યક્રમમાં જે.વી. કાકડીયાએ ભાજપે રાજ્યસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના જે દારાસભ્યોને રાજીનામાં અપાવ્યાં હતાં તેમને 16 કરોડ રૂપિયાની ઓફર કરાઈ હોવાનું કબૂલ્યું.
કાકડીયાએ આડકતરી રીતે કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા જે ધારાસભ્યોને ટિકિટ નથી મળી તેમણે 16-16 કરોડ રૂપિયા લીધા હોવાની કબૂલાત કરી. કાકડીયાએ ધારાસભ્યોના ખરીદ વેચાણ અંગે કહ્યું કે, મેં 16 કરોડ રૂપિયા તો છોડો પણ 1 કરોડ પણ નથી લીધા. તેમણે કહ્યું કે, મેં જો 16 કરોડ રૂપિયા લીધા હોય તો ટીકીટ ન મળે અને બે ઓફરમાંથી એક જ કમિટમેન્ટ મળે. કાં તો ટીકીટ મળે અને કાં તો પેસા મળે. જે.વી કાકડીયાએ કહ્યું, મેં ટીકીટ લેવાનુ પસંદ કર્યું. આમ કાકડિયાએ કોંગ્રેસ છોડીને રાજીનામું આપનારા ત્રણ ધારાસભ્યો સોમાભાઈ ગાંડાભાઈ પટેલ, મંગળ ગાવિત અને પ્રવિણ મારૂને ટિકિટ નથી મળી તેના બદલામાં તેમણે ભાજપ પાસેથી 16-16 કરોડ રૂપિયા લીધા હોવાનું કહ્યું છે. કાકડિયાએ કરેલી આ કબૂલાત ગંભીર છે અને ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યોને તોડવા મોટા પાયે નાણાં વેરવામાં આવ્યા હોવાના આક્ષેપોને સમર્થન આપે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion